પાઠ નુ સ્વાધ્યાય જોવા માટે પાઠ પર ક્લિક કરો.
પાઠ ૧ . ચાલો , ઈતિહાસ જાણીએ
[Q - 1]. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો ?
(A) કાપડ
(B) કાગળ
(C) [✓] ભૂર્જ વૃક્ષની આંતરછાલ
(D) ચામડું
(2) નીચે પૈકી કયો પ્રાચીન ઈતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી ?
(A) અભિલેખો
(B) તામ્રપત્રો
(C) ભોજપત્રો
(D) [✓] વાહનો
(3) નીચેનામાંથી કયાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?
(A) [✓] અભિલેખો
(B) કાગળ પરનાં લખાણ
(C) કાપડ પરનાં લખાણ
(D) વૃક્ષના પાન પર લખેલ લખાણ
[Q - 2]. ટૂંકમાં ઉત્તર આપો :
(1) B. C. નો અર્થ સમજાવો.
A. B.C. ને અંગ્રેજીમાં Before Christ કહેવાય. ઈસુ ભગવાનના જન્મ પહેલાનો સમય.
(2) A. D. નો અર્થ સમજાવો.
A. A. D. ને અંગ્રેજીમાં Anno Domini કહેવાય. ઈસુનાં જન્મ પછીનાં વર્ષો એમ કહેવાય.
(3) B. C. E. એટલે શું ?
A. B. C. E. ને અંગ્રેજીમાં Before Common Era કહેવાય. સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે, ઘણીવાર સાલવારીને B.C. ને બદલે B.C.E. તરીકે પણ લખવામાં આવે છે.
(4) ભારતના સૌથી જૂના સિક્કા ક્યા છે ?
A. ભારતમાં ઈ.સ. પૂર્વે 5 મી સદીના ‘પંચમાર્ક’ સિક્કા સૌથી જૂના સિક્કા છે.
(5) ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા-કયા છે ?
A. જૂની ઈમારતો, પથ્થરો ઈંટો, ઓજારો, ખોરાકનાં નમુનાઓ, મનુષ્યો અને પ્રાણીઓનાં હાડકાં, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, સિક્કા તામ્રપત્રો, પ્રવાસવર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે.
[Q - 3]. 'અ' વિભાગની વિગતો ‘બ' વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો :
(1) અ
(1) અભિલેખ
(2) ભોજપત્ર
(3) તામ્રપત્ર
(4) B. C.
(5) A. D.
બ
(a) ઈ.સ, પૂર્વ
(b) ઈસવીસન
(c) ભૂર્જ નામના વૃક્ષની છાલ
(d) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ
(e) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ
A. (1-e) (2-c) (3-d) (4-a) (5-b)
પાઠ ૨ .આદિમાનવ થી સ્થાયી જીવન ની સફર
[Q - 1]. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) આદિમાનવનું જીવન કેવું હતું ?
(A) [✓] ભટકતું જીવન
(B) સ્થાયી જીવન
(C) નગર વસાહતનું જીવન
(D) ગ્રામીણ વસાહતનું જીવન
(2) આદિમાનવો શિકાર કરવા માટે ક્યાં સાધનોનો ઉપયોગ કરતા નહોતા ?
(A) [✓] બંદૂક
(B) પથ્થરનાં હથિયારો
(C) હાડકાંનાં હથિયારો
(D) લાકડાનાં હથિયારો
(3) ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે ?
(A) [✓] મધ્યપ્રદેશ
(B) ગુજરાત
(C) બિહાર
(D) ઉત્તરપ્રદેશ
(4) સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી ?
(A) કૃષિ
(B) પશુપાલન
(C) અનાજ-સંગ્રહ
(D) [✓] ઉઘોગ
[Q - 2]. ટૂંકમાં ઉત્તર આપો :
(1) સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ ?
A. લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વના વાતાવરણ ઘણું પરિવર્તન આવતાં વનસ્પતિ અને ઘાસનાં ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે-ધીમે કૃષિ અને પશુપાલન ની કામગીરીઓ શરૂ થઈ. ખેતી માટે સ્થળ છોડીને જઈ શકાતું નહીં. કારણ કે પાકને ઊગતા થોડો સમય લાગે છે. તેને પાણીની જરૂર પડે છે. અનાજનાં છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે છે. બાજરી, ઘઉં, જવ જેવા અનાજ આદિમાનવ માટે ખોરાક તરીકે ઉપયોગી થયા. પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું. આમ, પશુપાલન અને ખેતીની જરૂરિયાતો ઊભી થતાં આદિમાનવનાં સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી.
(2) અગ્નિના ઉપયોગથી આદિમાનવનાં જીવનમાં કેવું પરિવર્તન આવ્યું ?
A. અગ્નિની શોધ પછી માનવજીવનમાં ક્રાંતિકારી પ્રવૃતિથી પરિવર્તન આવ્યું. (1) ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો. (2) ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા લાગ્યો. (3) પોતાની ગુફામાં અજવાળું કરવા લાગ્યો. (4) શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકાવીને ખાવા લાગ્યો.
(3) આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા ?
A. આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા.
(4) આદિમાનવો કેવાં પશુઓ પાળતા હતા ?
A. આદિમાનવો કુતરાં, ઘેટાં-બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા.
[Q - 3]. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કયું.
A. ખોટું
(2) પાષાણયુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો.
A. ખરું
(3) ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘનાં ચિત્રો દોરેલા છે.
A. ખોટું
(4) ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલાં છે.
A. ખરું
પાઠ ૩. પ્રાચીન નગરો અને ગ્રંથો
[Q - 1]. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) સિંધુખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયાં સ્થળેથી મળી આવ્યા ?
(A) [✓] હડપ્પા
(B) લોથલ
(C) મોહેં-જો-દડો
(D) કાલિબંગાન
(2) હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું ?
(A) લોથલ
(B) મોહેં-જો-દડો
(C) [✓] કાલિબંગાન
(D) ધોળાવીરા
(3) ઋગ્વેદમાં કેટલાં મંડળો છે ?
(A) 12
(B) 15
(C) [✓] 10
(D) 1
[Q - 2]. ટૂંકમાં ઉત્તર આપો :
(1) હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાોઓનો પરિચય આપો?
A. હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા. શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વ થી પશ્ચિમ જાય. અહીં મુખ્ય માર્ગોની સામંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય, એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર રાત્રિપ્રકાશની વ્યવસ્થા હતી.
(2) ‘હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડાંમાં વ્યક્ત થાય છે.' વિધાન સમજાવો.
A. હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડાં મળી આવ્યાં છે. તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા. સિંધુખીણની સભ્યતાના લોકોએ પોતાનાં બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાં બનાવ્યા હતાં. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડાં, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચઢતા વાનરની કરામત દર્શાવતા રમકડાં મુખ્ય છે. આ પરથી કહી શકાય છે. હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડાંમાં વ્યક્ત થાય છે.
(3) લોથલ વિશે નોંધ લખો.
A. લોથલ અમદાવાદ જીલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. પ્રાચીન સમયમાં એક વેપારી બંદર આબે ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે. તેને ઘટકો (Dock Yard) માનવામાં આવે છે. અહીં આવતા વહાણોને ભરતીના સમયે લાંગરીને માલસામાનને ચઢાવવા – ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય. આ ઉપરાંત, લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેકટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે, લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું સમૃધ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારીમથક હતું.
[Q - 3]. ખાલી જગ્યા પૂરો :
(1) કાલિબંગાન હાલ ......... રાજ્યમાં આવેલ છે.
A. રાજસ્થાન
(2) હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ......... નગરમાં આવેલ છે.
A. મોહેં – જો – દડો
(3) ધોળાવીરા ......... જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે.
A. કચ્છ
[Q - 4]. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(2) ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી.
A. ખરું
(3) ધોળાવીરાની નગરરચના બે ભાગમાં વહેંચાયેલ છે.
A. ખોટું
(4) વેદ મુખ્યત્વે સાત છે.
A. ખોટું
(1) હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે.
A. ખોટું
પાઠ ૪. ભારત ની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
[Q - 1]. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) મહાજનપદ કેટલાં હતાં ?
(A) 17
(B) 18
(C) [✓] 16
(D) 19
(2) મહાજનપદો કયા કાળમાં હતાં ?
(A) આધુનિક
(B) વૈદિક
(C) [✓] અનુવૈદિક
(D) મધ્યકાલીન
(3) નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ?
(A) મગધ
(B) કોસલ
(C) વત્સ
(D) [✓] વૈશાલી
(4) જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી ?
(A) એક
(B) [✓] બે
(C) ત્રણ
(D) ચાર
[Q - 2]. ટૂંકમાં ઉત્તર આપો :
(1) રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો.
A. રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે.
- રાજાશાહી રાજ્યવ્યવસ્થા: (1) રાજાશાહી રાજ્યવ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે. (2) રાજશાહીમાં રાજા સર્વોપરી હોય છે. (3) તેમાં રાજાને રાજ્યવહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે. (4) તેમાં રાજાનું પદ વંશપરાગત હોય હોય છે.
- લોકશાહી રાજ્યવ્યવસ્થા: (1) લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે. (2) લોકશાહીમાં ગૃહનો વડો મુખ્ય હોય છે. (3) તેમાં પ્રમુખ ને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે. (4) તેમાં પરદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે.
(2) ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની વિશેષતા જણાવો.
A. ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની મુખ્ય વિશેષતા નીચે મુજબ છે.
(1) ગણરાજયોનો વહીવટ સભા કરતી વહીવટની બધીજ સતા સભાના સભ્યો ભોગવતા. (2) સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા. (3) ગણરાજ્યમાં દરેક રાજ્ય રાજા ગણાતો. દરેક સભ્ય ચોક્કસ સેમી સુધી સભાનું સભ્યપદ ભોગવતો. (4) સભાનું સ્થળ ‘નગરભવન’ તરીકે ઓળખાતું. (5) ગણરાજ્યનો રાજ્યવહીવટ કરવા માટે સભા ચુટણીદ્વારા પ્રમુખની પસંદગી કરતી. (6) સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્યવહીવટમાં મદદ કરતી. (7) સભામાં રાજ્યવહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિએ નિર્ણય લેવામાં આવતો.
આમ, ગણરાજયોની શાસનવ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી.
(3) ગણરાજ્યોનું સમાજજીવન વર્ણવો.
A. ગણરાજ્યોનું સમાજજીવન નીચે મુજબનું હતું.
(1) ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સદા ઘરોમાં રહેતા હતાં. (2) તેઓ પશુપાલન કરતાં હતાં. (3) લોકો ઘઉં, ચોખા, જાવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતાં. (4) તેઓ માટીના વાસણોને વધારે ઉપયોગ કરતાં. (5) વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતાં, જે ચિત્રિત ઘૂસરપાત્રો તરીકે ઓળખાતા. (6) રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઇંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લખો લોકોને આજીવિકા મળતી. (7) ખેડૂતો પોતાની જમીનની ઉપજના છઠ્ઠો ભાગ કરરૂપે રાજકોષમાં આપતા. (8) કારીગરો એક માહિનામાં એક દિવસ રાજયનું કામ કરતાં. (9) પશુપાલકો રાજાને પશુઓ કરરૂપે આપતા. (10) વેપારીઓ રાજાને માલસામાનના ખરીદ-વેચાણ પર કાર આપતા. (11) આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોશનો ઉપયોગ કરતા હતાં. તેથી ઊંડાણની ખેદ થતી. પરિણામે પાક સારી રીતે ઊગતો. (12) આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરીવર્તન આવ્યું. ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો.
[Q - 3]. 'અ' વિભાગમાં આપેલા રાજ્યનાં નામ સામે ‘બ' વિભાગમાં આપેલ રાજધાનીઓનાં યોગ્ય નામ જોડી ઉત્તર આપો :
(1) અ બ
(1) મગધ (a) કૌશાંબી
(2) ગાંધાર (b) ઉજ્જયિની
(3) વત્સ (c) રાજગૃહ
(4) અવંતિ (d) તક્ષશિલા
Answer.
(1 - c)
(2 - d)
(3 - a)
(4 - b)
પાઠ ૫. શાંતિ ની શોધ માં : બુદ્ધ અને મહાવીર
[Q - 1]. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?
(A) બોધિગયા
(B) [✓] સારનાથ
(C) કુશીનારા
(D) કપિલવસ્તુ
(2) ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા ?
(A) લુમ્બિની
(B) કપિલવસ્તુ
(C) [✓] કુશીનારા
(D) સારનાથ
(3) મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ?
(A) [✓] ત્રિશલાદેવી
(B) માયાદેવી
(C) યશોદા
(D) યશોધરા
(4) મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો ?
(A) કપિલવસ્તુ
(B) [✓] કુંડગ્રામ
(C) સારનાથ
(D) પાવાપુરી
(5) મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો ?
(A) પાલી
(B) [✓] પ્રાકૃત અને અર્ધમાગ્ધી
(C) પ્રાકૃત અને પાલિ
(D) પાલિ અને અર્ધમાગ્ધી
[Q - 2]. ટૂંકમાં ઉત્તર આપો :
(1) ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો ?
A. ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો: (1) આમીના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. (2) તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. (3) ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાના કર્મથી મહાન બને છે. તેથી સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં. (4) સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલાં જ સમ્માન અને અધિકાર આપવાં જોઈએ. (5) પ્રાણીમાત્ર પર દયા રાખવી.
(2) મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો ?
A. મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબ પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો:
(1) કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. પ્રાણીમાત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સંચું કર્તવ્ય છે. (2) હંમેશા સત્યનું પાલન કરવું. એ માટે ક્રોધનો ત્યગ કરવો. (3) કયારેય પણ ચોરી ન કરવી. કોઇની પણ અનુમતિ વગર તેની વસ્તુ, ગ્રહણ ન કરવી. (4) જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન-ધાન્ય, આભૂષણો, વસત્રેઓ વગેરે સંગ્રહ ન કરવો. (5) જૈન સાધુઓ અને સાધ્વીઑએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
(3) જૈનધર્મએ કયાં પાંચ મહાવ્રતો આપ્યાં ?
A. જૈનધર્મના ચોવીસમા તીર્થકર મહાવીર સ્વામીએ આ પાંચ મહાવ્રતો આપ્યા હતા: (1) અહિંસા (2) સત્ય (3) બ્રહ્મચર્ય (4) અસ્તેય (ચોરી ન કરવી) (5) અપરિગ્રહ (સંગ્રહ ન કરવો).
[Q - 3]. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો.
A. ખરું
(2) બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ.
A. ખોટું
(3) બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું થયું હતું.
A. ખોટું
[Q - 4]. યોગ્ય ઉત્તર આપો :
(1) ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી ?
A. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી: (1) બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દૂ:ખોથી ભરેલો માન્યો છે. (2) તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. (3) બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ન હોવા જોઈએ. (4) સ્ત્રીઓને પુરુષોની જેમ સમ્માન અને અધિકાર આપવાં જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.
(2) ગૌતમ બુદ્ધના સમયમાં કયાં અનિષ્ટો જોવા મળતાં હતાં ?
A. ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા: (1) સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી. (2) ઘણા બધા લોકો માંસાહારી હતા. (3) હિંદુધર્મ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ હતા. (5) સ્ત્રીઓને પૂરતું સમ્માન મળતું ણ હતું.
પાઠ. ૬ મોર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
[Q - 1]. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
(A) ગુરુ દ્રોણ
(B) ગુરુ સાંદીપનિ
(C) [✓] ગુરુ ચાણક્ય
(D) ગુરુ વિશ્વામિત્ર
(2) ચાણક્ય દ્વાર લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે ?
(A) નીતિશાસ્ત્ર
(B) સમાજશાસ્ત્ર
(C) મુદ્રારાક્ષસ
(D) [✓] અર્થશાસ્ત્ર
(3) બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણુક કરી હતી ?
(A) [✓] અવંતિ
(B) તક્ષશિલા
(C) પાટલીપુત્ર
(D) ઉજ્જૈન
(4) અશોકે સંધમિત્રાને બૌદ્ધધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા ?
(A) સિરિયા
(B) [✓] સિલોન
(C) મ્યાનમાર
(D) ઈજિપ્ત
(5) અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી ?
(A) ઈરાની
(B) પાલિ
(C) [✓] પ્રાકૃત
(D) બ્રાહ્મી
[Q - 2]. ટૂંકમાં ઉત્તર આપો :
(4) અશોકે ગૌતમ બુદ્ધના કયા-કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો ?
A. અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મુક્યો હતો
(5) રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો જણાવો.
A. રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો આ મુજબ છે (1) સમગ્ર પ્રાંતમાં શાંતિ - વ્યવસ્થાની જાળવણી કરવી (2) કરવેરા ઉઘરાવવા (3) રાજાના આદેશોનું પાલન કરાવવું (4) પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ (કેન્દ્ર) ને સતત વાકેફ કરતા રહેવું
(1) સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું ?
A. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાલ, દક્ષિણે મૈસુર (હાલનું કર્ણાટક), પશ્ચિમે ગુજરાત - સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ (હાલનું ઓડિશા) સુધી ફેલાયેલું હતું
(2) સેલ્યુક્સ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયાં પરિણામો આવ્યાં ?
