પાઠ 1.ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના
પાઠ 2.ભારતમાં બ્રિટિશ શાસન ( ઇ.સ .1757 થી ઇ.સ. 1857 )
પાઠ 3.ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ
પાઠ 4.અંગ્રેજ સમયનાં શહેરો , ગૃહઉધોગો અને ઉધોગો
પાઠ 5.અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા
પાઠ 6.સ્વાતંત્ર્ય - ચળવળો ( ઇ.સ. 1870 થી ઇ.સ .1947 )
પાઠ 7.આધુનિક ભારતમાં કલા
પાઠ 8.સ્વતંત્રતા પછીનું ભારત
પાઠ 9.સંસાધન
પાઠ 10.ખનીજ અને ઊર્જા - સંસાધન
પાઠ 11.ખેતી
પાઠ 12.ઉધોગ
પાઠ 13.માનવ - સંસાધન
પાઠ 14.આપત્તિ - વ્યવસ્થાપન
પાઠ 15.ભારતીય બંધારણ
પાઠ 16.સંસદ અને કાયદો
પાઠ 17.ન્યાયતંત્ર
પાઠ 18.સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા
પાઠ 19.સામાજિક - આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા





પાઠ 1.ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના


[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.

(1) યુરોપનાં કયાં - કયાં રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી ?
A. યુરોપના - પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવાં રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી.


(2) યુરોપની પ્રજાને ભારતીય મરીમસાલાની ખૂબ આવશ્યકતા શાથી હતી ?
A. યુરોપની પ્રજા મહદંશે માંસાહારી હોઈ માંસ સાચવવા ભારતીય મરીમસાલાની ખૂબ આવશ્યકતા હતી.


(3) કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી ?
A. બકસરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી.


(4) કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ ?
A. 1733ના નિયામકધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ.




[Q - 2]. (અ) ટૂંક નોંધ લખો : 

(1) પ્લાસીનું યુદ્ધ
A. કલકત્તા (કોલકાતા) માં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ (ચેન્નઈ) પહોંચ્યા.અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા (કોલકાતા) મોકલી. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા (કોલકાતા) અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો જેમાં લાંચ મુખ્ય હતી. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીરજાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. સાથે - સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. માર્ચ, 1757 માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન, 1757 ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ ‘ પ્લાસી ’ નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો પરંતુ મીરજાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મીરજાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ - ઉદ્ - દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણાં વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા. એટલું જ નહિ ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો. જે ઈ.સ. 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું.



(2) બકસરનું યુદ્ધ
A. બંગાળના નવાબ મીરકાસીમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી. જ્યારે કંપનીની સેના 7072 ની હતી. મૅજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ (22 ઑક્ટોબર, 1764) થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દૃઢ બન્યો. એકસાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા (ઓડિશા) ના દીવાની અધિકારો પ્રાપ્ત થયા એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી.


(3) અંગ્રેજ–મરાઠાયુદ્ધ
A. અઢારમી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈ.સ. 1761 માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોને સત્તા સોંપી. આ રાજવંશો પેશવા (સર્વોચ્ચ મંત્રી) ના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફડરેશી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો તેનું મુખ્ય મથક પૂણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાંક યુદ્ધો થયાં.

પ્રથમ યુદ્ધ (ઈ.સ. 1775 થી ઈ.સ. 1782) માં સાલબાઈની સંધિ (ઈ.સ. 1782) થઈ. બંનેએ એકબીજાનાં ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું, કોઈની હાર - જીત ન થઈ.

દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ (ઈ.સ. 1803 - ઈ.સ. 1805 માં) થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્લીનાં ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યાં.

તૃતીય: અંગ્રેજ - મરાઠા યુદ્ધમાં (ઈ.સ. 1817 - ઈ.સ. 1819) મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પૂણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ, સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ.


(4) મૈસૂર–વિગ્રહ
A. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત (ઈ.સ. 1761) પછી મૈસૂર હૈદરઅલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદરઅલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી, શસ્ત્રસજ્જ કર્યું. અંગ્રેજો હૈદરઅલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે ચાર મૈસૂર - વિગ્રહો થયા. (ઈ.સ. 1767-69, ઈ.સ. 1780-84, ઈ.સ. 1790-92 અને ઈ.સ. 1799). આ યુદ્ધ પૈકી પ્રથમ બે યુદ્ધો હૈદરઅલી સાથે થયેલાં અને બીજાં બે યુદ્ધો હૈદરઅલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલાં.

1. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહિ.

2. દ્વિતીય મૈસૂર - વિગ્રહ સમયે ઈ.સ. 1782 માં હૈદરઅલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ.

3. તૃતીય મૈસૂર - વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ.

4. ચતુર્થ મૈસૂર - વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દઢ બનાવ્યું.

આમ અંગ્રેજોએ મૈસૂર રાજય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી.


[Q - 2]. (બ) નીચેના પ્રશ્નોના ઉત્તર લખો

(1) યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો.
A. કારણકે સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. ભારત હંમેશાં વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેનાં કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. ઈ.સ. 1453 માં તુર્કોએ કૉસ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. તુર્કોએ કૉસ્ટેન્ટિનોપલ જીતી લેતાં યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરીમસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરીમસાલા, તેજાના, ગળી, સૂરોખાર, ઇમારતી લાકડાં, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતાં. યુરોપની પ્રજા મહદંશે માંસાહારી હોઈ માંસ સાચવવા ભારતીય મરીમસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી, સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીનમાર્ગે થતો વેપાર બંધ થતાં યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી.


(2) બ્રિટિશ પોલીસતંત્ર વિશે મુદાસર નોંધ લખો.
A. – લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસતંત્ર હતું.
– જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી.
– પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી.
– જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક (DSP) ની નિમણૂક કરી હતી.
– વિભિન્ન જગ્યાએ પોલીસસ્ટેશનની શરૂઆત કરાવી તેના પર એક ફોજદારની નિમણૂક કરી.
– ગામડાંમાં ચોકીદારની નિમણૂક થતી.
– પોલીસતંત્રમાં પણ ઉચ્ચ હોદાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીયો સિપાહી (કોંસ્ટેબલ) કક્ષાએ કામ કરતા હતા.



(3) "ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે." મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો.
A. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહિ, અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો.એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું મહાત્મા ગાંધીએ લખ્યું છે કે, ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે.


(4) દ્વિતીય અંગ્રેજ - મરાઠા યુદ્ધનાં પરિણામો જણાવો.
A. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ (ઈ.સ. 1803 - ઈ.સ. 1805 માં) થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્લીનાં ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યાં.






[Q - 3]. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો.

(3) ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો ?
(A) ડેલહાઉસી
(B) વેલેસ્લી
(C) ક્લાઇવ
(D) [✓] વોરન હેસ્ટિંગ


(1) ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ?
(A) દમણ
(B) [✓] ગોવા
(C) દાદરા અને નગરહવેલી
(D) –


(2) ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી ?
(A) અંગ્રેજ
(B) ફ્રેન્ચ
(C) [✓] ડચ (વલંદા)
(D) ડેનિશ






[Q - 4]. પ્રવૃત્તિ:

(1) તમારા શિક્ષક પાસેથી ‘ અમેરિકન ક્રાંતિ ’ વિશે વધારે વિગતો જાણો.
A. અમેરિકન ક્રાંતિ 1775 અને 1783 ની વચ્ચે લડવામાં આવી હતી, અને બ્રિટિશ શાસન સાથે વસાહતી દુઃખ વધી જવાનો પરિણામ હતું. અમેરિકન ક્રાંતિ દરમિયાન, અમેરિકન દળોએ સંસાધનોની અછતથી સતત આકરા પ્રહાર કર્યા હતા, પરંતુ નિર્ણાયક જીતો જીતવામાં સફળ થયા, જેના કારણે ફ્રાન્સ સાથે જોડાણ થયું. અન્ય યુરોપીયન દેશોની લડાઇમાં જોડાવાથી, આ સંઘર્ષ પ્રકૃતિમાં વધુને વધુ વૈશ્વિક બની હતી જેના કારણે બ્રિટીશને ઉત્તર અમેરિકાથી સ્ત્રોતોને દૂર કરવાની ફરજ પડી હતી. યોર્કટાઉન ખાતે અમેરિકન વિજય બાદ, અસરકારક રીતે અંત લડ્યો અને યુદ્ધ 1783 માં પેરિસની સંધિ સાથે પૂર્ણ થયું. આ સંધિએ બ્રિટનને અમેરિકન સ્વતંત્રતા તેમજ નિર્ધારિત સરહદો અને અન્ય અધિકારોને ઓળખી કાઢ્યા હતા.










પાઠ 2.ભારતમાં બ્રિટિશ શાસન ( ઇ.સ .1757 થી ઇ.સ. 1857 )



[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.
(1) મીરજાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો ?
A. મીરજાફરને હટાવીને અંગ્રેજોએ મીરકાસીમને બંગાળનો નવાબ બનાવ્યો હતો.


(2) ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી ?
A. ભારતમાં ગવર્નર જનરલ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી.


(3) કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ?
A. બકસર યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી હતી.


(4) રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા ?
A. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મૂનરો હતા.




[Q - 2]. (અ) ટૂંક નોંધ લખો:
(1) બિરસા મુંડા
A. બિરસા મુંડાનો જન્મ 15 મી નવેમ્બર, ઈ.સ.1875 માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કમી મુન્ડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટાં - બકરાં ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. જો કે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ (બહારથી આવેલા) વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જનોઈ ધારણ કરી હતી. તેમજ વૈષ્ણવધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા હતા.

અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી. જેના વિરોધમાં ઈ.સ. 1895 માં વ્યાપક આંદોલન ‘ ઉલગુલાન'નું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. દક્ષિણ બિહારમાં છોટાનાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઈલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓનો એવો દાવો હતો કે, છોટાનાગપુર તેમનું છે. કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેઠ કરાવે છે.

અંગ્રેજોએ રાજવહીવટને અડચણરૂપ આ ચળવળમાં ધૃણાનું પ્રમાણ ઓછું અને વિકાસનું બનવાનો ખોટા આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ પ્રમાણ વિશેષ હતું. ઈ.સ. 1895 માં કરવામાં આવી. બે વર્ષ બાદ ઈ.સ. 1897 માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. એમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસારાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈ.સ. 1900 માં બિરસા મુંડાનું અવસાન થયું હતું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા મોકળું મેદાન મળી ગયું.


(2) રૈયતવારી પદ્ધતિ
A. ઓગણીસમી સદીની શરૂઆતમાં ઈ.સ. 1820 માં મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મૂનરો હતા. તે સમયે તેઓ મદ્રાસ (ચેન્નઈ) ના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેનાં કારણો આ મુજબ હતાં

(1) જમીનનું વધારે પડતું મહેસૂલ

(2) સરકાર ઇચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી.

(3) કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તોપણ તૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું.


(3) મહાલવારી પદ્ધતિ
A. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર - પશ્ચિમ પ્રાંત અને થૉમસ મૂનરો મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈ.સ. 1872 માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. બ્રિટિશ મહેસૂલી દફતર (રેકર્ડ) માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દપ્રયોગ થતો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહિ પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન - વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયતતા અને સાતત્ય છિન્નભિન્ન થયાં.


[Q - 2]. (બ) નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું ?
A. – આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું.

– જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો.

– જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી.

– જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડયું.

– જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા.

– સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને ‘ અન્નભંડાર ' તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું.


(2) અઢારમી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી ?
A. અઢારમી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ નીચે મુજબની હતી તેનો વિગતે અભ્યાસ કરીએ.

રેશમની ખેતી-અઢારમી સદીના સમયગાળા દરમિયાન પ્રવૃત્તિ ઇંગ્લૅન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઈટાલીમાંથી આવતું હતું. જો દુનિયાના નકશાની મદદથી કૅરેબિયન દેશોનાં બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને સ્થાન શોધો. ઈટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમેતેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ ઓગણીસમી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતાં રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી.

ગળીની ખેતી-ઈ.સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કૅરેબિયન દેશોમાંથી મેળવતા હતા. પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા.ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી : (1) ‘ નિજ ' અને (2) રૈયતી '. નિજ પ્રથામાં ઉત્પાદકો પોતાનાં હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી ’ પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા. ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા. કંપનીના શાસકો તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી.

કપાસ અને અન્ય ખેતી-કંપની ખેડૂતોને તે વખતે બજારભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્ત્વના વેપારીપાકો હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારીપાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુ ને વધુ ગરીબ બનતા હતા.


(3) યુરોપિયન દેશમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી ?
A. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈ.સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કૅરેબિયન દેશોમાંથી મેળવતા હતા પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી.


(4) અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો.
A. – કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા.

– જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલ હતા.

– ઋતુ અનુસાર તેઓ ઘેટાંબકરાંનું કે ગાય - ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા ઓડિશાનાં જંગલોમાં રહેતા

– ખાંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા.

– જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારમાં વેચતા હતા.

– ખાંડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડાં કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાંના રંગકામ માટે કુસુંબી અને પલાશનાં ફૂલોનો ઉપયોગ કરતા હતા.

– આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. (1)સ્થળાંતરીય ખેતી અને (2) સ્થાયી ખેતી.

– કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા.

– જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેની રાખને જમીનમાં પાથરી નાખતા. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી.

– એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા આથી તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી.

આવી વિવિધ પ્રવૃતિઓ કરતા હતા.




[Q - 3]. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો.
(4) આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઇચ્છતા હતા ?
(A) [✓] બિરસા મુંડા
(B) ઠક્કરબાપા
(C) જુગતરામ દવે
(D) આમાંથી એક પણ નહિ.


(1) ભારતમાં ગળી - ઉત્પાદનની કેટલી પ્રથા હતી ?
(A) એક
(B) [✓] બે
(C) ત્રણ
(D) સંખ્યાબંધ


(2) ઈ.સ. 1820 માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી ?
(A) કલકત્તા (કોલકાતા) અને મુંબઈ
(B) [✓] મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ)
(C) દિલ્લી અને કલકત્તા(કોલકાતા)
(D) કલકત્તા (કોલકાતા) અને મદ્રાસ (ચેન્નઈ)


(3) ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો ?
(A) મુંડા
(B) કોલ
(C) [✓] સંથાલ
(D) કોયા



















પાઠ 3.ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ





[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.
(1) ઈ.સ. 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે ?
A. મંગલપાંડે 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ ગણાય છે.


(2) ભારતમાં હિંદુ - મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી ?
A. ભારતમાં હિંદુ - મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ “ભાગલા પાડો અને રાજ કરોની” નીતિ અપનાવી હતી.


(3) ઓખામંડળ વિસ્તારમાં કોણે - કોણે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો ?
A. જોધા માણેક અને મુળુ માણેકે ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો.


(4) ગુજરાતમાં ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે કયાં - કયાં સ્થળો જોડાયેલાં છે ?
A. ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે જોડાયેલાં સ્થળો છે.




[Q - 2]. (અ) ટૂંક નોંધ લખો
(1) ઈ.સ. 1857 સંગ્રામનાં આર્થિક કારણો
A. – ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું.

– તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો.

– તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા.

– તેમને જે જરૂરી માલ હતો જેમકે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી.

– સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું.

– અંગ્રેજોની અન્યાયી જકાતનીતિને કારણે ખેડૂતવર્ગ બરબાદ થઈ ગયો.

– ભારતના અનેક મહાન વેપારીમથકોનો અંગ્રેજોએ નાશ કરી નાંખ્યો.

– આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુ : ખમાં વધારો કર્યો.

– અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા.

– ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા કારીગરી એ બધું જ નાશ પામ્યું. જેથી ઈ.સ. 1857 નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો.


(2) ઈ.સ. 1857 સંગ્રામની નિષ્ફળતાનાં કારણો
A. ઈ.સ. 1857 સંગ્રામની નિષ્ફળતાનાં કારણો મુખ્યત્વે નીચે મુજબના ત્રણ છે.

1. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ : ઈ.સ. 1857 ના સંગ્રામના ઘણાબધા નેતાઓ હતા જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. વળી, તેમની પાસે શિસ્ત પત્ર ન હતી. સંગ્રામના મુખ્ય નેતા બહાદુરશાહ અત્યંત વૃદ્ધ હતા. જુદી - જુદી જગ્યાએ જુદા - જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા. એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું.

2.અંગ્રેજોની લશ્કરી તાકાત : ઈ.સ. 1857 ના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતાં અંગ્રેજો પાસે આધુનિક લશકરી શસ્ત્ર - સરંજામ, રેલવે અને તાર - વ્યવસ્થા હતાં. શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો. દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. જ્યારે સંગ્રામ કરતાં નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતાં કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું.

3.અન્ય કારણો : મોટા ભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા, એટલું જ નહિ હૈદરાબાદ, કશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો. શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો.



[Q - 2]. (બ) નીચેના પ્રશ્નોના ઉત્તર લખો
(1) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્યસંગ્રામ માટેનાં જવાબદાર કારણો વિશે નોંધ લખો.
A. ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્યસંગ્રામ માટેનાં મુખ્ય જવાબદાર કારણો નીચે મુજબના છ છે.

1.રાજકીય કારણ : આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું. ઈ.સ. 1757 ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી.

તેમણે મૈસૂર - વિગ્રહો કરી, ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું. ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુઘલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોરને એક પછી એક હરાવી દીધા.

મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈ.સ. 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા. જે દેશી રજવાડાં બચ્યાં હતાં તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધાં હતાં. એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી જેમાં ભારતીયોનું શોષણ થતું હતું તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું.
ડેલહાઉસીએ એક આક્રમક ખાલસાનીતિ દ્વારા સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધાં. એટલું જ નહિ તેણે પેશ્વા, નાનાસાહેબ અને અન્ય રાજાઓને અપાતાં પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી હતી. પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામનું કારણ બન્યો.

૨.વહીવટી કારણ : કંપનીના વહીવટીતંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું. ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી. વળી, અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાંખ્યા હતા.
ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસતંત્ર નિષ્ક્રિય હતું.
વળી, ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો. આ બધી બાબતોએ ઈ.સ. 1857 ના સંગ્રામને ઇંધણ પૂરું પાડ્યું.

૩.આર્થિક કારણ : ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો. તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. તેમને જે જરૂરી માલ હતો જેમકે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી.

સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાયી જકાતનીતિને કારણે ખેડૂતવર્ગ બરબાદ થઈ ગયો. ભારતના અનેક મહાન વેપારીમથકોનો અંગ્રેજોએ નાશ કરી નાંખ્યો. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુ : ખમાં વધારો કર્યો. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા. ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા કારીગરી એ બધું જ નાશ પામ્યું. જેથી ઈ.સ. 1857 નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો.

૪.સામાજિક - ધાર્મિક કારણ : અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો હતો. ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિંદુ અને મુસલમાનોને ખ્રિસ્તીધર્મમાં વટલાવવા ખૂબ પ્રયત્નો કર્યા. તેમને સરકારનું રક્ષણ હતું. ઈ.સ. 1850 માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિંદુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું. તેનાથી હિંદીઓની શંકા વધારે દેઢ થઈ. અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા.

૫.લશ્કરી કારણ : ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિંદી સૈનિકોના પગારભથ્થાં અને સગવડ અત્યંત નિમ્નકોટિના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સૂબેદારથી વધારે ઉચ્ચ હોદો મેળવી શકતો નહિ. વળી, અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહિ. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. વળી, ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપાર જવાની બાંહેધરી આપવી પડતી. આ બધાં કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા.

૬. તાત્કાલિક કારણ : ઈ.સ. 1857 ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું, ‘ ચરબીવાળા કારતૂસ '. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એન્ફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કૅપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી, 1857 માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ બ્રાઉન બેઝ રાઇફલ કે, આ કારતૂસો પર લગાવવામાં આવેલ કૅપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. હિંદુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઊઠ્યા. કારણ કે ગાય હિંદુઓ માટે પવિત્ર હતી જયારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વજર્ય (પ્રતિબંધિત) ગણાતું. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી નવી એન્ફિલ્ડ રાઇફલ સંગ્રામની શરૂઆત કરી. કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા નહોતી.


(2) કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્યસંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. ” વિધાન સમજાવો. 
A. ઈ.સ. 1857 ના સંગ્રામના ઘણાબધા નેતાઓ હતા જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. વળી, તેમની પાસે શિસ્ત પણ ન હતી. સંગ્રામના મુખ્ય નેતા બહાદુરશાહ અત્યંત વૃદ્ધ હતા. જુદી - જુદી જગ્યાએ જુદા - જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા. એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું.


(3) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્યસંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ લખો.
A. વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈ.સ. 1857 ના સંગ્રામને જુદું - જુદું સ્વરૂપ આપે છે.

– અંગ્રેજો તેને માત્ર સૈનિક વિદ્રોહ કહે છે.

– કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે.

– ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે.

– વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ‘ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' ગણાવે છે.

– આવું જ પટ્ટાભી સીતા રામૈયાનું માનવું છે. ડૉ. સેન તેને ‘સ્વતંત્રતાસંગ્રામ'ની ઉપમા આપે છે.

– જોકે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે



[Q - 3]. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો.
(1) ઈ.સ. 1857 ના સંગ્રામનાં મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ?
(A) દિલ્લી
(B) ઝાંસી
(C) [✓] ચંદીગઢ
(D) સતારા


(2) ખાલસાનીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર...
(A) વેલેસ્લી
(B) [✓] ડેલહાઉસી
(C) હ્યુરોઝા
(D) મૅજર હ્યુસન


(3) એન્ફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયાં બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી ?
(A) [✓] ગાય - ડુક્કર
(B) ગાય - કૂતરાં
(C) ઘેટાં - બકરાં
(D) ઊંટ – ભેંસ






















પાઠ 4.અંગ્રેજ સમયનાં શહેરો , ગૃહઉધોગો અને ઉધોગો




[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.



(1) અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલાં કોઈ પણ ત્રણ શહેરોનાં નામ જણાવો.
A. કોલકાતા, સુરત, મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ, અમદાવાદ, ઇન્દોર વગેરે અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલાં શહેરો છે.


(2) ભારતમાં સૌપ્રથમ રેલવેલાઇન કયાં બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી ?
A. ઈ.સ. 1853 માં મુંબઈથી થાણા સુધી સૌપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી.


(3) નવી દિલ્લીનું નિર્માણ અંગ્રેજકાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું ?
A. જૂની દિલ્લીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્લીનું નિર્માણ શરૂ કર્યું હતું.

(4) ભારતમાં સૌપ્રથમ કાપડમિલ ક્યાં શરૂ થઈ હતી ?
A. ભારતમાં સૌપ્રથમ કાપડમિલ ઈ.સ. 1854 માં મુંબઈમાં શરૂ થઇ હતી.





[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો.
A. – અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ, શિલ્પ અને ધાતુકલા, ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા.

– ઇંગ્લેંડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતીય ગૃહઉદ્યોગની પડતી શરૂ થઈ. 

– ભારતના સુતરાઉ અને રેશમી કાપડઉદ્યોગ કંપની શાસનમાં ટકી શક્યા નહિ, ઇંગ્લેંડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુ ને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા. તેઓ ભારતને બજાર સમજતા હતા. 

– ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ - ઇંગ્લેંડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેંડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો. 

– આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે ઓગણીસમી સદીના અંત ભાગમાં ધીમે પણ મક્કમ ગતિએ ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ - પોલાદ, કાગળ, રસાયણ, ચામડાં કમાવવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો.

– ઇંગ્લેંડ સરકાર આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી. તેમ છતાં કાપડ અને લોખંડ - પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો.



(2) અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો.
A. – પ્રાચીન સમયથી ભારતીય કાપડ - ગૃહઉદ્યોગ જગવિખ્યાત હતો. 

– ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ અમીરોની ઓળખ ગણવામાં આવતી પણ ઔદ્યોગિક ક્રાંતિએ બધું બદલી નાખ્યું. 

– યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેંડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું. ભારતીય કાપડ ઉદ્યોગ તેની હરીફાઈમાં ટકી ના શક્યો ભારતમાં હાથવણાટનું કામ કરનાર વણકરો બેકાર બન્યા હતા. 

– ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ હતી. 

– ભારતમાં સૌપ્રથમ કાપડમિલ ઈ.સ. 1854 માં મુંબઈમાં શરૂ થઈ હતી. પછી અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ (ચેન્નઈ) જેવાં સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ. એકલા અમદાવાદમાં 106 મિલો શરૂ થઈ હતી. 

– ઇંગ્લેંડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો. આથી અમદાવાદને ભારતનું ‘ માન્ચેસ્ટર ' ગણવામાં આવતું. 

– અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે ઈ.સ. 1861 માં મે માસની 30 મી તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ કરી હતી. 

– ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો. 

– આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતીય કારીગરો બેકાર બન્યા હતા આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નાશ થઈ ન હતી. 
કારણ કે ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા જટિલ વણાટકામ કરવું પડતું હતું. આથી આવા કારીગરોની જરૂર રહેતી. 

– આ સમયે સોલાપુર (મહારાષ્ટ્ર), મદુરાઈ (તમિલનાડુ) તેના મહત્ત્વનાં કેન્દ્રો હતાં

– અંગ્રેજ શાસન દરમિયાન કાપડવણાટનો કાપડમિલ કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 

– ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું, જેના કારણે ઉત્પાદકોને મોંઘા ભાવે વેચવું પડતું હતું. 

– આ સમયે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વાતંત્ર્ય - ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતના ગ્રામોધોગ, હાથકાંતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું.


(3) પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ - પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો.
A. – પ્રથમ વિશ્વ યુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો.

– જમશેદજી તાતાએ સાકચી (હાલનું જમશેદપુર) માં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ - પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ. 

– નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પિગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો. કારણ કે એમાં કોલસાની ખૂબ જરૂર પડતી. 

– અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો. લોખંડ - પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ.

– બેંગલુરુમાં ‘ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ' નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી. 

– કૂલટી અને બુરહાનપુરમાં લોખંડ - પોલાદનાં કારખાનાં શરૂ થયાં. 

– ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી. આમ ધીમે - ધીમે ભારતમાં ધાતુવિદ્યામાં પ્રગતિ આવવા લાગી.

– આમ આપણા દેશમાં અંગ્રેજી શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુતરાઉ કાપડ, રસાયણ અને લોખંડ - પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો.




[Q - 3]. (અ) નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો.
(1) બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો ?
(A) ફ્રેન્ચોએ
(B) [✓] પોર્ટુગીઝોએ
(C) મુઘલોએ
(D) મરાઠાઓએ


(2) “ફૉર્ટ વિલિયમ” કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો ?
(A) દિલ્લી
(B) ચેન્નાઈ
(C) મુંબઈ
(D) [✓] કોલકાતા


(3) કયા શહેરને ભારતનું ‘માન્ચેસ્ટર' કહેવામાં આવતું ? 
(A) [✓] અમદાવાદ
(B) નાગપુર
(C) સોલાપુર
(D) સાંગલી


(4) કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ - પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી ?
(A) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ્સ
(B) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ
(C) [✓] ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ
(D) ઇન્ડિયન કૉમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ


[Q - 3]. (બ) જોડકાં જોડો
(1) અ બ
(1) લોખંડ - પોલાદ ઉદ્યોગ (A) કોલકાતા
(2) કાપડ ઉદ્યોગ (B) જયપુર
(3) ફૉર્ટ સેન્ટ જ્યોર્જ (C) જમશેદપુર
(4) ફૉર્ટ વિલિયમ (D) અમદાવાદ
     (E) ચેન્નઈ
A. (1 – C)
(2 – D)
(3 – E )
(4 – A)



































પાઠ 5.અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા



[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.
(1) ગોપાલકૃષ્ણ ગોખલે એ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું?
A. ઈ.સ. 1912 માં ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું.


(2) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો?
A. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈ.સ. 1849માં હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.


(3) ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ?
A. ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ.


(4) દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી?
A. દુર્ગારામ મહેતાએ ઈ.સ.1844માં સુરતમાં માનવધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી.



[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(2) ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું?
A. તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે. કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.


(3) વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ - કઈ ભલામણો કરવામાં આવી?
A. વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી નીચેની વિવિધ ભલામણો કરવામાં આવી હતી.

– ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિંદના શિક્ષણ માટેનો ‘મેગ્નાકાર્તા’ કહી શકાય તેવો શિક્ષણસુધારો ઈ.સ. 1854 માં વુડના ખરીતાથી થયો.

– તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા ની ભલામણ કરી.

– અલગ શિક્ષણખાતાની રચના કરવી.

– સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી.

– ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવુ.

– શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવી.

– ધંધાદારી કે વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવો.

– દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી.

– સ્ત્રી - શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી.

– તેની સાથે - સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી.

– ઈ.સ. 1854 ના વુડના ખરીતાને કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક અને અલગ શિક્ષણખાનું શરૂ થયું.

– કોલકાતા, મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) માં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ.


(4) મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે કયા - કયા પ્રયત્નો કરવામાં આવ્યા?
A. મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે નીચેના વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા.

– મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમનાં પત્ની રમાબાઈ રાનડેએ કન્યાશાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી.

– મહારાષ્ટ્રમાં જ અગ્રિમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા - કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી.

– મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વેએ ઈ.સ. 1916 માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી. આજે આ યુનિવર્સિટી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી તરીકે કાર્યરત છે.


(1) સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યાં?
A. સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે નીચે મુજબના પગલાં ભરવામાં આવ્યાં હતા.

– વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈ.સ. 1901 માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી.

– એટલું જ નહિ બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી.

– તેમનાં પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થનિ વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો.



[Q - 3]. ટૂંક નોંધ લખો.
(1) બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ
A. બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે.

– રાજા રામમોહનરાયએ ઈ.સ. 1828 માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી.

– તેમણે વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું.

– તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો,

– બ્રહ્મોસમાજના એવા જ અગ્રિમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈ.સ. 1849-50માં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા. જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહિ, કન્યાઓ માટેની શાળાઓ પણ સ્થપાઈ.

– રાજા રામમોહનરાયે ઈ.સ. 1815 માં 'આત્મીય સભા' સ્થાપી અને ઈ.સ. 1821 માં ‘સંવાદ કૌમુદી’ નામની પત્રિકા સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી.

– તેમની સંસ્થા બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ.સ. 1829 માં વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટને દૂર કર્યું.

– એ જ રીતે બ્રહ્મોસમાજના પ્રયત્નોથી જ ઈ.સ. 1839 માં 'નરબલિ પ્રથા' અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા.

– રાજા રામમોહનરાય બાદ વિખ્યાત બ્રહ્મોસમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક 'સોમપ્રકાશ' દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી.

– તેઓ માનતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્યસમાજની નિશાની નથી. તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર હતું.

– તેમના પ્રયત્નોથી ઈ.સ. 1856 માં ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાનાં લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું.


(2) વિધવાવિવાહ
A. – મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃલગ્નની છૂટ મળતી ન હતી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું જ મુશ્કેલ થઈ જતું.

– આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું, તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃલગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. પ્રાચીન ભારતમાં વિધવાવિવાહની પ્રથા હતી, પરંતુ પછી આ પ્રથા બંધ થઈ.

– વિધવાઓના પુનઃલગ્ન માટે સમાજસુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા, જેમાં રાજા રામમોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા.

– સમાજસુધારકોએ વિધવાવિવાહ માટે પુસ્તકો, ચોપાનિયાં (પેમ્ફલેટ) છાપી લોકોને આ માટે જાગ્રત કર્યા.

– મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરેએ પણ વિધવા પુનર્વિવાહ માટે અને બાળલગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી.