A. સેલ્યુક્સ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા ચાર પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુક્સ નિકેતરે પોતાની પુત્રી હેલનાને તેની સાથે પરણાવી. સેલ્યુક્સે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો આમ સેલ્યુક્સ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા.
(3) મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું ?
A. મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું
[Q - 3]. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) મેગેસ્થનીસ દ્વારા ઈન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રારાક્ષસની રચના કરવામાં આવી હતી.
A. ખોટું
(2) ધમ્મ મહામાત્રનું કાર્ય જૈનધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું.
A. ખોટું
(3) ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણબેલગોડામાં વિતાવી હતો.
A. ખરું
(4) બિંદુસારના સમયમાં મગધ મોર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું.
A. ખોટું
(5) અશોકે ઉપગુપ્તના ઉપદેશને અનુસરીને બૌદ્ધધર્મ અંગીકાર કર્યો.
A. ખરું
પાઠ. ૭ ગુપ્તયુગ અને અન્ય શાષકો
[Q - 1]. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો ?
(A) [✓] શ્રીગુપ્ત
(B) ચંદ્રગુપ્ત પહેલો
(C) સમુદ્રગુપ્ત
(D) ચંદ્રગુપ્ત બીજો
(2) સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે?
(A) [✓] સમુદ્રગુપ્ત
(B) ચંદ્રગુપ્ત બીજો
(C) સ્કંદગુપ્ત
(D) કુમારગુપ્ત
(3) દિલ્લી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું ?
(A) [✓] ચંદ્રગુપ્ત બીજો
(B) સ્કંદગુપ્ત
(C) સમુદ્રગુપ્ત
(D) ચંદ્રગુપ્ત પહેલો
(4) કુમારગુપ્તના સમયમાં કઈ વિધાપીઠની સ્થાપના થઈ હતી ?
(A) વલભી
(B) [✓] નાલંદા
(C) મશીલા
(D) કાશી
[Q - 2]. ટૂંકમાં ઉત્તર આપો :
(1) કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો ?
A. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો
(2) ગુપ્તયુગનો છેલ્લો રાજા કોણ હતો ?
A. ગુપ્તયુગનો છેલ્લો રાજા સ્કંદગુપ્ત હતો
(3) “હર્ષચરિતમ્'' ના લેખક કોણ હતા ?
A. “હર્ષચરિતમ્'' ના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા
[Q - 3]. ‘અ' વિભાગની વિગતો “બ' વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો :
અ બ
(1) મુખ્ય સેનાપતિ (A) વિષય
(2) જિલ્લા (B) ઉત્પાદનનો છઠ્ઠો ભાગ
(3) કર (C) મહાબલાધિકૃત
(4) વાગભટ્ટ (D) ખુશરો
(5) ઈરાનના શહેનશાહ (E) અષ્ટાંગહૃદય
A. (1 - C),
(2 - A),
(3 - B),
(4 - E),
(5 - D)
પાઠ ૮. ભારતવર્ષ ની ભવ્યતા
[Q - 1]. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો :
(2) દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ......... છે.
A. સંગમ સાહિત્ય
(3) ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ......... ગ્રીક એલચી હતો.
A. મેગેસ્થનીસ
(4) મધ્યપ્રદેશમાં ......... સ્થળેથી પાષાણયુગનાં ચિત્રો મળી આવેલ છે.
A. ભીમબેટકા
(5) ઈ.સ. પૂર્વે પાંચમી સદીના સિક્કાને ......... તરીકે ઓળખવામાં આવે છે.
A. પંચમાર્ક કોઈન
(1) નિદર્શન કલામાં ......... અને ......... નો સમાવેશ થાય છે.
A. નૃત્ય અને નાટક
[Q - 2]. ટૂંકમાં ઉત્તર આપો :
(1) વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો.
A. વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી વેદો ચાર છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ વેદોને સમજવા માટે બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે
(2) પ્રાચીન ભારતમાં કયા-કયા વિદેશી મુસાફરો/પ્રવાસીઓ આવ્યા હતા ?
A. પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્થનીસ, ચંદ્રગુપ્ત દ્રીતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન શ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો/પ્રવસીઓ આવ્યા હતા
(3) સ્તુપ અને ચૈત્યનો અર્થ જણાવો.
A. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું (અંડાકાર) સ્થાપત્ય સ્તૂપની મધ્યમાં બુદ્ધનો અવશેષોને દાબડામાં રાખવામાં આવતા બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા ચૈત્યો એટલે પ્રાર્થનાગૃહો ચૈત્યોને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થનામંડપ વગેરે કોતરવામાં આવતા ચૈત્યોનો ઉપયોગ ‘પ્રાર્થનાગૃહ’ તરીકે કરવામાં આવતો
(4) તક્ષશિલામાં કયા-કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું?
A. તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આવવામાં આવતું હતું
(5) ગુપ્તવંશના કયા-કયા ચજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે ?
A. ગુપ્તવંશના સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્રિતીય રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે
[Q - 3]. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે.
A. ખરું
(2) ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ‘ઇન્ડિકા' નામના ગ્રંથમાંથી ભારતનાં બંદરો વિશેની માહિતી મળે છે.
A. ખોટું
(3) ઈલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતકક્થાઓનાં ચિત્રો જગવિખ્યાત છે.
A. ખરું
(4) ગાંધારશૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો.
A. ખરું
(5) પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી.
A. ખોટું
[Q - 4]. ટૂંક નોંધ લખો :
(3) પ્રાચીન ભારતની ખેતી
A. પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો તેમાં કુહાડી, દાતરડું, હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે આ સમયે સિંચાઈ માટે નહેરો, કુવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા
(4) ગ્રામીણ અને નગરજીવન
A. પ્રાચીન સમયમાં ગ્રામીણજીવન અને નગરજીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું હતું
1. ઉત્તર ભારતના ગામનો વડો ગ્રામભોજક કહેવાતો આ પદ વંશપરંપરાગત હતું.
2. દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા 1. મોટા જમીનદારો 2. નાના ખેડૂતો અને 3. જમીનવિહોણા મજૂરો.
3. આ સમયે મોટા ભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા તેની ચારેબાજુ કિલ્લેબંધી હતી. શહેરમાં શૌચાલયની નીક અને કચરાપેટી માટે કુવા બનાવવામાં આવતા જેને ‘વલયકુપ’ કહેવામાં આવતો.
4. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદિ, માંસ - માછલીનો ઉપયોગ કરતા.
5. સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા શરીરના ઉપર ભાગનું વસ્ત્ર ‘વાસ’ કહેવાતું હતું જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર ‘નિવિ’ કહેવાતું તેઓ કયારેક ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું ‘અધિવાસ’ લપેટતા હતા.
(1) ધર્મેતર સાહિત્ય
A. જે સાહિત્યનું વિષયવસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે
(2) પ્રાચીન ભારતનાં સ્થાપત્યો
A. પ્રાચીન ભારતના સ્થાપત્યોની શરૂઆત હડપ્પા, સભ્યતાની નગરરચના, અનાજનો કોઠાર, સ્નાનાગાર, ગટર - આયોજન, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે આપણા પ્રાચીન સ્થાપત્યો ઈજનેરી કળાના ઉત્તમ નમૂના છે તેમાં ગુફા - સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે
પાઠ ૯. આપણું ઘર પૃથ્વી
[Q - 1]. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું.
(A) પૃથ્વી
(B) [✓] બુધ
(C) શુક
(D) નેપ્ચ્યુન
(2) 0* અક્ષાંશવૃત્ત ક્યા નામે ઓળખાય છે ?
(A) ગ્રિનિચ
(B) કર્કવૃત્ત
(C) [✓] વિષુવવૃત્ત
(D) મકરવૃત્ત
(3) 23.5* ઉ.અ. અને 66.5* ઉ.અ. વચ્ચે કયો કટિબંધ આવેલો છે ?
(A) શીત
(B) [✓] સમશીતોષ્ણ
(C) ઉષ્ણ
(D) તમામ
(4) પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે ?
(A) 23.5*
(B) [✓] 66.5*
(C) 0*
(D) 180*
(5) સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે ?
(A) એક
(B) [✓] બે
(C) ત્રણ
(D) ચાર
(6) કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ' જોવા મળે છે ?
(A) [✓] ચંદ્ર
(B) સૂર્ય
(C) પૃથ્વી
(D) એક પણ નહિ
[Q - 2]. મને ઓળખો :
(1) મને ભીમકાય ગ્રહ પણ કહે છે.
A. ગુરુ
(2) મને ઓળંગતા તારીખ બદલવી પડે.
A. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા
(3) હું 90* દક્ષિણ અક્ષાંશ છું.
A. દક્ષિણ ધ્રુવ
(4) હું પૃથ્વીની આસપાસ ફરું છું.
A. ચંદ્ર
(5) હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે.
A. સૂર્ય
[Q - 3]. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(4) 21મી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે.
A. ખોટું
(5) વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે.
A. ખોટું
(6) 90* ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે.
A. ખરું
(1) ચંદ્ર સ્વયં પ્રકાશિત છે.
A. ખોટું
(2) નેપ્યૂન નીલા રંગનો ગ્રહ છે.
A. ખરું
(3) પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે.
A. ખરું
[Q - 4]. એક વાકયમાં ઉત્તર આપો :
(1) પૃથ્વીની ગતિઓ કેટલી છે ?
A. પૃથ્વીની ગતિઓ બે છે (1) પરિભ્રમણ (Rotation) અને (2) પરિક્રમણ (Revolution)
(2) ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે ?
A. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે
(3) સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે ?
A. શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે
(4) 180* રેખાંશવૃત્ત કયા નામે ઓળખાય છે ?
A. 180* રેખાંશવૃત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા (International Date Line) ના નામે ઓળખાય છે
[Q - 5]. ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર આપો :
(1) પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય ?
A. જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત પરિણામે દિવસ અને રાત ન થાત પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ હોત પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત હોત.
(2) અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત એટલે શુ ?
A. અક્ષાંશવૃત : પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ ‘અક્ષાંશવૃત’ કહેવાય છે
રેખાંશવૃત : પૃથ્વીના ગોળા પર ઊભી કાલ્પનિક રેખાઓ ‘રેખાંશવૃત’ કહેવાય છે
(3) ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે - વિધાન સમજાવો.
A. પૃથ્વીનું 1 વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પુરુ કરવામાં આવે છે બાકી બચેલા 6 કલાકને દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે આથી ફેબ્રુઆરી મહિનામાં દર ચાર વર્ષે 29 દિવસ હોય છે તે વર્ષને ‘લીપવર્ષ’ કહેવામાં આવે છે
(4) કયા ગ્રહો આંતારિક ગ્રહો તરીકે ઓળખાય છે ?
A. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગલ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે
(5) ઉત્તરાયણ એટલે શું ?
A. 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત તરફ પાડવાના શરૂ થાય છે, જેને ‘ઉતરાયણ’ કહે છે
આમ, ઉતરાયણ 22 ડિસેમ્બરે થાય છે
[Q - 6]. ટૂંક નોંધ લખો :
(1) ચંદ્રગ્રહણ
A. આકૃતિ
ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી જેને ‘ચંદ્રગ્રહણ’ કહેવાય છે.
(2) સૂર્યમંડળ
A. આકૃતિ
સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને ‘સૂર્યમંડળ’ કે ‘સૌરપરિવાર’ કહેવામાં આવે છે
સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ એ આઠ ગ્રહો આવેલા છે આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર, અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે જ્યારે યુરેનસ અને નેપ્ચ્યુન શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે આ બધા જ ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે
સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે પૃથ્વીને એક ઉપગ્રહ (ચંદ્ર) છે ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને મંગળને બે કે તેથી વધારે ઉપગ્રહો છે જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી
મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુગ્રહો આવેલા છે
(3) કટિબંધો
A. આકૃતિ
પૃથ્વી પરના અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતા તેમને નીચે મુજબ ત્રણ વિભાગમાં વહેંચી શકાય
કટિબંધો :-
(1) ઉષ્ણ કટિબંધ
(2) સમશીતોષ્ણ કટિબંધ
(3) શીત કટિબંધ
(1) ઉષ્ણ કટિબંધ : 23.5* ઉત્તર અક્ષાંસથી 23.5* દક્ષિણ અક્ષાંસ વચ્ચે આવેલા વિસ્તાર ‘ઉષ્ણ કટિબંધ’ કહેવાય છે ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં બારેમાસ સૂર્યના કિરણો સીધા પડે છે તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે બારેમાસ વધારે રહે છે
(2) સમશીતોષ્ણ કટિબંધ : બંને ગોળાર્ધમાં 23.5* અક્ષાંસથી 66.5* અક્ષાંસ વચ્ચે આવેલો વિસ્તાર ‘સમશીતોષ્ણ કટિબંધ’ કહેવાય છે આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ સીધા કે બહુ ત્રાંસા પડતા નથી તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્યમ પ્રમાણમાં રહે છે
(3) શીત કટિબંધ : બંને ગોળાર્ધમાં 66.5* અક્ષાંસથી 90* અક્ષાંસ વચ્ચે આવેલો વિસ્તાર ‘શીત કટિબંધ’ કહેવાય છે આ
વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ બારેમાસ ઘણું ઓછું રહે છે ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યના પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી
(4) સંપાત
A. સૂર્યનો ક્રાંતિવૃત અને વિષુવવૃત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદનબિંદુને ‘સંપાત દિવસ’ કહેવામાં આવે છે સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકમાં ટૂંકી હોય છે સૂર્ય દક્ષિણ તરફ ખસતાં જતા દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકમાં ટૂંકી હોય છે વર્ષ દરમિયાન 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વિષુવવૃત પર સીધા પડે છે તેથી આ દિવસોએ દિવસ અને રાત સરખા થાય છે જે ‘વિષુવદિન’ ના નામે ઓળખાય છે
પાઠ ૧૦ પૃથ્વી ના આવરણો
[Q - 1]. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) પૃથ્વી પરનાં મુખ્ય આવરણો કેટલાં છે ?
A. પૃથ્વી પરના મુખ્ય ચાર આવરણો છે : (1) મૃદાવરણ, (2) જલાવરણ, (3) વાતાવરણ અને (4) જીવાવરણ
(2) મૃદાવરણ એટલે શું ?
A. ‘મૃદા’ એટલે માટી પૃથ્વી પરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને ‘મૃદાવરણ’ કહે છે
(3) જલાવરણ શેનું બનેલું છે ?
A. પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને ‘જલાવરણ’ કહે છે તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે
(4) વાતાવરણના મુખ્ય વાયુઓ કયા-કયા છે ?
A. નાઈટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઈડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે
(5) જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે ?
A. જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે
[Q - 2]. નીચેની ખાલી જગ્યા પૂરો :
(1) પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો ......... આવરણમાં આવેલાં છે.
A. મૃદા
(2) પૃથ્વીસપાટીથી આશરે ......... કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે.
A. 800 થી 1000
(3) વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ ……….. ટકા હોય છે.
A. 78.03
[Q - 3]. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે.
A. ખોટું
(2) મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે.
A. ખરું
(3) જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે.
A. ખરું
(4) પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે સજીવસૃષ્ટિ વિકાસ પામે છે.
A. ખરું
(5) ઓઝોન વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે.
A. ખરું
[Q - 4]. ટૂંક નોંધ લખો :
(1) વાતાવરણ
A. પૃથ્વીની ચારેબાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઉંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને ‘વાતાવરણ’ કહે છે વાતાવરણ પારદર્શક, રંગહીન, વાસરહિત તેમજ સ્વાદરહિત છે તેમાં વાયુ તત્વો, પ્રવાહી તત્વો અને ઘન તત્વો હોય છે
વાતાવરણમાં નાઈટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઈડ તેમજ પાણીની વરાળ હોય છે વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, ઉલ્કાકણો વગેરે હોય છે જ્યારે પૃથ્વી સપાટીથી ઉંચે જતા હવા પાતળી થતી જાય છે
આકૃતિ દોરો
કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે ઉંચે જતા તેનું પ્રમાણ ઘટતું જાય છે કાર્બન ડાયોક્સાઈડ આશરે 20 કિમીની ઉંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિમીની ઉંચાઈ પછી અને નાઈટ્રોજન આશરે 130 કિમીની ઉંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે ખુબ ઉંચાઈએ જતા માત્ર હાઈડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે
વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખુબ જ ઓછું છે રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે તે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે
(2) જલાવરણનું મહત્ત્વ
A. જલાવરણનું મહત્વ આ પ્રમાણે છે (1) જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે (2) વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે (3) સમુદ્રોનાં પાણીમાંથી રસાયણો મળે છે સમુદ્રતળ નીચેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ અને ખનીજ તેલ મળે છે (4) સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે સમુદ્રોમાંથી માનવીને ખોરાક માટે માછલાં તેમજ અન્ય જીવો મળે છે (5) સમુદ્રોનાં પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે (6) સમુદ્રોનાં મોજા, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે (7) મહાસાગરોના જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે
(3) મૃદાવરણનું મહત્ત્વ
A. મૃદાવરણનું મહત્વ આ પ્રમાણે છે (1) મૃદાવરણ માનવીનું નિવાસ્થાન છે તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે (2) માનવને મૃદાવરણના જળસ્ત્રોતોમાંથી પાણી મળે છે (3) માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ - ધંધા અને અન્ય આર્થિક પ્રવૃતિઓ કરે છે (4) મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસ્થાન છે મૃદાવરણ પરના જંગલો, ઘાસનાં મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે (5) મૃદાવરણમાંથી મળતાં ખનીજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે (6) માનવીનું અસ્તિત્વ અને માનવ - સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભરી છે
પાઠ ૧૧. ભૂમિસ્વરૂપો
[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) ભૂમિસ્વરૂપ કોને કહેવાય ?
A. ભૂમિસ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો
સમુદ્રની સપાટીથી જુદી જુદી ઉંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભુપૃષ્ઠ ઘરાવતા ભાગને ‘ભૂમિસ્વરૂપ’ કહેવામાં આવે છે
(2) પર્વત એટલે શું ? તેના મુખ્ય પ્રકારો કયા છે ?
A. પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મિત્ર કરતા વધારે ઉંચાઈ ઘરાવતા હોય જેનું ભૂતલ મોટે - ભાગે ઉંચા - નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરોરૂપે ઉંચે ઉપસેલો હોય
નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે (1) ગેડ પર્વત (2) ખંડ પર્વત (3) જ્વાળામુખી પર્વત અને (4) અવશિષ્ટ પર્વત
(3) ઉચ્ચપ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો.
A. ઉચ્ચપ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતા ઓછી ઉંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઉંચો નહિ એવો સમથળ ભૂમિભાગ હોય છે
[Q - 2]. યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો :
(1) પૃથ્વીનીસપાટીના આશરે ……… વિસ્ત્તારમાં પર્વતો આવેલા છે.
(A) 18�(B) [✓] 26�(C) 44�(D) 55�
(2) ભારતનો સાતપુડા ......... પ્રકારનો પર્વત છે.
(A) ગેડ
(B) [✓] ખંડ
(C) જ્વાળામુખી
(D) અવશિષ્ટ
(3) ચારેબાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને ......... ઉચ્ચપ્રદેશ કહે છે.
(A) [✓] આંતરપર્વતીય
(B) પર્વતપ્રાંતી
(C) ખંડિયા
(D) એક પણ નહિ
(4) સરેરાશ સમુદ્રસપાટીથી ......... ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે.
(A) આશરે 900 મીટરથી વધુ
(B) આશરે 300 મીટરથી વધુ
(C) આશરે 280 મીટરથી વધુ
(D) [✓] આશરે 180 મીટર સુધીની
(5) હવાંગહોનું મેદાન ......... પ્રકારનું મેદાન છે.
(A) ઘસારણનું
(B) [✓] નિક્ષેપણનું
(C) સંરચનાત્મક મેદાન
(D) એક પણ પ્રકારનું નહિ.
[Q - 3]. ટૂંક નોંધ લખો :
(1) ખંડપર્વત
A. સામાન્ય રીતે મંદ ભૂ - સંચલન દરમિયાન ઉદ્દભવતા ખેંચાણબળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઉચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે એ ઉંચો રહી ગયેલો ભૂ - ભાગ ‘ખંડપર્વત’ કહેવાય છે
આકૃતિ
જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે તેથી ખંડ પર્વતને ‘હોર્સ્ટ પર્વત’ પણ કહેવામાં આવે છે ભારતના નીલીગીરી, સાતપુડા વિધ્યં વગેરે ખંડ પર્વતો છે
ખંડ પર્વતોની ઉંચાઈ ઓછી હોય છે તે ભૂ - સપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા છે
(2) ઉચ્ચપ્રદેશનું મહત્વ
A. ઉચ્ચપ્રદેશનું મહત્વ આ પ્રમાણે છે (1) લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચપ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે (2) પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચપ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનુ વગેરે કિંમતી ખનીજો મળી આવે છે દા.ત. ભારતના છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે (3) ઉચ્ચપ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે (4) કેટલાક ઉચ્ચપ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે
(3) નિક્ષેપણનું મેદાન
A. નિક્ષેપણનાં મેદાનો બે રીતે બને છે
(1) નદીના કાંપના મેદાનો : નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાંપ પાણીની સાથે બંને કિનારાઓ પર પથરાય છે આ રીતે નદીકિનારે કાંપના મેદાનો બને છે ભારતમાં ગંગા - યમુનાના મેદાનો, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઈટાલીમાં પો નદી વડે બનેલું લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનોના ઉદાહરણો છે
(2) સરોવરના મેદાનો : કેટલીક નદીઓ સરોવરોને મળે છે આ નદીઓ પોતાના પ્રવાહમાં કાંપ, માટી, રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે તેથી સરોવર ધીમે ધીમે પુરાય જાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે જે સરોવરનું મેદાન કહેવાય છે ભારતમાં કશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફનો ઈમ્ફાલ તળપ્રદેશ સરોવરના મેદાનો છે
નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્રકિનારાની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાંપ ઠાલવે છે આ રીતે તૈયાર થયેલ મેદાન મુખત્રિકોણ પ્રદેશનું મેદાન કહેવાય છે
પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહનબોજનું કોઈ અવરોધ આવતા કે પવનની ગતિ ધીમી પડતા પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે તેને લોએસનું મેદાન કહે છે
(4) મેદાનનું મહત્વ
A. (1) ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ - ધંધા જેવી આર્થિક પ્રવૃતિઓ ખુબ વિકસે છે (2) સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડકમાર્ગો અને રેલમાર્ગનો વિકાસ વધારે થયો છે (3) મેદાનપ્રદેશમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે (4) ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખુબ જ ઉપયોગી છે કેટલીક ખેતપેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પડે છે
પાઠ ૧૨. નકશો સમજીએ
[Q - 1]. નીચે આપેલી ખાલી જગ્યાઓને યોગ્ય શબ્દ વડે પૂરો :
(1) મેપા મુન્ડી ......... ભાષાનો શબ્દ છે.
A. લેટિન
(2) નકશાનાં મુખ્ય ......... અંગો છે.
A. ત્રણ
(3) સાંસ્કૃતિક નકશામાં ......... વિગતો દર્શાવેલ હોય છે.
A. માનવસર્જિત
[Q - 2]. નીચે ‘અ' વિભાગની વિગતો સામે 'બ' વિભાગની વિગતોને જોડો :
(1)
અ બ
(1) (a) પોસ્ટઓફિસ
(2) (b) આંતરરાષ્ટ્રીય સીમા
(3) (c) નદી
(4) (d) પ્રમાણમાપ
(5) (e) ઉત્તર દિશા
(f) પોલીસ-સ્ટેશન
Answer
(1 - d),
(2 - a),
(3 - f),
(4 - b),
(5 - c)
[Q - 3]. નીચેનાં વિધાનો સામે યોગ્ય () ની નિશાન કરો :
(1) મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે.
A. ખોટું
(2) નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે.
A. ખરું
(3) ભારત પૃથ્વી પર ઉત્તર-પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે.
A. ખોટું
(4) જુદા-જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે.
A. ખોટું
[Q - 4]. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો :
(1) હેતુ આધારિત નકશાના પ્રકાર લખો.
A. હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે (1) પ્રાકૃતિક નકશા અને (2) સાંસ્કૃતિક નકશા
(2) રૂઢ સંજ્ઞા એટલે શું ?
A. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નનો વપરાય છે (દા.ત. રેલમાર્ગ દર્શાવવા માટે આવી રેખા વપરાય છે) આવાં ચિહ્નનોને ‘રૂઢ સંજ્ઞાઓ’ કહે છે
(3) ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલ છે ?
A. ભારતમાં 6 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે
[Q - 5]. ટૂંકમાં ઉત્તર આપો :
(1) પ્રાકૃતિક અને સાંસ્કૂતિક નકશાનો તફાવત જણાવો.
A. પ્રાકૃતિક નકશા
(1) પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે
(2) આ નકશામાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો, વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિસ્વરૂપો દર્શાવવામાં આવે છે વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનીજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે
સાંસ્કૃતિક નકશા
(1) સાંસ્કૃતિક નકશામાં માનવસર્જિત વિગતોનું આલેખન હોય છે
(2) આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે
(2) માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાનાં બે ઉદાહરણો લખો.