– વિધવા - આશ્રમોની સ્થાપના કરી આ દૂષણો સામે પડકાર આપ્યો. સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ સ્થાપી.

– ગુજરાતમાં ઈ.સ. 1844 માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવધર્મસભાની સ્થાપના કરી લોકોને વહેમ, અંધશ્રદ્ધા અને દોરાધાગાની પ્રવૃત્તિઓમાંથી છોડાવવા મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું

– ગુજરાતના મહાન સુધારકો નર્મદ, કરસનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ, દલપતરામ વગેરેએ પણ બાળલગ્ન અને વિધવાવિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યાં. નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો.

– ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે. બી. ગ્રાન્ટ રજૂ કરેલ બિલને જેને વિધવા પુનઃલગ્ન અધિનિયમ, 1856 તરીકે ઓળખાય છે.

– આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયાં. શ્રીચંદ્ર વિદ્યારત્ન નર્મદ સંસ્કૃત કૉલેજમાં અધ્યાપક હતા.

– એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું. એવી જ રીતે આંબમાં કુન્દકુરિ વીરેસલિંગમ, પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે, ડી. કે. કર્વે, આર. જી. ભાંડારકર, બી. એમ. માલાબારીએ પ્રસંશનીય કાર્ય કર્યું.


(3) રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો
A. રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો નીચે મુજબ છે.

– કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો. 

– તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્ત્વોનું જ્ઞાન આપવાના મતના હતા. 

– પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા. 

– તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. 

– તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પનાશક્તિ અને કુતૂહલવૃત્તિ વિકસે તેવી શિક્ષણ - વ્યવસ્થા હોવી જોઈએ. 

– બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા. 

– શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા. 

– તેમણે ઈ.સ. 1901 માં 'શાંતિનિકેતન' સંસ્થાની સ્થાપના કરી પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ - વ્યવસ્થા શરૂ કરી અનેક વિદ્વાનો આ સંસ્થાએ રાષ્ટ્રને આપ્યા છે. સંસ્થા આગળ જતાં શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત થઈ.


(4) સ્વામી વિવેકાનંદનો ઉપદેશ
A. સ્વામી વિવેકાનંદે નીચે મુજબનો ઉપદેશ આપેલ છે. 

– તેમણે તે સમયના પ્રચલત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. 
તેમણે સમાજસેવા અને સમાજ - સુધારણાનો ઉપદેશ આપ્યો. 

– તેઓ સ્પષ્ટ માનતા હતા કે, જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નહિ અથવા નિરાધાર બાળકોનાં મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહિ, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.

– તેઓ કહેતા કે,  "પહેલાં અન્ન પછી ધર્મ." તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરનાં દર્શન કરતા હતા. 

– તેમના મત મુજબ "માનવસેવા એ જ પ્રભુ સેવા છે." તેઓ યુવાનોને કહેતા કે, "ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો." તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે. 

– તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા. 
અંગ્રેજોએ શિક્ષણ - વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. 

– તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા સુધી સીમિત હતો, પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહિ. 

– તે સમયની સ્થિતિમાં ભારતમાં વર્ષોથી દૃઢ થયેલાં દૂષણોને દૂર કરવા માટે પણ સમાજસુધારકોએ કમર કસી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી આ દૂષણો સામે તેમણે ચોપાનિયાં, પુસ્તકો કે સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી.

– સમાજસુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાંક દૂષણો વિરુદ્ધ કાયદો ઘડી આ દૂષણો દૂર કરવા પ્રયત્નો કર્યા. સમય જતાં સમાજે તે સ્વીકારી પ્રગતિ તરફ કદમ માંડ્યા.




[Q - 4]. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો.
(1) ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહિ કરે?
(A) પૂર્ણિમાબહેન પકવાસા
(B) જુગતરામ દવે
(C) [✓] દુર્ગારામ મહેતા
(D) ઠક્કરબાપા


(2) અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે?
(A) વિષયવાર પાઠયપુસ્તકો
(B) [✓] મૌખિક શિક્ષણ
(C) તાલીમ પામેલ શિક્ષકો
(D) દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ


(3) ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયાં કારણને તમે જવાબદાર ગણશો?
(A) [✓] અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા
(B) અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો
(C) ખેતીનો વિકાસ
(D) કન્યાશિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ



[Q - 5]. જોડકાં જોડો.
(1) (1) ઍલેક્ઝાન્ડર ડફ  (2) દયાનંદ સરસ્વતી  (3) ડી. કે, કર્વે.  (4) કેશવચંદ્ર સેન  (5) જોનાથન હંકન

(A) સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના  (B) 'સોમપ્રકાશ' સામાયિક દ્વારા સુધારણા-ઝુંબેશ  (C) લગ્નવય સંમતિધારો  (D) બનારસ સંસ્કૃત કૉલેજની સ્થાપના  (E) લાહોરમાં એંગ્લો વૈદિક કૉલેજની સ્થાપના  (F) પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના
A. ( 1 – F ) 
( 2 – E )
( 3 – A )
( 4 – C )
( 5 – D )









પાઠ 6.સ્વાતંત્ર્ય - ચળવળો ( ઇ.સ. 1870 થી ઇ.સ .1947 )




[Q - 1]. ખાલી જગ્યા પૂરો.
(1) બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ............ તરીકે ઓળખાયા.
A. સરદાર


(2) ગાંધીજીએ 'ડુંગળી ચોર'નું બિરુદ ............ ને આપ્યું.
A. મોહનલાલ પંડ્યા


(3)  "ચલો દિલ્લી" સૂત્ર ............ એ આપ્યું.
A. સુભાષચંદ્ર બોઝ




[Q - 2]. નીચેના પ્રશ્નોના જવાબ એક - બે વાક્યમાં લખો.
(3) ભારતના લોકોએ શા માટે 'સાયમન કમિશન'નો બહિષ્કાર કર્યો?
A. આ સમયમાં સાયમન કમિશન ભારત આવ્યું. પરંતુ કમિશનના સભ્યોમાં એક પણ ભારતીય ન હોઈ હિંદના લોકો અને પક્ષો દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો. 'સાયમન ગો બેક'ના નારા સાથે તેનો વિરોધ કરવામાં આવ્યો.


(4) ગાંધીજીએ 'અસહકાર આંદોલન' શા માટે મોકૂફ રાખ્યું? 
A. ઈ.સ. 1922 માં જયારે ઉત્તરપ્રદેશના ગોરખપુર પાસેના ચૌરીચોરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસસ્ટેશન પર હુમલો કર્યો, પોલીસ સ્ટેશનને આગ ચાંપી. જેમાં 22 જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા. આ સમાચાર ગાંધીજીને મળતા ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ(બંધ) રાખવાની જાહેરાત કરી.


(1) મવાળવાદી નેતાઓમાં કયા - કયા નેતાઓનો સમાવેશ થતો હતો?
A. વ્યોમેશચંદ્ર બેનરજી, દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી કે. ટી. તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનશા વાચ્છા વગેરેનો મવાળવાદી નેતાઓમાં સમાવેશ થતો હતો.


(2) ગાંધીજીએ રોલેટ ઍક્ટને ‘ કાળો કાયદો ’ શા માટે કહ્યો?
A. રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલ કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય. લોકોના સ્વતંત્રતા પર કાપ મૂકતા આ કાયદાનો લોકોએ વિરોધ કર્યો માટે ગાંધીજીએ આને 'કાળો કાયદો' કહ્યો.




[Q - 3]. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદાસર લખો.
(1) ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયાં - કયાં પરિબળો જવાબદાર હતાં?
A. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે નીચેના પરિબળો જવાબદાર હતાં.

1. સુધી ભારતીય જનતાને અમે એક છીએ, અમારા હિતો એક છે તેવો ખ્યાલ ન આવે ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય થાય નહિ. ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો. અંગ્રેજ કંપનીએ દેશને એકહથ્થુ શાસન નીચે આણ્યા બાદ દેશમાં સમાન કાયદો અને સમાન વહીવટની. શરૂઆત થઈ. આમ, અંગ્રેજી શાસને અજાણતા લોકોમાં રાષ્ટ્રીય એકતાનાં બીજ રોપ્યાં. 

2. અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગધંધા પડી ભાંગતા કારીગરા વર્ગ બેરોજગાર થયો. આમ, આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા.

3. અંગ્રેજી કેળવણીના પરિપાકરૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. પાશ્ચાત્ય શિક્ષણે તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી. જેના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા. ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દૂ વગેરે ભાષાઓમાં ઘણુંબધું સાહિત્ય રચાયું. આ સાહિત્યમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા. રાષ્ટ્રવાદના વિકાસમાં જાગ્રત વર્તમાનપત્રોનો ફાળો પણ ભૂલી ન શકાય. 

4. અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્ત્વીય સંશોધન થયાં અને ભારતીય પ્રાચીન ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો તથા આ સાથે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ. આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે? તે પ્રશ્ન પ્રજામાનસમાં ઘુમરાવા લાગ્યો. 

5. અંગ્રેજોના સમયમાં તાર, ટપાલ અને રેલવેની શરૂઆત થઈ, એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવતા તેમનામાં રાષ્ટ્રીય એકતાના વિચારોને બળ મળ્યું.

6. રાષ્ટ્રીય એકતાને વેગ આપનાર કેટલાક પ્રસંગો હતા, જેમાં હિન્દી સનદી નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય, લિટનનો પ્રેસ પર કાપ મૂકતો વર્નાક્યુલર ઍક્ટ અને હથિયારબંધી ધારો તેમજ રિપનના સમયમાં પસાર થયેલ ઈલ્બર્ટ બિલના પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિનો કેસ પણ ચલાવી શકે જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો. પરિણામે સરકારે આ વિધેયક પાછું ખેંચ્યું. આ બધી જ બાબતોએ ભારતીયોને રાષ્ટ્રીય એકતા માટે તૈયાર કર્યા.


(2) ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો.
A. ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય નીચે મુજબ છે.

– ભારતમાં નવયુવાનોનો એક વર્ગ કોઈ પણ ભોગે સ્વરાજ મેળવવા માંગતો હતો. આ માટે તે હસતા મુખે બલિદાન દેવા પણ તૈયાર હતો. તે માતૃભૂમિ કાજે જાન આપવા પણ તૈયાર રહેતા અને જાન લેવાની પણ હિંમત ધરાવતા. 

– ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. વાસુદેવ બળવંત ફડકેએ પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી. 

– મહારાષ્ટ્ર અને મુંબઈ ઇલાકાના ઘણા ભાગોમાં ભયંકર પ્લેગ રોગ ફેલાતા મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડ અને તેમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા ત્યારે દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર બંધુઓએ રેન્ડની હત્યા કરી. 

– વિનાયકે સાવરકરે ઈ.સ. 1900 માં ‘ મિત્રમેલા ' નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી જે બાદમાં અભિનવ ભારત ' તરીકે ઓળખાઈ. તેમનું પુસ્તક "1857 : પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ" પ્રકાશિત થતાં પહેલાં પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું. તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને જન્મટીપની સજા વહોરી.

– અંદમાન જેલમાં મોકલાયા જ્યાં તેમની તબિયત બગડતા ભારતમાં નજરકેદ હેઠળ રખાયા. આ જ અરસામાં કોલકાતામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી. 

– બારીન્દ્ર ઘોષ પછીથી તેના મુખ્ય આગેવાન બન્યા. આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય, તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિનો સારો ફેલાવો કર્યો. 

– ખુદીરામ બોઝ અને પ્રફુલ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. ન્યાયાધીશ કિગ્સફર્ડની હત્યા કરવા યોજના ઘડી તેમની બગી પર બૉમ્બ ફેંકવામાં આવ્યો પરંતુ કિસફર્ડની જગ્યાએ ગાડીમાં બેઠેલ વકીલ કૅનેડીનાં પત્ની, તેમની દીકરી મૃત્યુ પામ્યાં. 

– ખુદીરામને ફાંસીની સજા થઈ અને પ્રફુલ ચાકીએ પોતાને ગોળી મારી બલિદાન પસંદ કર્યું. 

– રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લાખાને હિંદુ - મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારોની ખરીદી વિનાયક દામોદર સાવરકર માટે નાણાંની આવશ્યક્તા હોઈ કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરીને લૂંટવામાં આવી. 

– અશફાક, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ અને રાજેન્દ્રપ્રસાદ પકડાયા, તેમને ફાંસીની સજા થઈ. આ સમયે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગાભાભી હતાં. તેમણે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવી. પોસ્ટરો ચોંટાડવા, પત્રિકાઓ વહેંચવી, અદાલતોમાં કેસ માટે નાણાં એકત્ર કરવા, બંદૂકો ચલાવવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો.

– ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી જ સક્રિય બન્યા હતા. કાકોરી લૂંટમાં પણ સક્રિય રહ્યા હતા. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ. ઈ.સ. 1931 માં અલાહાબાદના આફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી. આમ ભારતના નામી અનામી અનેક યુવાનોએ અંગ્રેજો વિરુધ ક્રાંતિકારી પ્રવૃતિઓ ચલાવી હતી.


(3) દાંડીકૂચ વિશે ટૂંક નોંધ લખો.
A. ઈ.સ. 1930 માં ગાંધીજીએ જાહેર કરેલ કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે, મીઠા પર વેરો નાખવો પાપ છે. કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે. 

12 માર્ચ, 1930 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના સાથીદારો સાથે દાંડીયાત્રાની શરૂઆત કરી. 370 કિમી જેટલી કૂચ કરી અસલાલી, ભગતસિંહ બારેજા, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવા નાનાં - મોટાં ગામો શહેરોમાં સભા ભરી 5 એપ્રિલના રોજ સૌ દાંડી ગામે પહોંચ્યા. 6 એપ્રિલ સવારે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને આ સાથે જ સવિનય કાનૂન ભંગ લડતનો પ્રારંભ થયો. 

દાંડી સાથે મીઠાના કાયદાનો ભંગ કરવાનો સવિનય સત્યાગ્રહ અનેક ભાગોમાં શરૂ થયા. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહની દાંડીકૂચ જાહેરાત ગાંધીજીએ કરી, ત્યારે 5 મે, 1930 ના રોજ તેમની ધરપકડ થઈ તેમને યરવડા જેલમાં મોકલવામાં આવ્યાં. ગાંધીજીની ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની અબ્બાસસાહેબ તૈયબજીએ લીધી. તેમની પણ ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની સરોજીની નાયડુએ લીધી. ધરાસણા ઉપરાંત વિરમગામ, ધોલેરા, સુરજકરાડી, વડાલામાં મીઠાનો સત્યાગ્રહ થયો. 

સવિનય કાનૂન ભંગ લડતમાં સ્વદેશી, વિદેશી કાપડનો બહિષ્કાર, મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા, દારૂબંધી, દારૂના પીઠા પર પિકેટિંગ, અસ્પૃશ્યતાનિવારણ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા. જેમાં ખેડૂતો, આદિવાસીઓ, સ્ત્રીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ. સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાની નીચે ‘ ના કર ' ની અહિંસક લડત લડવામાં આવી. અંગ્રેજ સરકારે હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરી આંદોલનને દબાવવા પ્રયત્ન કરેલ હતો.


(4) 'હિંદ છોડો' આંદોલન વિશે માહિતી આપો.
A. વિશ્વયુદ્ધ ચાલુ હતું તે સમયે સરકારની મુશ્કેલીઓમાં વધારો ન થાય તેથી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી. 

ઈ.સ. 1942 માં બ્રિટિશ સરકારે હિંદને મનાવી લેવા માટે ક્રિસ મિશન મોકલ્યું. પરંતુ ક્રિપ્સ મિશન ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકે તેમ ન હોવાથી નિષ્ફળ ગયું. પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ વધતો જતો હતો. 8 મી ઑગસ્ટ, 1942 માં મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક 'હિંદ છોડો'નો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 

9 મી ઑગસ્ટે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના આગેવાન કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. જેનાથી લડત વધારે ઉગ્ર અને વ્યાપક બની. ખેડૂતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ લડતમાં જોડાયા. દેશભરમાં સરકારી મકાનો, રેલવે અને તાર - ટેલિફોનનાં માધ્યમોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. દેશના ઘણા વિસ્તારોમાં હડતાલો પડી. લડતને વ્યાપક બનાવવા દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાની રાષ્ટ્રીય સરકારોની રચના કરી. 