A. પ્રમાણમાપના આધારે નકશાઓ નીચે મુજબ બે પાડવામાં આવે છે
(1) નાના માપના નકશાઓ અને (2) મોટા માપના નકશાઓ
નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વીસપાટી પરના વિશાળ વિસ્તારોને માર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે
નાના માપના નકશાના બે ઉદાહરણો : (1) નકશાપોથીનાં નકશા (Atlas) અને (2) દીવાલે ટાંગવાના નકશા (Wall Maps)
(3) નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણમાપ વિશે લખો.
A. નકશાના મુખ્ય ત્રણ અંગો છે (1) દિશા (2) પ્રમાણમાપ અને (3) રૂઢ સંજ્ઞાઓ
પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વીસપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ
પ્રમાણમાપ 1 સેમી = 100 કિમી એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટિમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે
આકૃતિ દોરો
ઉપર દર્શાવેલ પ્રમાણમાપ ‘0’ (શૂન્ય) પર ‘A’ અને ‘100’ પર ‘B’ લખ્યું છે A અને B વચ્ચે 1 સેમીનું અંતર છે આ પ્રમાણમાપના આધારે કહી શકાય કે નકશામાં બે સ્થળો વચ્ચેનું આંતરિક અંતર 100 કિલોમીટર છે આ રીતે પ્રમાણમાપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે
(4) ભારતના સ્થાન વિશે ટૂંક નોંધ લખો.
A. (1) ભારત ઉત્તર - પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડનું દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે
(2) તે આશરે 8*4’ અને 37*6’ ઉત્તર અક્ષાંશવૃતોની વચ્ચે આવેલો છે
(3) ભારતનો પશ્ચિમ છેડો 68*7’ પૂર્વ રેખાંશવૃત પર અને પૂર્વ છેડો 97*25’ પૂર્વ રેખાંશવૃત પર આવે છે
(4) ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત (23 ½* ઉત્તર અક્ષાંશવૃત) પસાર થાય છે
(5) ભારતના મધ્યભાગમાંથી પસાર થતો 82*5’પૂર્વ રેખાંશવૃતનાં સ્થાનિક સમયને ભારતનો પ્રમાણસમય ગણવામાં આવે છે
(6) ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે તેની પશ્ચિમ અરબ સાગર, દક્ષિણે હિંદ મહાસાગર અને પૂર્વ બંગાળનો ઉપસાગર (બંગાળની ખાડી) છે
(7) ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાલ અને ભૂટાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાંનમાર તથા દક્ષિણે શ્રીલંકા દેશો આવેલા છે
(8) ભારતની ઉતરે હિમાલય પર્વતમાળા આવેલી છે
[Q - 6]. નીચે આપેલ નકશાનું અવલોકન કરી ઉત્તર આપો :
(1) જમ્મુ અને કશ્મીર રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે ?
A. ઉત્તર દિશાએ
(2) મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલ છે ?
A. પૂર્વ દિશાએ
(3) અરુણાચલપ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે ?
A. ઉત્તર - પૂર્વ દિશાએ
(4) કેરલ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે ?
A. કર્ણાટક
(5) ગુજરાતની દક્ષિલ દિશાએ કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે ?
A. ‘દમણ’
પાઠ. ૧૩ ભારત : ભૂપૃષ્ઠ , આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ
[Q - 3]. નીચેનાં વિધાનો સામે યોગ્ય () ની નિશાન કરો :
(1) મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે.
A. ખોટું
(2) નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે.
A. ખરું
(3) ભારત પૃથ્વી પર ઉત્તર-પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે.
A. ખોટું
(4) જુદા-જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે.
A. ખોટું
[Q - 4]. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો :
(1) હેતુ આધારિત નકશાના પ્રકાર લખો.
A. હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે (1) પ્રાકૃતિક નકશા અને (2) સાંસ્કૃતિક નકશા
(2) રૂઢ સંજ્ઞા એટલે શું ?
A. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નનો વપરાય છે (દા.ત. રેલમાર્ગ દર્શાવવા માટે આવી રેખા વપરાય છે) આવાં ચિહ્નનોને ‘રૂઢ સંજ્ઞાઓ’ કહે છે
(3) ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલ છે ?
A. ભારતમાં 6 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે
[Q - 5]. ટૂંકમાં ઉત્તર આપો :
(1) પ્રાકૃતિક અને સાંસ્કૂતિક નકશાનો તફાવત જણાવો.
A. પ્રાકૃતિક નકશા
(1) પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે
(2) આ નકશામાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો, વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિસ્વરૂપો દર્શાવવામાં આવે છે વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનીજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે
સાંસ્કૃતિક નકશા
(1) સાંસ્કૃતિક નકશામાં માનવસર્જિત વિગતોનું આલેખન હોય છે
(2) આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે
(2) માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાનાં બે ઉદાહરણો લખો.
A. પ્રમાણમાપના આધારે નકશાઓ નીચે મુજબ બે પાડવામાં આવે છે
(1) નાના માપના નકશાઓ અને (2) મોટા માપના નકશાઓ
નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વીસપાટી પરના વિશાળ વિસ્તારોને માર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે
નાના માપના નકશાના બે ઉદાહરણો : (1) નકશાપોથીનાં નકશા (Atlas) અને (2) દીવાલે ટાંગવાના નકશા (Wall Maps)
(3) નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણમાપ વિશે લખો.
A. નકશાના મુખ્ય ત્રણ અંગો છે (1) દિશા (2) પ્રમાણમાપ અને (3) રૂઢ સંજ્ઞાઓ
પ્રમાણમાપ એટલે નકશા પરના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વીસપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ
પ્રમાણમાપ 1 સેમી = 100 કિમી એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટિમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે
આકૃતિ દોરો
ઉપર દર્શાવેલ પ્રમાણમાપ ‘0’ (શૂન્ય) પર ‘A’ અને ‘100’ પર ‘B’ લખ્યું છે A અને B વચ્ચે 1 સેમીનું અંતર છે આ પ્રમાણમાપના આધારે કહી શકાય કે નકશામાં બે સ્થળો વચ્ચેનું આંતરિક અંતર 100 કિલોમીટર છે આ રીતે પ્રમાણમાપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે
(4) ભારતના સ્થાન વિશે ટૂંક નોંધ લખો.
A. (1) ભારત ઉત્તર - પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડનું દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે
(2) તે આશરે 8*4’ અને 37*6’ ઉત્તર અક્ષાંશવૃતોની વચ્ચે આવેલો છે
(3) ભારતનો પશ્ચિમ છેડો 68*7’ પૂર્વ રેખાંશવૃત પર અને પૂર્વ છેડો 97*25’ પૂર્વ રેખાંશવૃત પર આવે છે
(4) ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત (23 ½* ઉત્તર અક્ષાંશવૃત) પસાર થાય છે
(5) ભારતના મધ્યભાગમાંથી પસાર થતો 82*5’પૂર્વ રેખાંશવૃતનાં સ્થાનિક સમયને ભારતનો પ્રમાણસમય ગણવામાં આવે છે
(6) ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે તેની પશ્ચિમ અરબ સાગર, દક્ષિણે હિંદ મહાસાગર અને પૂર્વ બંગાળનો ઉપસાગર (બંગાળની ખાડી) છે
(7) ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાલ અને ભૂટાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાંનમાર તથા દક્ષિણે શ્રીલંકા દેશો આવેલા છે
(8) ભારતની ઉતરે હિમાલય પર્વતમાળા આવેલી છે
[Q - 6]. નીચે આપેલ નકશાનું અવલોકન કરી ઉત્તર આપો :
(1) જમ્મુ અને કશ્મીર રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે ?
A. ઉત્તર દિશાએ
(2) મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલ છે ?
A. પૂર્વ દિશાએ
(3) અરુણાચલપ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે ?
A. ઉત્તર - પૂર્વ દિશાએ
(4) કેરલ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે ?
A. કર્ણાટક
(5) ગુજરાતની દક્ષિલ દિશાએ કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે ?
A. ‘દમણ’
પાઠ. ૧૪ વિવિધતા માં એકતા
[Q - 1]. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :
(1) દેશમાં કઈ-કઈ ભાષાઓ બોલાય છે ?
A. આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે.
(2) આપણા દેશના લોકો કયા-કયા ધર્મો પાળે છે ?
A. આપણા દેશના લોકો હિંદુ, ઈસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્તી, યહૂદી વગેરે ધર્મો પાળે છે.
(3) આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે ?
A. આપણો દેશ ધર્મ, ભાષા, જાતી, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાન-પાન, તહેવાર, પોશાક, રૂપ-રંગ, રહેઠાણ, માન્યતા, રીતિરિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત ભુપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધવાળો બન્યો છે.
(4) રાષ્ટ્રીય એકતા કોને કહેવાય ?
A. વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સમ્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે છે તેમજ એકતાની લાગણીઓ સમાનભાવે અનુભવે તેને ‘રાષ્ટ્રીય એકતા’ કહેવાય.
[Q - 2]. ટૂંકમાં ઉત્તર આપો :
(1) લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા
A. ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા, અનેક જ્ઞાતિઓના લોકો વસે છે. ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણીકરણી, રીતિરીવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે. આમ, છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે वसुधैव कुटुम्बकम् । સમગ્ર વિશ્વ એક કુંટુંબ છે. એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
વિવિધતામાં એકતા
દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આમ, વિવિધતામાં એકતા એ આપણા દેશની, આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે.
(2) વિવિધતા અને સમાનતાના પ્રયાસો
A. વિવિધતા :- આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતી, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાન-પાન, તહેવાર, પોશાક, રૂપ-રંગ, રહેઠાણ, માન્યતા, રીતિરિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભુપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે. આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર- ગરીબ, છોકરા - છોકરી, સાક્ષર - નિરક્ષર, શહેરી - ગ્રામીણ, ઊંચ - નીચ જ્ઞાતિઓ વગેરે ભેદભાવો જોવા મળે છે. આપણી પ્રારંભિક સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત હતી. તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા. તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્દભવ્યા હતા. શિક્ષિત લોકોનું જીવનધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન સામાન્ય હોય છે. આમ, બંને વર્ગોના જીવનધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભા થયા છે. આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે. પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવનધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થયા છે.
સમાનતાના પ્રયાસો :-
(1) દેશના બંધારણના આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. (2) બંધારણે સમાનતાના મૂળભૂત હક સૌ નાગરિકોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યા છે. (3) મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. (4) લોકોના સામુહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પુરી પડી છે. (5) લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાઓ મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે. (6) સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં તથા ગ્રામ પંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં અનામત પ્રથા અમલી બનાવવામાં આવી છે. (7) વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
ઉપર દર્શાવેલી સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે.
[Q - 3]. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) આઝાદી પછીનાં વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે.
A. ખરું
(2) આપણો દેશ શહેરોનો બનેલો છે.
A. ખોટું
(3) ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી.
A. ખોટું
[Q - 4]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) છોકરા-છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો.
A. (1) સ્ત્રી - પુરુષોમાં જૈવિક ભિન્નતા છે. તેથી છોકરા - છોકરી ના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. (2) આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળઉછેરનું જ કામ કરે. (3) કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. (4) દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, અભ્યાસ અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે (5) કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા - ફરવામાં અને વ્યવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. (6) છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે. (7) સમાજમાં પુત્ર - જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી-ભ્રૂણહત્યાનો ભોગ બનવું પડે છે. (8) વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે.
(2) ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવો.
A. (1) ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ‘ધાર્મિક સ્વાતંત્ર્યનો’ નો મૂળભૂત હક આપ્યો છે. (2) આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ, કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. (3) ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. (4) રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ નીચું કે ઊંચું નથી (5) ભારતમાં દરેક નાગરિકોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. (6) ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. (7) ભારતના બંધારણમાં ‘સર્વધર્મ - સમદ્રષ્ટિ’ અને ‘સર્વધર્મ - સમભાવ’ નો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.
આથી, કહી શકાય કે, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.
[Q - 5]. ખાલી જગ્યા પુરો :
(1) મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ......... ભાષા બોલે છે.
A. મરાઠી
(2) પંજાબના લોકો ......... નૃત્ય માટે જાણીતા છે.
A. ભાંગડા
(3) મહાવીર જયંતીનો ઉત્સવ ......... ધર્મ સાથે સંકળાયેલો છે.
A. જૈન
(4) ભારતમાં ......... રાજ્યના રાસ-ગરબા જાણીતા છે.
A. ગુજરાત
પાઠ. ૧૫.સરકાર
[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) સરકારની જરૂર શા માટે છે ?
A. (1) દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોને અમલ કરવા માટે સરકારની જરૂર છે. (2) દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મુકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે. (3) સરકારે બનાવેલ કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે. (4) લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકાર જ લોકકલ્યાણનાં કર્યો કરે છે.
આમ, દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર છે.
(2) સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા-કયા છે ?
A. સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે. (1) લોકશાહી સરકાર (2) સામ્યવાદી સરકાર અને (3) રાજાશાહી સરકાર.
(3) દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે ?
A. દુનિયામાં સરકારના મુખ્યત્વે ચાર પ્રકાર જોવા મળે છે. (1) લોકશાહીસરકાર (2) સામ્યવાદી સરકાર (3) સરમુખત્યારશાહી સરકાર અને (4) રાજાશાહી સરકાર.
(4) આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે ?
A. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસનવ્યવસ્થા છે.
[Q - 2]. યોગ્ય જોડકાં જોડો :
(1) અ બ
(1) રાજ્ય સરકાર (a) એક જ વ્યક્તિ શાસન કરે છે.
(2) સ્થાનિક સરકાર (b) સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે.
(3) રાષ્ટ્રીય સરકાર (c) ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે.
(4) રાજાશાહી સરકાર (d) સમગ્ર રાજયમાં કાર્યભાર સંભાળે છે.
A. (1 - d)
(2 - c)
(3 - b)
(4 - a)
[Q - 3]. યોગ્ય કારણ આપો :
(1) લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.
A. અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. લોકશાહી એટલે લોકોનું, લોકોમાટેનું અને લોકો વડે ચાલતું તંત્ર (Government of the people, for the people and by the people) લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે. એ સરકારે લોકોની ઈચ્છા (લોકમત) અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે. જો, સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી. આમ, લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે, લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.
(2) લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી.
A. રાજાશાહીમાં વ્યક્તિકેન્દ્રી શાસન હોય છે. તેમાં રાજાનું પદ વારસાગત હોય છે. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક છૂટવાનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં સર્વ સતા રાજાના હાથમાં હોય છે. તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે. રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે. તેથી રાજાશાહીમાં લોકોના અધિકારી જળવાતા નથી.
(3) સરકાર કાયદામાં ફેરફાર કરે છે.
A. લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને, લોકોની ઈચ્છા - લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં, સરકારે અમલમાં મુકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે.
[Q - 4]. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે.
A. ખરું
(2) રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે.
A. ખરું
(3) અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે.
A. ખરું
પાઠ ૧૬. સ્થાનિક સરકાર
[Q - 1]. ખાલી જગ્યા પૂરો :
(2) ગ્રામપંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ......... ની નિમણુક કરવામાં આવે છે.
A. તલાટી-કમ-મંત્રી
(3) તાલુકાના વહીવટી વડાને ......... કહે છે.
A. તાલુકા વિકાસ અધિકારી
(4) સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ......... પંચાયત છે.
A. જિલ્લા
(5) ગ્રામપંચાયત વિસ્તારમાં વર્ષમાં ઓછામાં ઓછું ........ વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે.
A. બે
(1) આપણે પંચાયતીરાજ્યનું ......... સ્તરનું માળખું સ્વીકારેલ છે.
A. ત્રણ
[Q - 2]. ટૂંકમાં ઉત્તર લખો :
(1) મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે ?
A. મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે.
(2) જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે ?
A. જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે.
(3) મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે ?
A. મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકાના વહીવટી વડા ગણવામાં આવે છે.
(4) મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે ?
A. મહાનગરપાલિકામાં 50 ટકા મહિલા અનામત સભ્યો હોય છે.
(5) મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદત માટે રહી શકે છે ?
A. મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે રહી શકે છે.
[Q - 3]. ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર આપો :
(1) ગ્રામપંચાયતનાં કાર્યો જણાવો.
A. ગ્રામપંચાયતના કાર્યો આ પ્રમાણે છે :- (1) ગામના દરેક ઘરને નંબર આપવા (2) ઘરવપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી (3) ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા (4) ગામના રસ્તાઓની સફાઈ તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી (5) જાહેર મિલકતોની જાળવણી કરવી (6) ગામમાં આરોગ્યવિષયક સગવડો ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો (7) ગામમાં દીવાબત્તી (લાઈટ) ની વ્યવસ્થા કરવી (8) ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા ઊભી કરવી તેમજ એ શિક્ષણ માટે જનજાગૃતિ અને ફેલાવો કરવો (9) ગ્રામ વિકાસનું આયોજન કરવું (10) ગામના ખેતરોના પાકોની સંભાળ રાખવી તેમજ ગૌચરની જાળવણી કરવી (11) જમીન - દફતરની જાળવણી કરવી (12) જન્મ - મરણનું રજિસ્ટર રાખવું અને તેમાં નોંધ કરવી.