અંગ્રેજોએ આ આંદોલનને કચડી નાખવા દમનકારી પગલાં ભયાં. ઈ.સ. 1943 ના અંત સુધીમાં મોટાપાયે સ્વાતંત્ર્યસેનાનીઓની ધરપકડ કરવામાં આવી. અનેક લોકોએ લડતમાં જાન ગુમાવ્યા, આ લડતથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે, હવે લાંબા સમય સુધી ભારતના લોકોને પરાધીન રાખી શકાશે નહિ.






























પાઠ 7.આધુનિક ભારતમાં કલા





[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.
(1) વડોદરામાં 'કલાભવન'ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
A. વડોદરામાં 'કલાભવન'ની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી.


(2) પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં - ક્યાં થયો હતો?
A. પાલ ચિત્રશૈલીનો વિસ્તાર બંગાળ,બિહાર,નેપાળ અને તિબેટમાં થયો હતો.


(3) ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોની - કોનો સમાવેશ થાય છે?
A. ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં વગેરેનો સમાવેશ થાય છે.



(4) ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી?
A. ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે 'બંગાળ સ્કૂલ ઓફ આર્ટ' નામની સંસ્થા સ્થાપી.


(5) ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ મળી આવ્યાં છે?
A. ગુજરાતમાં જૈન ચિત્રશૈલીનાં ચિત્રો વિશેષ મળી આવ્યાં છે.





[Q - 2]. ટૂંક નોંધ લખો.
(1) રાજા રવિવર્મા
A. – રાજા રવિવર્મા (ઈ.સ. 1848 - ઈ.સ. 1906) : કેરલ રાજ્યના કિલિમનુર ગામમાં જન્મેલ રવિવર્મા રાજવી કુટુંબના સભ્ય હોવાથી રાજા રવિવર્મા તરીકે ઓળખાયા. 

– તેમના સમયમાં કલાના ક્ષેત્રમાં પાશ્ચાત્યકલાની વ્યાપક અસર જોવા મળતી. 

–રવિવર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાં આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવી પોતાની આગવી શૈલી વિકસાવી હતી. 

– તેમનાં ચિત્રો વાસ્તવદર્શી છે. વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી. 

– તેમનાં ચિત્રોમાં ભાવને બદલે ટેક્નિકનું પ્રાધાન્ય વધુ હતું. 

– તેમણે પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલ તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યાં.

– તેમનાં ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા - અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોટ્રેટ ઑફ લેડી વગેરે મુખ્ય હતાં. 

– રાજા રવિવર્મા રવિવર્માએ ઈ.સ. 1894 માં મુંબઈના ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. 

– આ પ્રેસમાં છાપવામાં આવેલાં હિંદુ દેવી - દેવતાઓનાં ચિત્રો તેની ઓછી (સામાન્ય) કિંમતને કારણે સામાન્ય લોકો પણ ખરીદી શકતા.

– વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ભાવનગરના રાજવીએ રાજા રવિવર્માને નિમંત્રણ આપીને રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં. 

– તેમનાં ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેસિંહરાવ આર્ટ ગેલેરી અને ભાવનગરના દરબારમાં સચવાયેલાં છે. 

– બ્રિટિશ સરકારે તેમને ‘કૈસરે હિંદ'નો ખિતાબ આપી સન્માન્યા હતા. તેઓ કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા.



(2) રાજપૂત શૈલી
A. – રાજપૂત શૈલી : રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાઓના આશ્રય નીચે 10 મી થી 16 મી સદી દરમિયાન આ શૈલી પ્રચલિત થઈ હતી. 

– તેમાં લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. 

– રાજાઓ પરંપરાગત ચિત્રકારોને આશ્રય આપતા હોવાથી રાજપૂત રાજાઓનું જીવન તેમના રીતરિવાજો અને પહેરવેશ, ઉત્સવો એ રાજપૂત ચિત્રશૈલીના કેન્દ્રમાં રહ્યાં છે.

– રાધાકૃષણ, કૃષ્ણભક્તિ, રાસલીલા અને રાજસ્થાની લોકજીવન તેના કેન્દ્રમાં રહ્યાં છે. 

– રાજસ્થાનનાં બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં પણ આ શૈલીનો વિકાસ થયો હોવાથી તે રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખાય છે.



(3) કાંગડા શૈલી
A. – કાંગડા શૈલી : કાંગડા શૈલી પણ ભારતીય ચિત્રશૈલીનું એક આગવું પાસું છે. 

– હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ મળીને આ શૈલી વિકસાવી હતી.

– કાંગડા, કુલુ, ગઢવાલ, ચંબા અને મંડી તેનાં મુખ્ય કેન્દ્રો હતાં. 

– મોલારામ આ શૈલીનો મહાન ચિત્રકાર હતાં. 

– આ શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રીકૃષ્ણ અને કૃષ્ણભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય પણ જોવા મળે છે.



[Q - 3]. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો.



(1) જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે?
(A) [✓] સિત્તાનાવસલની ગુફાઓ
(B) બાદામીની ગુફાઓ
(C) અજંતાની ગુફાઓ
(D) ભીમબેટકાની ગુફાઓ


(2) જૈન શૈલીનાં ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો?
(A) અભિધમ્મ પિટ્ટક
(B) સુત્તપિટ્ટક
(C) અંગુત્તરનિકાય
(D) [✓] કથાસરિતસાગર


(3) ચિત્ર - પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેણે કયા ચિત્રકારનું ખરીધ્યું હશે?
(A) અવનીન્દ્રનાથ ટાગોર
(B) [✓] પીરાજી સાગરા
(C) જૈમિની રાય
(D) અંજલી મેનન


(4) એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાવ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલી. તો ચિત્રનો વિષય કયો હશે?
(A) રાજસ્થાની લોકનૃત્ય
(B) [✓] હિમાલયનું કુદરતી સૌંદર્ય
(C) કૃષ્ણભક્તિ
(D) યુદ્ધનાં દૃશ્યો



[Q - 4]. જોડકાં જોડો.
(1) (1) જહાંગીર (A) બુંદી, કિશનગઢ, બિકાનેરમાં શૈલીનો વિકાસ 
(2) પાલ શૈલી (B) મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના 
(3) મુઘલ શૈલી (C) ચિત્રકલાના ભીષ્મપિતામહ 
(4) દેવીપ્રસાદ રોય ચૌધરી (D) જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો 
(5) રવીન્દ્રનાથ ટાગોર (E) પશુપંખીઓ અને પ્રાણીઓની સાઠમારીનાં ચિત્રો

A. (1 - F) (2 - D) (3 - E) (4 - B) (5 - C)
























પાઠ 8.સ્વતંત્રતા પછીનું ભારત




[Q - 1]. ખાલી જગ્યા પૂરો.
(1) હિંદના વિભાજન માટે બ્રિટિશ પાર્લમેન્ટ ............ ધારો પસાર કર્યો હતો.
A. હિન્દ સ્વાતંત્ર્ય


(2) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ............ હતા.
A. ડૉ. જીવરાજ મહેતા


(3) હાલ આયોજનપંચ ............ તરીકે ઓળખાય છે.
A. નીતી આયોગ




[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક - બે વાક્યમાં લખો.
(1) ભારત ક્યારે સ્વતંત્ર થયું?
A. ભારત દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું.


(2) રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા?
A. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીસ ડૉ. ફઝલઅલી હતા.


(3) ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી?
A. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી.




[Q - 3]. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો.
(1) સ્વતંત્ર ભારતની સામે કયા - કયા પડકારો હતા?
A. સ્વતંત્ર ભારતની સામે નીચેના વિવિધ પડકારો હતા.

– સ્વતંત્રતા પછીનું ભારત બ્રિટિશ પાર્લમેન્ટ હિંદ સ્વાતંત્ર્યધારો (જુલાઈ, 1947 માં) પસાર કર્યો. આ ધારાની જોગવાઈ અનુસાર હિંદનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે દેશોમાં વિભાજન કરવામાં આવ્યું. 

– અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં. પાકિસ્તાનમાંથી બિનમુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતાં લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. 

– આ શરણાર્થીઓને સમાવવા અને તેમને રોજગારી આપવી એ વિકટ સમસ્યા હતી. 
ભારત સરકારે ખૂબ જ કુનેહથી આ જવાબદારી નિભાવી. દેશના લોકો અને સરકારે આ નિરાશ્રિતોને પૂરતી સગવડ આપી. 

– વિશાળ શરણાર્થી શિબિર ખોલવામાં આવી. નિરાશ્રિતોના પુનર્વસન બાદ તેઓ બધા સાથે એકરૂપ થઈ ગયા અને નૂતન જીવનની શરૂઆત કરી.

– તે સમયે ભારતમાં 562 જેટલાં નાનાં - મોટાં દેશી રાજ્યો હતાં. આ રાજ્યોને ભારત સંઘમાં જોડાવા માટે સહમત કરવા પણ એક અઘરો પડકાર હતો. 

– આ સાથે લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું બંધારણ અને રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કરવું પણ એક પડકાર હતો. 

– ભારત - પાકિસ્તાનના ભાગલા વખતનું દૃશ્ય ઈ.સ. 1947 માં ભારતની વસ્તી લગભગ 35 કરોડની આસપાસ હતી. 

– આ વસ્તી ભાષા, પહેરવેશ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી. આટલી બધી ભિન્નતાઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા સાધી રાષ્ટ્રવિકાસ કરવો પણ આવશ્યક હતો.

– સ્વતંત્રતા સમયે વસ્તીનો મોટો સમુદાય ગામડાંમાં રહેતો ખેતી કરતો. 

– આ ઉપરાંત ગંદાં શહેરો, ગીચ વસવાટ, ગરીબી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ તથા ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને ખેતી સંલગ્ન રોજગારીની સમસ્યાઓ પડકારરૂપ હતી. 
બધા જ પડકારોની સાથે રાષ્ટ્રીય એકતા સાથે રાષ્ટ્રીય વિકાસ કરવો પણ જરૂરી હતો.


(2) જૂનાગઢનું ભારતસંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું?
A. જૂનાગઢના નવાબે પોતાના રાજયને પાકિસ્તાન સાથે જોડવા જોડાણખત લખી આપ્યું. જેની સામે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે 'આરઝી હકૂમત'ની સ્થાપના કરી. સૌરાષ્ટ્રનાં લગભગ તમામ રાજયોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. 

જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો. ત્યાર બાદ લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીથી જૂનાગઢની જનતાએ ભારતસંધ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આમ, જૂનાગઢનું ભારતસંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું.


(3) અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નોંધ લખો.
A. અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નીચે મુજબ છે.

– વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીનાં વર્ષોમાં ટૅક્નોલૉજીના ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે અને વિકસિત દેશોની સાથે બરોબરી સાધી છે.

– મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ આ બધી સમસ્યા હોવા છતાં ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર કહી શકાય.

– પરમાણુ વિજ્ઞાન અને ટૅક્નોલૉજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે.

– અવકાશ સંશોધનક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV (ઝીયોસિન્ક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હિકલ) તૈયાર કર્યા છે. 

– આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહો અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન શરુ કર્યું છે. 

– ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન પ્રાપ્ત કરેલ છે આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે. વિશ્વના દેશોએ પણ ભારતની આ બધી સિદ્ધિઓની નોંધ લીધી છે.




[Q - 4]. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો.
(1) દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો.
A. દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશેની માહિતી નીચે મુજબ છે.

– 562 જેટલા દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવું તે તત્કાલીન ભારતની સૌથી મોટી સમસ્યા હતી. 

– કશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર જેવાં મોટાં દેશી રાજ્યો હતાં. જ્યારે કેટલાંક દેશી રાજ્યો ખૂબ નાનાં હતાં. 

– આ બધાં દેશી રાજ્યોને ભારત સંઘમાં જોડાવવા - સમજાવવા ખૂબ મોટું અને મુશ્કેલ કાર્ય હતું. 
આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં 'જવાબદાર સરકાર'નો શુભારંભ કર્યો. સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા ભાવનગર રાજય તેમાં વિલીન થયું. 

– સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નેહરુએ 'સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. 

– સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે, તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગ્રત કરી. 

– વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધાં દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયા આરંભી. સરદાર પટેલ અને તેમના સચિવ વી. પી. મેનનના પ્રયત્નોથી હૈદરાબાદ, જૂનાગઢ અને કશ્મીર સિવાય બધાં જ રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. 

– હૈદરાબાદમાં પોલીસ પગલું ભરી નિઝામના હિતોના રક્ષણની બાંહેધરી આપી, હૈદરાબાદનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું. હૈદરાબાદના વિલીનીકરણમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્ત્વની રહી. 

– જૂનાગઢના નવાબે પોતાના રાજયને પાકિસ્તાન સાથે જોડવા જોડાણખત લખી આપ્યું. જેની સામે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે 'આરઝી હકૂમત'ની સ્થાપના કરી. 
સૌરાષ્ટ્રનાં લગભગ તમામ રાજયોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. 

– જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો. ત્યાર બાદ લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીથી જૂનાગઢની જનતાએ ભારતસંધ સાથેના જોડાણને સમર્થન આપ્યું. 

– આમ, જૂનાગઢનું ભારતસંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. 

– કશમીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણખત પર સહી કરી ન હતી. આ દરમિયાન કમીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કર્યું. 

– હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી અને ભારત સાથેના જોડાણખત પર સહી કરી ભારતીય લશ્કરે તાત્કાલિક કશ્મીર જઈ તેનું રક્ષણ કર્યું પણ તે દરમિયાન કશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો.

– ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધવિરામ કરવા જણાવ્યું. 

– હજુ આજે પણ કશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે. જેને આજે પી.ઓ.કે. (Pakistan Occupied Kashmir) તરીકે ઓળખવામાં આવે છે જે વાસ્તવમાં ભારતનો ભાગ છે. 

– કશ્મીર કાયદેસર રીતે ભારતનો ભાગ છે તે નિર્વિવાદ હકીકત છે. આમ, 1948 ના અંત પહેલાં ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ.


(2) પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો.
A. પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશેની માહિતી નીચે મુજબ છે.

– ઈ.સ. 1950 માં ભારત સરકારે બંધારણનાં ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરે તેવા આયોજનપંચનો પ્રારંભ કર્યો.

– આજે આ આયોજનપંચ 'નીતિઆયોગ' તરીકે ઓળખાય છે. 

– આ આયોજનપંચમાં નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. 

– તેના અધ્યક્ષ હોદાની રૂએ વડાપ્રધાન હોય છે ભારતનું આર્થિક આયોજન લાંબાગાળા અને ટૂંકાગાળા એમ બંને ઉદેશ્ય ધરાવે છે. 

– ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદેશ્યોમાં ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ, આર્થિક અસમાનતામાં ઘટાડો, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવસ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે ઉદેશ્યોને ધ્યાને લઈ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી છે. 

– પ્રથમ પંચવર્ષીય યોજના ઈ.સ. 1951-56 દરમિયાન હાથ ધરવામાં આવી. પંચવર્ષીય યોજનાઓના આ સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા. 

– ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી. ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે મહદંશે સ્વાવલંબી બની શક્યા છીએ. 

– કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જી અનાજની આયાત કરતો દેશ આજે અનાજની નિકાસ કરતું રાષ્ટ્ર બનેલ છે. 

– દૂધ - ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ, તેલીબિયાનું ઉત્પાદન વધારવા પીળી ક્રાંતિ વગેરે દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાઓ ભરવામાં આવેલ છે.
 
– સ્વતંત્રતા બાદ ગરીબી ઘટાડવા અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબીનિવારણ કાર્યક્રમો અમલમાં મૂકેલ છે.

– પંચવર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે. પરંતુ ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી. 

– આ માટે વસ્તીવધારો એક કારણ તરીકે જવાબદાર છે. આમ છતાં ગરીબી ઘટાડવા માટે આર્થિક અસમાનતા ઘટાડવા, રોજગારીની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર - પ્રસાર, આવશ્યક ચીજવસ્તુ ગરીબોને મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. 

– આજે લોકોના આરોગ્યમાં સુધારો થયો છે. ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ કરી શક્યા છીએ. 
સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે, બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે, શિક્ષણનું પ્રમાણ (સાક્ષરતાનો દર) વધ્યું છે.


(3) આઝાદી પછીનાં વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો.
A. આઝાદી પછીનાં વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિની ટૂંકમાં માહિતી નીચે મુજબ છે.

– ભારતે આજે પણ લોકશાહી આદર્શોને જીવંત રાખેલ છે. આ એક ગૌરવ લઈ શકાય તેવી ઉપલબ્ધી ગણી શકાય. 

– કારણ કે ઘણાબધા વિદેશી વિવેચકોનું માનવું હતું કે, ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ લાંબો સમય ટકી નહિ શકે. આ બધી જ આશંકાઓ નિર્મળ સાબિત થઈ.
 
– આઝાદીથી લઈ અત્યાર સુધી લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અને વિધાનસભાની ઘણી ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે.
 
– ભારતમાં નાગરિકોને પુખ્તવય મતાધિકાર આપવામાં આવેલ છે. 

– ભારતમાં પ્રેસ સ્વાતંત્ર્ય છે. નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે. 

– આ ઉપરાંત ભાષાકીય વિવિધતા અને ધાર્મિક વિવિધતા રાષ્ટ્રીય એકતા માટે બાધક બનતી નથી પણ પોષક બની વિવિધતામાં એકતા સર્જે છે. 

– વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીનાં વર્ષોમાં ટૅક્નોલૉજીના ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે અને વિકસિત દેશોની સાથે બરોબરી સાધી છે.

– મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ આ બધી સમસ્યા હોવા છતાં ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર કહી શકાય.

– પરમાણુ વિજ્ઞાન અને ટૅક્નોલૉજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે. 

– ઉદ્યોગોની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ, ઊર્જા, ખનીજતેલ, ટૅલિકૉમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં દેશે હરણફાળ ભરી છે.

– અવકાશ સંશોધનક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV (ઝીયોસિન્ક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હિકલ) તૈયાર કર્યા છે. 

– આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહો અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે. 

– વિશ્વના દેશોએ પણ ભારતની સિદ્ધિઓની નોંધ લીધી છે. 

– ભારતીય પરંપરાઓ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને માનવસંસાધનોનું મહત્ત્વ વિશ્વના દેશોએ સ્વીકાર્યું છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગનું મહત્ત્વ વિશ્વના દેશોએ સ્વીકારેલ છે. 

– 21 જૂનના દિવસને “વિશ્વયોગ દિવસ” તરીકે UN (United Nations - સંયુક્ત રાષ્ટ્રસંઘ) એ જાહેર કરેલ છે.આમ આઝાદી પછી ભારતમાં વિકાસ ઉજ્વળ પંથે હરણફાળ ભરી રહ્યો છે.



























પાઠ 9.સંસાધન





[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક - એક વાક્યમાં લખો.
(1) કુદરતી વનસ્પતિ કોને કહેવાય ?
A. પોતાની જાતે ઊગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે, તેને કુદરતી વનસ્પતિ કહે છે.


(2) વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે ?
A. વિવિધ પશુ - પક્ષીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવમાં થાય છે. 


(3) વનસ્પતિનું વર્ગીકરણ ક્યાં આધારે થાય છે ? 
A. વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ અને આબોહવાની વિવિધતાના આધારે થાય છે.


(4) તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ - ક્ષમતા વધારવા શું કરવું જોઈએ ? 
A. તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ - ક્ષમતા વધારવા તેમાં જમા થયેલ કાંપ દૂર કરી તેને ઊંડા કરવાં જોઈએ.




[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(4) જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયાં - ક્યાં છે ? 
A. જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો નીચે મુજબ છે :

– વસ્તીવિસ્ફોટ, 
– રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર 
– આધુનિક જીવનશૈલી 
– શહેરીકરણ 
– ઉદ્યોગો 
– નિર્વનીકરણ વગેરે. 



(5) પરિસરતંત્ર કોને કહેવાય ? સવિસ્તાર સમજાવો.
A. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ જાળવે તેને પરિસરતંત્ર કહેવાય.વનસ્પતિ ફક્ત આપણી જરૂરિયાતો પૂરી નથી કરતી. આ ઉપરાંત તે પ્રાણીસૃષ્ટિ માટે આવાસ અને ખોરાક પૂરાં પાડે છે.વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું સંતુલન, ઈમારતી અને બળતણનું લાકડું, જમીન ધોવાણનો અટકાવ, ભૂગર્ભ જળની જાળવણી, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર, ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક માનવીય જરૂરિયાતો જંગલો સંતોષે છે. 

વિવિધ પશુ - પક્ષીઓ આપણને માંસ, ચામડાં, રુવાંટીવાળી ખાલ, ઊન વગેરે આપે છે. - મધમાખી જેવાં કીટકો મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કે પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિણમાં રાખે છે. - આમ, પરિસરતંત્રમાં દરેક નાના - મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે.



(6) જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. – વિધાન સમજાવો.
A. જંગલો આપણને નીચેનાં કારણોસર ઉપયોગી છે : 

– જંગલો હવાને શુદ્ધ રાખે છે. 

– ઓક્સિજનનું પ્રમાણ જળવાતાં ગ્રીન હાઉસ ઈફેક્ટને અંકુશમાં રાખી શકાય છે. 

– વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું સંતુલન રખવામાં ઉપયોગી છે. 

– જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.

– જંગલોને કારણે વરસાદની પ્રાપ્યતા વધે છે તેમજ ભૂમિગત જળની જાળવણી શક્ય બને છે. 

– જંગલો એ પ્રાણીઓ - પક્ષીઓ તથા કીટકો માટેના કુદરતી નિવસનતંત્ર છે. 

– આ ઉપરાંત જંગલો ઈમારતી અને બળતણનું લાકડું, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર, ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક માનવીય જરૂરિયાતો જંગલો સંતોષે છે. 



(7) સંસાધનોનાં સંરક્ષણના ઉપાયો જણાવો. 
A. સંસાધનના સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે:

– જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું.

– રસાયણિક ખાતરને બદલે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો,

– ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો.

– જંતુનાશક દવાનો વપરાશ ઘટાડી, જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું.

– વન્યજીવ સંરક્ષણ માટે શિકાર તેમજ વૃક્ષછેદન માટેનાં કડક કાયદા કરવાં જોઈએ.

– જંગલ વિસ્તારમાં પશુચરાણ અટકાવવા ખાસ પગલાં લેવાં જોઈએ. 

– ચોમાસામાં વહી જતાં પાણીને રોકી જળસંચય કરવાં ડેમ, ચેકડેમ, તળાવ કે સરોવરોનું નિર્માણ કરી ભૂગર્ભ જળ, પાણીની તંગી તેમજ ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે.
વપરાયેલા પાણીનો પુન : ઉપયોગ કરવો. 

– જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુન : ઉપયોગમાં લેવાં જોઈએ. 

– જે સંસાધનો બિનનવીનીકરણીય છે તેના સ્થાને અન્ય વિકલ્પ શોધવા જોઈએ.


(8) સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. – વિધાન સમજાવો.
A. જો સંસાધનોનું જતન ન કરીએ તો પરિસરતંત્રની સમતુલા ખોરવાઈ જાય. માનવીય હસ્તક્ષેપના કારણે વૃક્ષો અને વન્યજીવોની અનેક પ્રજાતિ આજે લુપ્ત થઈ ગઈ છે કે લુપ્ત થવાને આરે છે સંસાધનો વિના માનવીય જીવનની કલ્પના થઈ શકે નહીં. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના બેફામ વિકાસથી સંસાધનનો વપરાશ વધી રહ્યો છે. માનવીના ભવિષ્યને ધ્યાને લઈ સંસાધનોનો આયોજનપૂર્વક અને કારકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ.

આમ, ભવિષ્યમાં આવનારી પેઢીઓની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે.


(1) પ્રાપ્તિસ્થાનોના આધારે સંસાધનોના પ્રકારો ટૂંકમાં વર્ણવો. 
A. પ્રાપ્તિસ્થાનોના આધારે સંસાધનોના 4 પ્રકાર નીચે મુજબ પડે છે :

(1) સર્વ સુલભ સંસાધન : આ પ્રકારનાં સંસાધન બધે ઉપલબ્ધ હોય છે. દા.ત. વાતાવરણમાં રહેલ ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે જેવાં વાયુઓ. 

(2) સામાન્ય સુલભ સંસાધનો : આ સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. દા.ત. જળ, ગોચર ભૂમિ વગેરે. 

(૩) વિરલ સંસાધન : આ સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે. દા.ત. કોલસો, વિવિધ ધાતુઓ, ખનીજતેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. 

(4) એકલ સંસાધન : સમગ્ર વિશ્વમાં જવલ્લેજ એક કે બે જગ્યાએથી મળી આવતાં ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. દા.ત. યુરોપના ગ્રીન લેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઈટ.


(2) તફાવત આપો : નવીનીકરણીય સંસાધનો અને બિનનવીનીકરણીય સંસાધનો.
A. – નવીનીકરણીય (પુન : પ્રાપ્ય) સંસાધન 
અર્થ: આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય.
ઉદા: જંગલો, પ્રાણીઓ, પશુ - પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન

– બિનનવીનીકરણીય સંસાધનો 
અર્થ: એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોઈ 
ઉદા: ખનિજ કોલસો, ખનીજતેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે.


(3) માનવ - સંસાધન વિશે ટૂંક નોંધ લખો.
A. – સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ એક સશક્ત સંસાધન છે. 

– તે કુદરતનાં વિવિધ તત્વોનો ઉપયોગ પોતાના જ્ઞાન અને આવડત દ્વારા સંસાધન સ્વરૂપે કરે છે. 

– માનવી પોતાની બુદ્ધિ ક્ષમતા દ્વારા કુદરતી સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે તે માટે તેની પાસે કૌશલ્યો, આવડત, ટેક્નોલોજી હોય છે. 

– આમ, માનવીએ સંસાધન બનાવનાર અને તેનો ઉપયોગ કરનાર બંને છે. 

– શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. 

– માનવીની આ સંસાધન બનવાની પ્રક્રિયાને માનવ - સંસાધન વિકાસ કહેવાય છે.





[Q - 3]. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો.
(1) રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબાગાળે.......
(A) [✓] જમીનની ગુણવત્તા ઘટાડે છે.
(B) જમીનની ભેજ સંગ્રહણશક્તિ વધારે છે.
(C) જમીનની ગુણવત્તા વધારે છે.
(D) જમીન પોચી બનાવે છે.


(2) નીચેનામાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે.
(A) જંગલો
(B) [✓] ખનિજ કોલસો
(C) પવન
(D) સૂર્યપ્રકાશ


(3) નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે. 
(A) જળ
(B) [✓] ખનિજ તેલ
(C) ઑક્સિજન
(D) ક્રાયોલાઇટ
























પાઠ 10.ખનીજ અને ઊર્જા - સંસાધન





[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક - બે વાક્યમાં લખો.
(1) તમારા દૈનિક ઉપયોગમાં આવતાં ત્રણ ખનિજોનાં નામ લખો.
A. ખનીજ તેલ, કુદરતી વાયુ, લોખંડ અને કોલસો વગેરે


(2) ધાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે ?
A. ધાત્વિક (ધાતુમય) ખનિજોના અયસ્ક સામાન્ય રીતે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે.


(3) ભારતમાં ભૂતાપીય ઊર્જાના પ્લાન્ટ ક્યાં આવેલાં છે ?
A. હિમાચલપ્રદેશના મણિકરણ અને લદાખમાં પૂગાઘાટી ખાતે ભારતના ભૂતાપીય ઊર્જાના પ્લાન્ટ આવેલાં છે.


(4) પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા - કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે ? 
A. પેટ્રોલિયમ માંથી પ્રક્રિયા કરી પેટ્રોલીયમ વાયુ,ડીઝલ, પેટ્રોલ,નેપ્થા, કેરોસીન, મીણ, બળતણ તેલ,પ્લાસ્ટિક અને ઊંજણતેલ (લુબ્રિકન્ટ) જેવાં વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે.


(5) ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં - ક્યાં આવેલાં છે ?
A. ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાઈ, ટુવા-ટીંબા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે.





[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.



(1) ખનિજ તેલને ‘કાળું સોનું' કેમ કહેવામાં આવે છે ?
A. ખનીજતેલ અર્ધપ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણા પદાર્થો ભળેલા હોય છે. ત્યાર પછી શુદ્ધ કરવા તેને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. જ્યાં કાચા ખનિજ તેલ (ફૂડઓઇલ) માંથી પ્રક્રિયા કરી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક અને ઊંજણતેલ (લુબ્રિકન્ટ) જેવાં વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. ખનિજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે, તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેનો કોઈ પણ ભાગ બિનઉપયોગી હોતો નથી અને તેના બહોળા વ્યાપારિક મહત્ત્વના લીધે તેને ‘કાળુ સોનું' કહેવામાં આવે છે.


(2) જેનાથી આપણે ઊર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો.
A. – ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત જેવા કે સૌરઊર્જા, પવન ઊર્જા,ભરતી ઊર્જા, ભૂ-તાપીય ઉર્જા જેવા બિનપરંપરાગત સોતોનો ઉપયોગ વધારો જરૂરી છે.

– ધાતુઓનું રિસાઇક્લિંગ કરી લોખંડ, તાંબું, ઍલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. 

– ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતાં ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ. 

– વિદ્યુતનાં સ્થાને સૌર - વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલને બદલે સી.એન.જી.નો વપરાશ વધારવો જોઈએ. 

– જળ, સૌર, પવન, બાયોગેસ જેવાં બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ.

– પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણમુક્ત પર્યાવરણના ઉપર મુજબના ઉપાયો કરવા જોઈએ.


(3) ગુજરાતમાં કોલસો ક્યાં - ક્યાં મળી આવે છે ?
A. – ગુજરાતમાં ખનિજ કોલસાનાં ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે. 

– અહીંથી લિગ્નાઇટ કોલસો મળે છે.

– કચ્છમાં પાનધ્રો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપરમાં લિગ્નાઇટ કોલસાનો અનુમાનિત જથ્થો છે.


(4) ભવિષ્યમાં બિનપરંપરાગત ઊર્જાસ્રોતોનો ઉપયોગ વધારવો પડશે. - વિધાન સમજાવો.
A. કારણ કે એવું અનુમાન કરવામાં આવે છે કે, જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો આ ઇંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે એટલા માટે સૌરઊર્જા, પવન - ઊર્જા ભરતી - ઊર્જા જેવા બિનપરંપરાગત સોતોનો ઉપયોગ વધારવો પડશે. વિશ્વના ઘણા દેશોએ આ દિશામાં પગલાં લીધાં છે. 


(5) ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે એમ શાથી કહી શકાય ?
A. કારણ કે અશ્મિભૂત બળતણો ખૂબ જ કીમતી છે.લાખો વર્ષોની પ્રકિયા પછી પ્રાપ્ત થાય છે તેનો વધુ પડતા ઉપયોગથી વિવિધ પ્રદુષણ થાય છે વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું આપણી ફરજ છે. તેનો વધુ પડતો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટી નોતરે તે પહેલાં આપણે સજાગ બની તેના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ અને તેના વૈકલ્પિક ઉપાયો શોધવા જોઈએ.





[Q - 3]. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.
(1) નીચેના માંથી કયું ખનિજનું લક્ષણ નથી ?
(A) તેઓ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા બનેલા હોય છે.
(B) તેમનું એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે.
(C) [✓] તેઓ અપ્રાપ્ય હોય છે.
(D) તેમનું વિતરણ અસમાન હોય છે. 