(2) સ્થાનિક સરકાર એટલે શું ? સમજાવો.
A. પંચાયતી રાજમાં સ્થાનિક સરકાર
(1) ગ્રામીણ પ્રશાસન
(i) ગ્રામ પંચાયત
(ii) તાલુકા પંચાયત
(iii) જિલ્લા પંચાયત
(2) શહેરી પ્રશાસન
(i) નગરપાલિકા
(ii) મહાનગરપાલિકા
સ્થાનિક કક્ષાએ લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિએ તે સંસ્થાનો વહીવટ કરે છે. તેને ‘સ્થાનિક સ્વરાજ્ય’ કહેવામાં આવે છે. આ પ્રકારની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે. ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્વરાજ્યની સરકાર છે.
(3) તલાટી કમ-મંત્રી કયાં-કયાં કાર્યો કરે છે ?
A. તલાટી-કમ-મંત્રી આ કર્યો કરે છે. (1) તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે. (2) તે કરવેરાની વસુલાત કરે છે. (3) તે ગ્રામપંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે. (4) તે ગ્રામપંચાયતના કરે છે.
[Q - 4]. ટૂંક નોંધ લખો :
(1) મહાનગરપાલિકાનાં કાર્યો વિગતે લખો.
A. મહાનગરપાલિકાના મુખ્ય કર્યો નીચે પ્રમાણે છે.
(1) જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી. (2) શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પડવું (3) ગંદા પાણીના તેમજ વરસાદી પાણીના નિકાલ માટેના ગટરયોજનાની વ્યવસ્થા કરવી (4) શહેરમાં સાફસફાઈ કરવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો (5) પાકા રસ્તાઓ તૈયાર કરાવવા, સમરાવવા અને તેમને સ્વચ્છ રાખવા (6) શહેરના રસ્તાઓ પર દીવાબત્તી (સ્ટ્રીટ લાઈટ) ની વ્યવસ્થા કરવી (7) પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો (8) આગ બુઝાવવા માટેનું તંત્ર (ફાયર બ્રિગેડ) ઊભું કરવું (9) જન્મ-મરણ તેમજ લગ્નની નોંધ રાખવી (10) ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી (11) જાહેર દવાખાના, ઈસ્પિતાલો, પુસ્તકાલયો, ક્રીડાંગણો, બાગબતી માં વગેરે બાંધવા અને તેમનું સંચાલન કરવું.
(2) સામાજિક ન્યાય સમિતિ
A. ત્રણેય પંચાયતોના સમાજના નબળા વર્ગોને શિક્ષણ સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરવા ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિમાં પાંચ સભ્યો હોય છે. પંચાયતીરાજના ત્રણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજીયાત છે. આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગના લોકોને ન્યાય આપવાનું છે.
(3) પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા
A. (1) કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે. (2) તે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ કામગીરી બજાવે છે. (3) તે જિલ્લા સ્તરે બધા વિભાગોના કામોનું સંકલન અને સંચાલન કરે છે (4) તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે. (5) તે ગ્રામપંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે છે (6) તે ગ્રામપંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરે છે (7) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીકને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કલેક્ટર કરે છે.
ખરેખર પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખુબ જ મહત્વની છે.
પાઠ.૧૭ જીવનનિર્વાહ
[Q - 1]. ખાલી જગ્યા પૂરો :
(2) ઔદ્યોગિક રોજગારી ......... માં વધુ મળી રહે છે.
A. શહેર
(1) ગામડામાં મોટે ભાગે સૌ ......... કામ સાથે જોડાયેલ હોય છે.
A. ખેતી
[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તરો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપો :
(1) ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતાં જોવા મળે છે ?
(A) સરકારી નોકરી
(B) [✓] ખેતી
(C) ઉધોગ
(D) બધું જ સાચું
(2) શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે ?
(A) પાસેના ગામથી
(B) અન્ય રાજ્યથી
(C) અન્ય શહેરથી
(D) [✓] બધું જ સાચું
[Q - 3]. એક - બે વાક્યોમાં ઉત્તર આપો :
(1) ખેતી કે ખેતમજુરી કરતાં લોકો ક્યાં જોવા મળે છે ?
A. ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મુખ્યત્વે ગામડામાં જોવા મળે છે.
(2) રોડ ઉપર ક્યા કયા રોજગાર કરતાં વ્યક્તિ જોવા મળે છે ?
A. શહેરોમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાઈકલના પંક્ચર અને તેની મરમ્મત કરનાર, બૂટપોલિશ કરનાર, સોડા-શરબત વેચનાર, કરિયાણું વેચનાર, હેરકટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાઈકલ પર સફાઈના સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે.
(3) કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે ?
A. શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે.
[Q - 4]. ટૂંક નોંધ લખો :
(1) ગ્રામીણ જીવનનિર્વાહ
A. (1) ગામડાની મોટી સંખ્યાના લોકો ખેતી, ખેત-મજૂરી અને પશુપાલન કરીને જીવનનિર્વાહ કરે છે. (2) ઘણા લોકો દરજીકામ, સુથારીકામ, લુહારીકામ, સોનીકામ, ધોબીકામ, માટલા અને ઈંટો બનાવવાનું કામ, રીપેરીંગ કામ, માછલાં પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે. (3) ગામડામાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજીની, કાપડની/કપડાંની, ચા-નાસ્તાની, ખાતર અને બિયારણોની વેચાણની વગેરે દુકાનો ધરાવે છે. (4) ગામડામાં કેટલાક ખેતમજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવનનિર્વાહ કરે છે. (5) ગામડાની કેટલીક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ-મજુર તરીકે તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. (6) ગામડાના કેટલાક લોકો નિયમિત રીતે ગામડામાંથી દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવનનિર્વાહ કરે છે.
(2) શહેરી જીવનનિર્વાહ
A. (1) શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવનનિર્વાહ કરે છે. (2) શહેરના બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે. તેમાં દુકાનદારો, સેલ્સમેનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે (3) શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજુર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. (4) શહેરમાં ઘણા લોકો ફેકારીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે (5) શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા-કોલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે તેમજ નાની-મોટી ઓફિસમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને જીવનનિર્વાહ કરે છે.
(3) શહેરમાં છૂટક રોજગારી
A. (1) શહેરમાં હજારો લોકો છૂટક મજુર તરીકે કામ કરે છે. દા.ત., ‘કડિયાનાકા’ પર મજૂરો પોતાના ઓજારો સાથે બેસે છે. કોન્ટ્રાકટરો અહીં આવીને તેમને કામ પર લઈ જાય છે. (2) શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરો તરીકે ફેકટરીઓમાં કામ કરીને રોજગારી મેળવે છે. (3) શહેરમાં અનેક લોકો ખાનપાનની એનેક પ્રકરની વસ્તુઓ બનાવવાનું મજૂરીકામ કરીને રોજગારી મેળવે છે. દા.ત., ચોકલેટ, આઈસ્ક્રીમ, સ્વીટ્સ, ફરસાણ વગેરે બનાવવા (4) શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયો કરીને સ્વરોજગારી મેળવે છે. દા.ત. ભાડું લઈને રીક્ષા અને મોટરકાર ચલાવવી, દરજીકામ કરવું, બૂટપોલિશ કરવા, સાઈકલના પંક્ચર અને તેની મરમ્મત કરવા વગેરે.
(4) પશુપાલન અને ખેતમજૂરી
A. ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવનનિર્વાહ કરે છે. નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ પાળે છે. તેઓએ પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળીમાં આપે છે. દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિનખેતીના ચારેક મહિના સુધી જીવન જીવી શકે છે.
આપણા દેશના ગ્રામીણ કુટુંબોમાં લગભગ 40�કુટુંબો ખેતમજૂરો છે. તેઓ જમીન વિહોણા છે. તેઓ ખેતમજુરો તરીકે મોટા ખેડૂતોના ખેતરોમાં વાવણી, નિંદામણ, લણણી, કાપણી જેવા મજૂરીના કામો કરે છે. કેટલાક મજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે. ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ ખેતરોમાં કામ મળે છે. બાકીના સમયમાં તેઓ બેકાર બેસી રહેવું પડે છે. કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે.
[Q - 5]. જોડકાં જોડો :
(1) અ બ
(1) ખેતમજૂરી (a) કાયમી કામ મળી રહે છે.
(2) કૌશલ્ય આધારે કામ (b) એક કરતાં વધુ રીતે કમાઈ શકાય છે.
(3) ઔદ્યોગિક રોજગારી (c) બારેમાસ કામ ન પણ મળે.
Answer
(1 - c)
(2 - b)
(3 - a)