(2) અ – (a) સૌર શીતાગાર (b) વિન્ડફાર્મ (c) સોલાર પાર્ક (d) ગરમ પાણીના ઝરા (e) બાયોગેસ પ્લાન્ટ  

બ – (1) તુલસીશ્યામ (2) ચારણકા (3) રુદાતલ (4) છાણી (5) માંડવી
A. (a – 4) (b – 5) (c – 2) (d – 1) (e  – 3)


(3) વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા-પ્લાન્ટ કયા દેશમાં છે ?
(A) [✓] યુ.એસ.એ.
(B) ન્યૂઝીલેન્ડ
(C) આઇસલૅન્ડ
(D) ફિલિપાઇન્સ




[Q - 4]. ખાલી જગ્યા પૂરો.
(1) ધાતુગાળણ ઉદ્યોગમાં ............ ખનીજનો ઉપયોગ થાય છે.
A. ફર્લોરસ્પાર


(2) દેશમાં સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય ............ છે. 
A. ગુજરાત


(3) ગુજરાતમાં ............ અને ............ કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે. 
A. અંકલેશ્વર, ગાંધાર


(4) ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચઢાવવા માટે ............ ખનિજનો ઉપયોગ થાય છે. 
A. જસત


(5) કચ્છ જિલ્લાના ............ માંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે.
A. પાનધ્રો




[Q - 5]. સંકલ્પના સમજાવો.
(1) ખનિજ
A. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે.


(2) ભૂતાપીય ઊર્જા
A. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાળને નિયંત્રણમાં લઈ જે ઊર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઊર્જા કહે છે.


(3) ભરતીઊર્જા
A. ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાને ભરતીઊર્જા કહેવામાં આવે છે.


(4) બાયોગેસ
A. બાયોગેસ એ જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ ખાતર અવશેષ, પશુઓનાં છાણ, રસોડામાંથી નીકળતાં એંઠવાડ - કચરાને વાયુયુક્ત (ગૅસટાંકી બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થોનાં સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. 

બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઇંધણ) છે અને તેનાથી મોટા પ્રમાણમાં નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. આમ, ઊર્જા અને ખાતર બંને મેળવી શકાય છે.



[Q - 6]. તફાવત આપો.



(1) પરંપરાગત ઊર્જાના સ્ત્રોત – બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત
A. → પરંપરાગત ઊર્જાના સ્ત્રોત
1) જે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઊર્જાના પરંપરાગત સ્રોત કહેવાય છે. 

2) લાકડું અને અશ્મિભૂત ઇંધણ (બળતણ) પરંપરાગત ઊર્જાના મુખ્ય બે સ્રોત છે.

3) કોલસો,ખનીજતેલ અને કુદરતી વાયુ તેના અન્ય ઉ.દા છે.

4) પરંપરાગત ઊર્જાના સ્ત્રોત નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એવા છે. 

5) પરંપરાગત ઊર્જાના સ્ત્રોતનો વધુ પડતો ઉપયોગ પ્રદુષણ ફેલાવે છે. 


→ બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત

1) સૌરઊર્જા, પવન – ઊર્જા,ભરતી – ઊર્જા,ભૂ-તાપીય ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે. 

2) બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત અખૂટ છે.

3) બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પ્રદુષણ ફેલાતું નથી.


(2) બાયોગૅસ – કુદરતી ગૅસ
A. → બાયોગૅસ 

જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ,ખાતર,અવશેષ, પશુઓનાં છાણ, રસોડામાંથી નીકળતાં એંઠવાડ - કચરાને વાયુયુક્ત (ગૅસટાંકી બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થોનાં સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે. બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઇંધણ) છે અને તેનાથી મોટા પ્રમાણમાં નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. આમ, ઊર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. ઉત્તરપ્રદેશ અને ગુજરાત બાયોગૅસનાં ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રુદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે.


→ કુદરતી ગૅસ

કુદરતી વાયુ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવે છે અને જ્યારે કાચા ખનિજ તેલ (ક્રૂડ ઓઇલ) ને બહાર લાવવામાં આવે છે ત્યારે તેની સાથે મુક્ત થાય છે. તેનો ઉપયોગ ઘરેલું અને ઉદ્યોગોમાં ઇંધણ તરીકે થાય છે. રશિયા, નોર્વે, યુ.કે. અને નેધરલેન્ડ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતમાં જેસલમેર, ખંભાતબેસીન, કૃણા - ગોદાવરી મુખત્રિકોણ, ત્રિપુરા અને બૉમ્બે હાઇ કુદરતી વાયુ ઉત્પાદક - ક્ષેત્રો છે. ગુજરાતનું અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ તથા કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે. વિશ્વના બહુ ઓછા દેશોમાં કુદરતી વાયુનો પૂરતો જથ્થો છે. અશ્મિભૂત ઇંધણના વપરાશમાં ઝડપી વધારાને લીધે ચિંતાજનક રીતે સમાપ્ત થઈ રહ્યા છે. આ ઇંધણોનાં સળગવાથી નીકળેલા ઝેરી પ્રદૂષકો પણ ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિમાં બિનપરંપરાગત ઊર્જાસ્રોતનો બહોળો ઉપયોગ કરી પરંપરાગત સોત પરનું ભારણ ઘટાડી શકાય.

(3) ધાત્વિક ખનિજ – અધાત્વિક ખનિજ
A. → ધાત્વિક ખનિજ

ધાતુમય (ધાત્વિક) ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે. ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિદ્યુતનાં વાહક હોય છે અને જેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે. ધાતુમય ખનિજ આગ્નેય અને રૂપાંતરિત ખડકસમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. આ ખનિજોથી પ્રાપ્ત ધાતુઓને ટીપીને કે ગાળીને વિભિન્ન કારોમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી તે તૂટતા નથી. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે. જેમકે સોનું, જસત, ચાંદી, તાંબું, ઍલ્યુમિનિયમ, લોખંડ વગેરે મુખ્ય છે.


→ અધાત્વિક ખનિજ

આ ખનિજોમાં ધાતુઓ નથી હોતી. કેટલાંક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે. ચૂનાનો પથ્થર, અબરખ અને જિસમ આ ખનિજોનું ઉદાહરણ છે. ઊર્જા - સંસાધન જેમકે, કોલસો અને પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજ છે. મેદાનો અને ગેડ પર્વતોના કાંપના નિક્ષેપકૃત) ખડક સમૂહોનાં ક્ષેત્રોમાંથી અધાતુમય ખનિજો મળી આવે છે. ખનિજ બળતણ જેમકે કોલસો અને પેટ્રોલિયમ પણ કાંપના સ્તરમાંથી મળી આવે છે.



[Q - 7]. ટૂંક નોંધ લખો.
(1) ખનિજ સંપત્તિનું મહત્ત્વ
A. – મેંગેનીઝ રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, વાર્નિશ તથા છાપકામના ઉદ્યોગોમાં વપરાય છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. 

– તાંબાનો ઉપયોગ વીજળીના તાર, સ્ફોટક પદાર્થ, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં થાય છે. તાંબામાં લાઈ ઉમેરવાથી કાંસું બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે. ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન (T.V.), રેફ્રિજરેટર અને એરકંડિશનર વગેરે બનાવવામાં વપરાય છે 

– બૉક્સાઇટમાંથી ઍલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બૉક્સાઇટનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો, રંગો હવાઈજહાજોનાં બાંધકામમાં, કેરોસીન શુદ્ધીકરણ અને સિમેન્ટની બનાવટમાં વપરાય છે. 

– અબરખ અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે. રેડિયો, ટેલિફોન, વિમાન, ડાઈનેમો, મોટરગાડી, વિદ્યુતમોટર વગેરેની બનાવટમાં વપરાય છે. 

– ફર્લોરસ્પાર ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રોક્લોરિક ઍસિડમાં, ચિનાઈ માટીની વસ્તુની બનાવટમાં વપરાય છે. 

– ચૂનાનો પથ્થર સિમેન્ટ, લોખંડ, પોલાદ, સોડાએશ, સાબુ, કાગળ, રંગ, ખાંડ - શુદ્ધીકરણ જેવા ઉદ્યોગોમાં વપરાય છે. 

– સીસાનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને ઝીંક ઑક્સાઇડની બનાવટમાં થાય છે. 

– જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોળ ચઢાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે. 

– લોખંડ (લોહ – અમરક) નો ઉપયોગ ટાંકણીથી માંડી મોટાં યંત્રો, મોટર - ગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં થાય છે. 

– કોલસો તાપવિદ્યુતનાં ઉત્પાદનમાં બળતણ તરીકે વપરાય છે. 

– કમ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન ક્વાર્ઝમાંથી લેવામાં આવે છે.



(2) ખનિજ સંરક્ષણના ઉપાયો
A. – કોલસો અને પેટ્રોલિયમ બિનવીનીકરણીય સંસાધન છે. ખનિજોનાં નિર્માણ અને સંયનમાં હજારો વર્ષ લાગે છે. માનવીય વપરાશના દરની તુલનામાં બિનનવીનીકરણીય સંસાધનનાં નિર્માણનો દર ખૂબ જ ધીમો છે. ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે. 

– ધાતુઓનું રિસાઇક્લિંગ : લોખંડ, તાંબું, ઍલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. 

– ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતાં ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ. વિદ્યુતનાં સ્થાને સૌર - વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલને બદલે સી.એન.જી.નો વપરાશ વધારવો જોઈએ. 

– જળ, સૌર, પવન, બાયોગેસ જેવાં બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. 
પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણમુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઈએ.

– ઊર્જા - સંસાધનો ખૂબ જ કીમતી છે. વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું આપણી ફરજ છે.

– ઊર્જાનો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટી નોતરે તે પહેલાં આપણે સજાગ બની ઊર્જા - સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ.


(3) સૌરઊર્જા
A. – સૂર્ય ઊર્જાનો મુખ્ય સોત છે. સૂર્યની ગરમી અને પ્રકાશઊર્જા આપણે દરરોજ અનુભવી શકીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી સૌરઊર્જાનો ઉપયોગ સૌર - કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. 

– ગરમીની વધુ માત્રાવાળા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌરઊર્જાનો ઉપયોગ કરવાની તકનીક ખૂબ ફાયદાકારક છે. સૌરઊર્જાનો ઉપયોગ સૌર વૉટર - હીટર, સૉલર - કૂકર, સૉલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં પણ થાય છે.

– સૌરઊર્જા અખૂટ અને પ્રદૂષણમુક્ત છે. 

– મધ્યપ્રદેશના રેવામાં ‘ સૌરઊર્જા પરિયોજના ’ આવેલી છે, જે સૌરઊર્જાની પેનલ એશિયાની મોટી સૌરઊર્જા યોજનામાં ગણાય છે. 

– ગુજરાત દેશમાં સૌરઊર્જા મેળવતું અગ્રગણ્ય રાજ્ય છે. 

– સૌરછત, કેનાલ આધારિત સૌર પ્રોજેટ્સ દ્વારા સૌરઊર્જા મેળવવાના પ્રયાસો થયા છે. 

– 590 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચારણકા ગામ ખાતે બિનવપરાશી જમીનમાં બનાવેલ છે. 

– ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) એ છાણી (વડોદરા) પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે. 

– સોલર રૂફ ટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર સહાય આપે છે. 
વર્તમાન સમયમાં ગામોમાં દીવાબત્તી (સ્ટ્રીટલાઇટ), ખેતરોમાં સિંચાઈ માટે સૉલર પેનલ બેસાડવામાં આવે છે. 

– ગુજરાતના ભૂજ પાસેના (માંડવી નજીક મોઢવા ગામે આ પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે.)

– દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે (મીઠું પાણી બનાવવા) સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. 

– આજે દેશમાં સૌરઊર્જાથી ચાલતાં ઉપકરણોનો વ્યાપ વધ્યો છે.


(4) બાયોગેસ
A. – જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ ખાતર અવશેષ, પશુઓનાં છાણ, રસોડામાંથી નીકળતાં એંઠવાડ - કચરાને વાયુયુક્ત (ગૅસટાંકી બળતણમાં ફેરવી શકાય છે. 

– આ પદાર્થોનાં સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. 

– મિથેન વાયુ દહનશીલ છે. બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઇંધણ) છે અને તેનાથી મોટા પ્રમાણમાં 

– નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે.આમ, ઊર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. 

– બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. 

– ઉત્તરપ્રદેશ અને ગુજરાત બાયોગૅસનાં ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. 

– અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રુદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે.



























 


 પાઠ 11.ખેતી




[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) કૃષિને અસર કરતાં પરિબળો જણાવો.
A. કૃષિને અસર કરતાં પરિબળો નીચે મુજબ છે. 

(1) અનુકૂળ જમીન (2) પાણી (૩) આબોહવા


(2) સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે છે ?
A. સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે નીચે મુજબની વિવિધ સુવિધાઓ પૂરી પડે છે.

– કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિધિરાણ આપવામાં આવે છે. 

– ખેતપેદાશો સંઘરવા જુદા - જુદા ભાગોમાં ગોદામોની સગવડ કરવામાં આવી છે. 

– સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, કિસાન કોલ સેન્ટર, સરકારનાં i - khedut ખેડૂત વેબપોર્ટલ દ્રારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે.

– ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે.
 
આમ ખેડૂતોને સરકાર દ્વારા ઘણી રીતે મદદ કરવામાં આવે છે.



(3) ગુજરાતમાં મુખ્ય કયા - કયા પાક થાય છે ?
A. ગુજરાતમાં ડાંગર, ઘઉં, બાજરી,શેરડી, મગફળી, દિવેલા,મકાઈ અને કપાસ જેવા મુખ્ય પાકો થાય છે.


(4) કૃષિના પ્રકારો કયા - કયા છે ?
A. કૃષિના પ્રકારો નીચે મુજબ છે. 

(1) જીવનનિર્વાહ ખેતી ખેતી (2) ઝૂમ ખેતી (3) સઘન ખેતી (4) સૂકી ખેતી (5) આદ્ર ખેતી અથવા ભીની ખેતી (6) બાગાયતી ખેતી 


(5) વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ - કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે ?
A. વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો, કરંજ, મહૂડો, તુલસી, રતનજ્યોત, ફૂદીનો, કારેલાં તમાકુ, સેવંતી વગેરે વનસ્પતિનો ઉપયોગ થાય છે.


(6) તફાવત આપો : બાગાયતી ખેતી અને સઘન ખેતી
A. • બાગાયતી ખેતી:

– બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. 

– આ ખેતીમાં મોટાભાગે ફળોનું વાવેતર કરવામાં આવે છે. 

– આ પ્રકારની ખેતી ખૂબ જ માવજત સાથે કરાય છે.


• સઘન ખેતી:

– સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેક્નોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે તેવી ખેતીને સઘન ખેતી કહે છે. 

– આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. 

– ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે.



(7) જૈવિક કીટનાશકોમાં શેનો - શેનો ઉપયોગ થાય છે ?
A. જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ (બેક્ટરિયા), વિષાણુ, ફૂગ, કૃમિ વગેરેનો સમાવેશ થાય છે.


(8) ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો પ્રદેશ લાંબા તારના કપાસનાં ઉત્પાદન માટે જાણીતો છે ?
A. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ લાંબા તારના કપાસનાં ઉત્પાદન માટે જાણીતો છે.




[Q - 2]. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.
(4) 'ઘઉંનો કોઠાર' કયા રાજયને કહેવામાં આવે છે ?
(A) [✓] પંજાબ
(B) ગુજરાત
(C) હરિયાણા
(D) ઉત્તરપ્રદેશ


(1) નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે ?
(A) બાગાયતી ખેતી
(B) [✓] ઝૂમ ખેતી
(C) સઘન ખેતી
(D) આદ્ર ખેતી


(2) વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી ?
(A) લીમડો
(B) કારેલાં
(C) તમાકુ
(D) [✓] બિલાડીના ટોપ


(3) દિવેલા (એરંડા) નાં ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે. ? 
(A) બ્રાઝિલ
(B) [✓] ભારત
(C) ચીન
(D) શ્રીલંકા



[Q - 3]. કારણો આપો.
(1) રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુપડતો વપરાશ નુકસાનકારક છે.
A. ભારતમાં ખેતીમાં પાકોને થતું નુકસાન અટકાવવા માટે જંતુનાશક રસાયણો મહત્ત્વનો ભાગ ભજવે છે. ખેતીમાં વધુ પડતાં રાસાયણિક જંતુનાશકોના અવિવેકી અને આડેધડ ઉપયોગનાં કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. જમીનમાં વધુ પડતાં રાસાયણિક ખાતરોના ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. 

રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોમાં રહેલ ઝેરી તત્ત્વો મનુષ્યનાં આરોગ્ય પર પણ તે લાંબે ગાળે ખરાબ અસરો કરે છે. એટલા માટે કહી શકાય કે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે.



(2) જુદા - જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે.
A. કોઈપણ પાકનું વાવેતર કરવા માટે ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદમાં રહેલી ભિન્નતા જેવા પરિબળો મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે. આ બધા પરિબળો બધી જ જગ્યાએ એક સમાન હોતા નથી. 

અલગ - અલગ પાકોને પાણીની જરૂરીયાત પણ અલગ - અલગ હોય છે. જે - તે વિસ્તારમાં પાકને અનુકૂળ જે પરિબળો યોગ્ય હોય તે મુજબ પાકનું વાવેતર કરવામાં આવે છે. માટે કહી શકાય કે જુદાં જુદાં પ્રર્દેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે.



(3) જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે.
A. જૈવિક કીટનાશકો બજારમાં વ્યાપારી ધોરણે મળે છે. જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા - જુદા રોગ લાગુ પાડે છે અને પરિણામે તે નાશ પામે છે. જીવાણું આધારિત જૈવિક કીટનાશક એ એક જાતનું જઠરવિષ છે. તેથી તે જે કીટકોને મારવાનું છે તે કીટકના જઠરમાં જવું જરૂરી છે. 

પાક પર જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્તાવસ્થામાં રહેલાં જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે. છેવટે ઈયળ મૃત્યુ પામે છે. આ માટે જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે.


(4) ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે.
A. ટપક પિયત પદ્ધતિમાં પોષકદ્રવ્યો ધીમે - ધીમે છોડનાં મૂળ સુધી પહોંચે છે. તેથી પાણી અને પોષકદ્રવ્યો એકસરખા પ્રમાણમાં છોડનાં મૂળમાં જાય છે. ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40 ટકાથી 60 %સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25 ટકાથી 30 %બચત થાય છે. ક્યારા, પાળા, ખામણા, ધોરિયા, જમીન પોચી રાખવા ગોડ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે. 

ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નિંદણ ઓછું થાય છે તેથી નિંદામણનાશક દવાઓ તેમજ મજૂરીખર્ચમાં પણ ઘટાડો થાય છે. વીજળીની આશરે 30 ટકાથી 35 %બચત થાય છે. ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. માટે કહી શકાય કે ખેતીમાં ટપક પિયત પધ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે.




[Q - 4]. સંકલ્પના સમજાવી.
(1) ખેતી
A. ખેતી જેમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવાં અને પશુપાલનનો સમાવેશ થાય છે.ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે.વિશ્વના આશરે 50 %લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે.દેશની 65 %વસ્તી ખેતી પર નિર્ભર છે.ભારતની અર્થવ્યવસ્થા ખેતી પર આધારિત છે.ખેતી માટે અનુકૂળ જમીન, આબોહવા અને પાણી આવશ્યક છે.



(2) બાગાયતી ખેતી
A. બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે.એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે એવા પાકો બાગાયતી પાકો કહે છે. આ ખેતીમાં વિવિધ ફળોની ખેતી કરવામાં આવે છે.


(3) સૂકી ખેતી
A. જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે. તેને ' સૂકી ખેતી ' કહે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવાં પાણીની ઓછ જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે.


(4) આદ્ર ખેતી
A. જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારમાં આદ્ર ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે.




[Q - 5]. ખાલી જગ્યા પૂરો.
(1) ગુજરાત કપાસનાં ઉત્પાદનમાં ભારતમાં ........... સ્થાન ધરાવે છે.
A. પ્રથમ


(2) સઘન ખેતીને ............ ખેતી પણ કહે છે. 
A. વ્યાપારી


(3) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ............ જિલ્લામાં થાય છે.
A. જુનાગઢ


(4) વિશ્વના આશરે ........ %લોકો ખેતી - પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.
A. 50


(5) કપાસની કાળી જમીન ............ ના નામે પણ ઓળખાય છે.
A. રેગુર




[Q - 6]. ટૂંક નોંધ લખો.
(3) ડાંગર
A. ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્ત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટા ભાગે લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. 

ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલાં ખેતરોમાં થાય છે. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે. ડાંગરનાં ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે. તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય. 

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગણા, બિહાર, ઓડિશા તેનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લામાં થાય છે.


(4) કાળી જમીન
A. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ - સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાડો કે તિરાડો પડી જાય છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે ' કપાસની કાળી જમીન ' તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુર ' નામે પણ ઓળખાય છે. 

આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અળદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે 


(5) ટપક સિંચાઈ પદ્ધતિ
A. – ટપક સિંચાઈ પદ્ધતિ ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે કે જેના દ્વારા પાણીની બચત થાય અને પોષકદ્રવ્યો ધીમે ધીમે છોડનાં મૂળ સુધી પહોંચે છે અને આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીથી અંદરની સપાટી સુધી અસર કરે છે.

– આનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરી છેક મૂળ સુધી સીધું જ પાણી પહોંચાડવાનો છે.

– ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઈપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી પાણી સિંચવામાં આવે છે. 

– પાણી અને પોષકતત્વોને ' ડ્રિપરલાઈન્સ ' તરીકે ઓળખાતા પાઈપોમાં આ ક્ષેત્રમાં વિતરણ કરવામાં આવે છે. 

– જેમાં ડ્રિપર તરીકે ઓળખાતા નાના એકમો હોય છે. દરેક ડ્રિપર પાણી અને ખાતરો ધરાવતાં ટીપાંને બહાર કાઢે છે. પરિણામે પાણી અને પોષકદ્રવ્યો એકસરખા પ્રમાણમાં છોડનાં મૂળમાં જાય છે.

– ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40 ટકાથી 60 %સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25 ટકાથી 30 %બચત થાય છે.

– ક્યારા, પાળા, ખામણા, ધોરિયા, જમીન પોચી રાખવા ગોડ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે. 

– ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નિંદણ ઓછું થાય છે તેથી નિંદામણનાશક દવાઓ તેમજ મજૂરીખર્ચમાં પણ ઘટાડો થાય છે. 

– વીજળીની આશરે 30 ટકા થી 35%બચત થાય છે. 

– ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે.

– કપાસ, એરંડા, શેરડી, ટામેટા, રીંગણ, કોબીજ, ચીકુ, લીંબુ, પપૈયા વગેરે પિયત પદ્ધતિને અનુકૂળ પાકો છે.


(1) સઘન ખેતી
A. આ આધુનિક ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેક્નોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. 

આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. - આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવે છે તેથી તેને ' વ્યાપારી ' ખેતી પણ કહે છે. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારે ખેતી થાય છે.


(2) ખેતીનો વિકાસ
A. વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ ગતિએ ખેતીનો વિકાસ થયો છે. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો મોટા ભાગે સઘન ખેતી કરે છે. - ખેતીવિકાસ વધતી વસ્તીની વધુ માંગને પહોંચી વળવા ખેતી - ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નોથી સંબંધિત છે. 

આ ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય છે. જેમ કે વાવેતર ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેતર પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સુવિધામાં સુધારો કરીને, ખાતરોનો ઉપયોગ કરીને અને ઉચ્ચ ઉપજ આપતા બીજના પ્રયોગ દ્વારા ખેતીનું યાંત્રિકીકરણ પણ ખેતીના વિકાસનું એક અન્ય પાસું છે. ખેતીવિકાસનું અંતિમ લક્ષ્ય એ ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનું છે.

































પાઠ 12.ઉધોગ



[Q - 1]. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
(1) ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે?
A. ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે. જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કઈ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને તે સમયનો ઉદ્યોગ કહેતાં હતાં પરંતુ જેમ માનવીની જરૂરિયાતો વધવા લાગી તેમ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ યંત્રનો ઉપયોગ થવા માંડ્યો, ત્યારથી ઉદ્યોગનો અર્થ ધીમે - ધીમે વિશાળ બન્યો. - કોઈપણ કાચા માલનું યાંત્રિક સહાય દ્રારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે.


(2) કયાં મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે.
A. કાચા માલની ઉપલબ્ધતા ભૂમિ, જળ, શ્રમ, ઊર્જા, મૂડી, પરિવહન અને બજાર ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરતા પરિબળો છે.


(3) કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજૂ તરીકે ઓળખાય છે? શા માટે? 
A. લોખંડ-પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. - લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે. વાહનો, રેલગાડી, ટ્રક અને બંદર નિર્માણમાં મોટે ભાગે પોલાદનો ઉપયોગ થાય છે. આમ વિશાળકાય યંત્રોથી માંડી સોય સુધી તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. તેલના કૂવાઓનું પોલાદથી બનેલ મશીનો દ્વારા શારકામ કરવામાં આવે છે. આમ વધુ પડતાં ઉપયોગને કારણે લોખંડ - પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગના કરોડરજૂ તરીકે ઓળખાય છે.


(4) કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે?
A. મુંબઈની ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂરો જેવા અનુકૂળ પરિબળોને લીધે મુંબઈમાં કપાસ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો છે.


(5) બેંગલૂરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેક્નોલૉજી ઉદ્યોગની વચ્ચે શું સમાનતા છે.
A. બેંગલૂરુ અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીનો માહિતી ટેકનોલોજી ઉદ્યોગ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. બેંગલુરુમાં જ્યારે કાર્ય ચાલું હોય ત્યારે કેલિફોર્નિયામાં બંધ હોય છે અને કેલિફોર્નિયામાં ચાલું થાય ત્યારે બેંગલુરુમાં બંધ હોય છે. માટે બેંગલૂરુ ઉદ્યોગની માહિતીનો લાભ કેલિફોર્નિયા લઈ શકે અને કેલિફોર્નિયાના ઉદ્યોગનો લાભ બેંગલૂરુ લઈ શકે છે. કોઈપણ કાર્યની પ્રગતિનો અદ્યતન અહેવાલ એકબીજાને મોકલે છે. બંનેમાં સંવાદ અને કાર્ય સાથે - સાથે થાય છે. એવું લાગે કે જાણે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં બેઠા છે. આમ બેંગલૂરુ અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીનો માહિતી ટેકનોલોજી ઉદ્યોગ એકબીજા સાથે સમાનતા ધરાવે છે.




[Q - 2]. સાચા ઉત્તરો સામે ‘ખરા’ની નિશાની કરો.
(1) સિલિકોન વેલી ક્યાં આવેલી છે?
(A) બેંગલુરુ
(B) [✓] કેલિફોર્નિયા
(C) અમદાવાદ
(D) જાપાન


(2) કયો ઉદ્યોગ સનરાઇઝ ઉદ્યોગના નામે ઓળખાય છે?
(A) લોખંડ-પોલાદ ઉદ્યોગ
(B) સુતરાઉ કાપડ ઉદ્યોગ
(C) [✓] માહિતી ટૅક્નોલૉજી
(D) શણ ઉદ્યોગ


(3) નીચેનામાંથી કયાં પ્રાકૃતિક રેસા છે?
(A) નાઇલોન
(B) [✓] શણ
(C) એક્રેલિક
(D) પોલિએસ્ટર





[Q - 3]. તફાવત સ્પષ્ટ કરો.
(1) ખેતી આધારિત અને ખનીજ આધારિત ઉદ્યોગ
A. • ખેતી આધારિત ઉદ્યોગ:

– જે ઉદ્યોગમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે તેવા ઉદ્યોગને કૃષિ આધારિત ઉદ્યોગ કહે છે. 

– ખાદ્ય ઉદ્યોગ, સુતરાઉ અને શણના કાપડ ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ વગેરે ખેતી આધારિત ઉદ્યોગો છે.

– સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ


• ખનીજ આધારિત ઉદ્યોગ:

– જે ઉદ્યોગમાં કાચો માલ જમીનમાંથી નીકળતા ખનીજોમાંથી પ્રાપ્ત થાય છે તેવા ઉદ્યોગને ખનીજ આધારિત ઉદ્યોગ કહે છે.

– લોખંડ અને પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ વગેરે ખનીજ આધારિત ઉદ્યોગો છે.


(2) સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ
A. • સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ:

– જે ઉદ્યોગની માલિકી સરકારની હોય, જેનું સંચાલન સરકાર કરે છે તેવા ઉદ્યોગને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. 

– હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવા ઉદ્યોગ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ છે.


• સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ:

– જે ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિ બંનેની હોય અથવા વ્યક્તિઓના સમૂહની હોય તેવા ઉદ્યોગને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ કહે છે.

– મારુતિ લિમિટેડ ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ છે.




[Q - 4]. નીચે આપેલી ખાલી જગ્યાઓમાં બે - બે ઉદાહરણ આપો.
(1) કાચો માલ : ............ , ............
A. કોલસો, કપાસ


(2) કૃષિ આધારિત ઉદ્યોગ : ............ , ............
A. સુતરાઉ કાપડ ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ


(3) સહકારી ઉદ્યોગ : ............ , ............
A. ડેરી ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ




















પાઠ 13.માનવ - સંસાધન




[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(2) વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણનાં કારણો કયાં છે?
A. વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણનાં કારણો નીચે મુજબ છે.

– વિશ્વમાં નદીકિનારાના અને મુખત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ, સપાટ જમીન વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો, ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે. 

– ઊંચા પર્વતો, ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ, બહુ ભારે વરસાદના પ્રદેશો, ગીચ જંગલો, દલદલવાળા પ્રદેશો, ખારાપાટેના વિસ્તારો તેમજ રણપ્રદેશો-જ્યાં ખેત-ઉત્પાદન માટે પ્રતિકુળ પરિસ્થિતિ છે, ત્યાં વસ્તીની ગીચતા ઓછી હોય છે. 


(3) વસ્તી-ગીચતાનો અર્થ શું છે?
A. પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. 

– જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે. 

– વસ્તી-ગીચતાને આ સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે : 

વસ્તીગીચતા = દેશની કુલ વસ્તી÷ દેશનું કુલ ક્ષેત્રફળ 

– ભારતની સરેરાશ વસ્તી – ગીચતા 2011 ના વર્ષ પ્રમાણે 382 છે જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી-ગીચતા 54 (2011) વ્યક્તિની છે. સૌથી વધારે વસ્તી-ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે.


(4) વસ્તી-વિતરણને અસર કરનાર કોઈ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો.
A. 1. ભૌગોલિક પરિબળો:-

– પ્રાકૃતિક રચના : માનવી હંમેશાં પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે. કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગ અને સેવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગી હોય છે. ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે જ્યારે એન્ડીઝ, આલ્સ અને હિમાલય પર્વત વિસ્તારમાં નહિવત્ વસ્તી વસવાટ કરે છે. 

– આબોહવા (Climate): વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારો જેમકે સહરાનું રણ, રશિયાનો ધ્રુવપ્રદેશ, કૅનેડા અને ઍન્ટાર્કટિકમાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી. 

– જમીન (Soil): ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે. ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર, ચીનમાં હવાંગ-હો અને ચાંગ જિયાંગ તથા ઇજિપ્તમાં નાઈલ નદીના ફળદ્રુપ મેદાન ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે.
 
– જળ (Water): વસ્તી આવા ક્ષેત્રમાં વસવાટ કરવા પ્રાથમિકતા આપે છે. જ્યાં બિનક્ષારીય જળ સરળતાથી ઉપલબ્ધ હોય છે. વિશ્વની નદી ખીણો ગીચ વસવાટક્ષેત્ર ધરાવે છે. જ્યારે રણવિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવે છે.
 
– ખનિજ (Mineral): ખનિજ સંસાધનવાળા વિસ્તારો વધુ વસ્તી ધરાવે છે દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો અને મધ્યપૂર્વ એશિયામાં ખનિજતેલનાં ક્ષેત્રો લોકોને વસવાટ માટે પ્રેરિત કરે છે. 

2. સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો :-

– સામાજિક પરિબળ : સારાં રહેઠાણ, શિક્ષણ અને સ્વાથ્યની સગવડોના વિસ્તારો વધુ ગીચતાવાળા છે. દા.ત., પૂણે.

– સાંસ્કૃતિક પરિબળ : પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે. વારાણસી, જેરુસલેમ અને વેટિકન સિટી એનાં ઉદાહરણો છે. 

– આર્થિક પરિબળો : ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તક ઊભી કરે છે. વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે. જાપાનમાં ઓસાકા અને ભારતમાં મુંબઈ બંને ગીચ વસવાટનાં ક્ષેત્રો છે.


(1) વસ્તીને એક સંસાધન તરીકે કેમ સમજવામાં આવે છે?
A. માનવ-સંસાધન વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય છે. પ્રકૃતિની ભેટ ફક્ત એ સમયે જ મહત્ત્વની હોય છે જ્યારે તે લોકો માટે ઉપયોગી હોય છે. લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે. આ પ્રકારે માનવ સંસાધન જ અંતિમ સાધન છે. સ્વસ્થ, શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. અન્ય સાધનોની જેમ માનવ-સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલ નથી. પોતાના શૈક્ષણિક સ્તર, ઉંમર અને લિંગમાં તે એકબીજાથી અલગ હોય છે, એની સંખ્યા અને લક્ષણ પણ બદલાતાં રહે છે માટે વસ્તીને એક સંસાધન તરીકે સમજવામાં આવે છે.




[Q - 2]. સાચા ઉત્તર સામે ખરા (✓) ની નિશાની કરો.
(1) વસ્તી-વિતરણ શબ્દનો અર્થ છે.
(A) કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં સમયની સાથે વસ્તીમાં કયા પ્રકારનું પરિવર્તન થાય છે. 
(B) કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં જન્મ લેનાર લોકોની સંખ્યાના સંદર્ભમાં મૃત્યુ પ્રાપ્ત કરનારા લોકોની સંખ્યા કેવી છે.
(C) કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. 
A. (C) કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે.


(2) એ ત્રણ મુખ્ય પરિબળો કયાં છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે?
(A) જન્મ, મૃત્યુ અને લગ્ન
(B) જન્મ, મૃત્યુ અને સ્થળાંતર
(C) જન્મ, મૃત્યુ અને જીવન-દર
A. (B) જન્મ, મૃત્યુ અને સ્થળાંતર


(3) ઈ.સ. 1999 માં વિશ્વની વસ્તી કેટલી હતી?
(A) એક અબજ  (B) 3 અબજ  (C) 6 અબજ
A. (C) 6 અબજ




[Q - 3]. સંકલ્પના સમજાવો.
(1) જાતિ – પ્રમાણ
A. પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસતીને સ્ત્રી-પુરુષનું પ્રમાણ કહે છે આપણા દેશમાં પુરુષોનું પ્રમાણ વધારે છે. વીસમી સદીની શરૂઆતમાં ભારતમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ દર 1000 પુરુષે 972 સ્ત્રીઓનું પ્રમાણ (1901) હતું. પછીના દસકાઓમાં તે દર ઘટતો ગયો. છેલ્લા દસકામાં તેમાં થોડો સુધારો થયો. ઈ.સ. 2011 માં વધીને 943 થઈ ગયો. કેરલ રાજ્યમાં 1084 અને પુડુચેરીમાં 1037 સ્ત્રી-પુરુષનું પ્રમાણ છે.


(2) સાક્ષરતા
A. 7 વર્ષ કે તેનાથી વધુ વયજૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી-લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષરજ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. ભારતમાં સાક્ષરતાનો દર 5 %(1901) થી વધીને 74.04 %(2011) થઈ ગયું છે. આપણા દેશનાં લગભગ 82.1 %પુરુષ તથા 65.4 %મહિલાઓ આજે સાક્ષર છે. બીજા શબ્દોમાં આપણા દેશનાં આશરે કે પુરુષ અને અડધાથી વધુ મહિલાઓ સાક્ષર છે. કેરલમાં સાક્ષરતા 94 %છે જે બધાં રાજ્યોથી વધુ છે અને તેના પછી 92.3 %સાથે લક્ષદ્વીપ બીજા સ્થાને છે તથા 91.6 %સાક્ષરતા સાથે મિઝોરમ ત્રીજા સ્થાને છે. આપણા દેશમાં બિહાર 63.8 %રાજ્યનો સાક્ષરતાદર સૌથી ઓછો છે.


(3) વસ્તી-ગીચતા
A. પૃથ્વીનીસપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. જેને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે. 

– વસ્તી-ગીચતાને આ સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે : 

વસ્તી-ગીચતા = દેશની કુલ વસ્તી ÷ દેશનું કુલ ક્ષેત્રફળ 

– ભારતની સરેરાશ વસ્તી-ગીચતા 2011 ના વર્ષ પ્રમાણે 382 છે જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી-ગીચતા 54 (2011) વ્યક્તિની છે. સૌથી વધારે વસ્તી-ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં છે.




[Q - 4]. ખાલી જગ્યા પૂરો.
(1) વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ ભારત ............ ક્રમે છે.
A. બીજા


(2) ભારતમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ ............ છે
A. દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ


(3) ભારતમાં ............ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે.
A. કેરલ


(4) ગુજરાતમાં વસ્તી-ગીચતાનું પ્રમાણે ............ છે.
A. 308


























પાઠ 14.આપત્તિ - વ્યવસ્થાપન




[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો.
(4) માનવસર્જિત આપત્તિ કઈ-કઈ છે?
A. આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ અને ઔધોગિક અકસ્માત માનવસર્જિત આપત્તિ છે.


(5) દાવાનળ કોને કહેવાય?
A. જંગલ ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે.


(6) ભૂસ્ખલનની ઘટનાઓ કયાં ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે?
A. ભૂસ્ખલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે.


(7) મહામારીની પરિસ્થિતિ એટલે શું?
A. ખુબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુંજન્ય રોગનો ભોગ બને ત્યારે તે પરીસ્થીતીને મહામારી કહે છે.


(1) કુદરતી આપત્તિ કોને કહેવાય?
A. જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોઈ તે આપત્તિ કુદરતી આપતી કહેવાય છે.


(2) આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ-કઈ છે?
A. પૂર, ત્સુનામી, તીડનો પ્રકોપ, વાવાઝોડું, મહામારી વગેરે આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે.


(3) આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ-કઈ છે?
A. ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે.




[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) દાવાનળ કયા-કયા સંજોગોમાં ફાટી નીકળે છે?
A. જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે. 

– આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે. વળી જંગલનાં સૂકાં ઘાસ-પાંદડાં તેને વધુ વિસ્તારમાં પસરાવે છે. 

– કેટલાંક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર આ દાવાનળ માટે કેટલીક વાર માનવપ્રવૃત્તિ જવાબદાર છે. 

– જેમકે સળગતી બીડી કે સિગારેટનું બુઝાવ્યા વિના ફેંકવું, પશુ ચરાવનારાઓએ કામચલાઉ બનાવેલ ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના જતા રહેવું. 

– જંગલમાંથી પસાર થતી વીજળી કે ગૅસની લાઇનમાં અકસ્માત થતાં, જંગલના વિસ્તારોમાં પર્યટકો કે યાત્રિકોની બેદરકારી વગેરે જેવા સંજોગો આ દાવાનળ માટે કારણભૂત હોય છે. 
કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે.


(2) તીડ-પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો.
A. – તીડ એક પ્રકારના કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં અંદાજિત તેની લગભગ 11,000 જેટલી પ્રજાતિ જોવા મળે છે. 

– તે ઝૂંડમાં રહેવાનું પસંદ કરે છે. તેના એક ઝૂંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે તે રણ-વિસ્તારમાં જોવા મળે છે. તે દોઢથી બે ઇંચ લંબાઈ ધરાવે છે.

– ઊડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના આગળના બે પગ પાછળના પગની તુલનામાં લાંબા હોય છે.

– માથા પર ઍન્ટેના જેવા બે વાળ હોય છે. તે બેથી અઢી ફૂટનો કૂદકો મારી શકે છે. તે પવનની દિશામાં આગળ વધતાં જતાં હોય છે. 

– ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે તીડ ડિઝર્ટ લોટ્સ છે. આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે.

– તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે તે ખાઉધરાં તીડ તરીકે પણ ઓળખ ધરાવે કરે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે. 

– તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે. તેથી જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં ખેતીપાકો અને અન્ય વનસ્પતિનો સફાયો કરે છે. 

– જો બાગાયતી ખેતીના વિસ્તારોમાં તીડ ત્રાટકે તો કેરી, લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબળા જેવા પાકના બગીચા જે વર્ષોની મહેનતથી તૈયાર કર્યા હોય તેને ભારે ક્ષતિ પહોંચાડે છે. ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે.

– ઘણાં વર્ષો પહેલાં જ્યારે તીડના ઉપદ્રવથી ખેતીપાક સંપૂર્ણ નષ્ટ થતાં દુકાળની પરિસ્થિતિ સર્જાતી. જોકે હાલ આવું બને તો અન્ય પ્રદેશોમાંથી અનાજ પહોંચાડી ભૂખમરો અટકાવી શકાય છે. 

– તીડને ભગાડવા લોકો ઢોલ-નગારાં કે મોટા અવાજો કરી તેને ખેતરમાં ઊતરતાં અટકાવવા પ્રયાસો કરે છે. જોકે આવા પ્રયાસો પૂરતા નથી. 

– હાલમાં તીડનાં ટોળાંની પ્રવાસની દિશા અને તેના સંભવિત પ્રભાવી વિસ્તારોને સાવચેત કરવા સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવે છે. 

– જ્યાં તીડનાં ઉપદ્રવવાળા કે તેની વકી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ-નિયંત્રક દવાઓનો છંટકાવ કરી તેનાથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે. 

– ગુજરાત અને રાજસ્થાન ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો છે. ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લામાં છેલ્લાં થોડાં વર્ષોમાં તીડ-આક્રમણની ઘટનાઓ નોંધાઈ છે.


(3) મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો.
A. – ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. 

– સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. એમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે. 

– ઈબોલા, સ્વાઇન ફલૂ, ડેગ્યુ, કોરોના જેવા રોગો વિશ્વમાં લાખો લોકોને પોતાના શિકાર બનાવી ચૂક્યા છે. 

– પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર અને અદ્યતન દવાઓ–રોગપ્રતિકારક રસીઓના અભાવમાં લોકો પ્લેગ-શીતળા જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવતા હતા પણ આજે તેનો સફળ ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે. 

– નવા-નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોની સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગત નથી નીવડતી ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાઈને અનેક લોકોને ભરડામાં લઈ લે છે. 

– તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે. તેની મહામારીની સ્થિતિ ખાસ રોગપ્રતિકારક રસી સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં લગી તે નિરંકુશ રીતે તે રોગો લોકોને પોતાના શિકાર બનાવે છે. 

– આવા અજ્ઞાત વિષાણુજન્ય રોગોનાં ભયનું જોખમ માનવજાતિ સામે સતત તોળાતું રહે છે. તે વાસ્તવિકતા ભૂલવી ના જોઈએ. 

– આવા રોગોનો પ્રકોપ થાય અને તેનો ઉપચાર ઉપલબ્ધ ના હોય ત્યારે તેનો ચેપ અન્યત્ર ના ફેલાય તે માટે લોકડાઉન, જેને ચેપ લાગ્યો હોય તેને ક્વૉરેન્ટિન (Quarantine) કરવા જેવાં પગલાંનો ચુસ્ત અમલ કરાવવો પડે છે. 

– તેનાથી દેશની આર્થિક પ્રગતિ, શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસરો પડે છે તેની અસરોમાંથી પૂર્વવત થતાં વર્ષો લાગી જાય છે. 

– ઈ.સ. 2019-20ની સાલમાં કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વમાં મુશ્કેલી અનુભવી છે. 

– મહામારીમાં વ્યાપેલા રોગની રોગપ્રતિકારક રસીઓ શોધાઈ ના હોય તેને ફેલાતો અટકાવવા લોકડાઉન, પ્રવાસ પર પ્રતિબંધ, બહારથી આવતા નાગરિકોને કવૉરેન્ટિન જેવાં સખત પગલાં લેવાં પડે છે. 

– લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે. શિક્ષણ, વેપાર, ઉત્પાદન જેવી પ્રક્રિયા ઠપ થતાં ભારે અરાજકતાનો માહોલ બને છે. રોજેરોજનું કમાઈને ખાનાર લાખો લોકોની મુશ્કેલીઓનો પાર નથી રહેતો. 

– તંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધાત્મક આદેશો હોવા છતાં લોકો જાગૃત્તિના અભાવે રોગનો ભોગ બને છે. દવાખાનાં ઊભરાય છે. દુનિયાના સંપન્ન દેશો પણ લાચાર બની જાય છે. 

– કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે અને હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટે છે. 

– સદીઓ પૂર્વે કૉલેરા, પ્લેગ અને મલેરિયાની રોગપ્રતિકારક રસીઓ દવાઓ નહોતી શોધાઈ ત્યારે દુનિયાભરમાં આ રોગોથી કરોડો લોકો માર્યા ગયા હતા.

– એક તબક્કે આવી મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો હતો. મહામારીની પરિસ્થિતિમાં લોકોને બચાવવાના ઉપાયો અને રાખવાની સાવચેતીથી પ્રચાર-પ્રસાર કરી માહિતગાર કરવા જોઈએ. 

– સંક્રમિત લોકો માટે અલાયદા વૉર્ડ કે હૉસ્પિટલોની વ્યવસ્થા કરવાથી રોગ ફેલાતો અટકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા આવા સંજોગોમાં ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે. તે અનુસાર અમલીકરણ અનિવાર્યપણે કરવું જોઈએ. 

– બહારથી આવતા લોકોને પૂરતી દાક્તરી તપાસ કરીને પ્રવેશવા દેવા કે જરૂરી જણાય તો ક્વૉરેન્ટિન કરવા જોઈએ. માનવની પ્રગતિની સાથે-સાથે નવા વાઇરસ જન્ય રોગો પણ આવતા રહ્યા છે અને જ્યાં લગી તેની રોગપ્રતિકારક રસી ના શોધાય ત્યાં લગી સમગ્ર વિશ્વ તેની સામે લાચાર બની રહે છે.


(4) ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો.
A. ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સારસંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો થાય છે.

– જંતુનાશકો બનાવતાં કારખાનામાંથી ઝેરી વાયુનું ગળતર થાય છે.

– ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થાય છે.

– રિફાઇનરી પ્લાસ્ટિક જેવી સળગી ઊઠે એવી સામગ્રી બનાવતાં કારખાનાંમાં આગ લાગવી.

– રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ લાગવી.

– રસાયણો બનાવતાં કારખાનામાં પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટક થવા.

– પરમાણુ ઊર્જા વગેરે ઉદ્યોગોમાં થતાં અકસ્માતોથી કામ કરતા કામદારો ઉપરાંત આજુબાજુ રહેતા નાગરિકો પણ પોતાનો જાન ગુમાવે કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે.


(5) આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો.
A. આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે:

– આપત્તિને લીધે સ્થાવર કે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, તેથી વિકાસનાં ચાલુ કામો બંધ કરવાં પડે છે. 

– નિર્દોષ બાળકો અને સ્ત્રી-પુરુષોનું અકાળે અવસાન થાય છે. અનાથ બનેલાં બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેઓની સારસંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે.

– આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી, તેમનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે.
જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે.



[Q - 3]. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો.
(1) નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિમાં થતો નથી?
(A) આગ
(B) ઔદ્યોગિક અકસ્માત
(C) હુલ્લડ
(D) [✓] મહામારી


(2) નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિ છે?
(A) ભૂકંપ
(B) દાવાનળ
(C) [✓] ઔદ્યોગિક અકસ્માત
(D) સુનામી


(3) ગુજરાતમાં સાપુતારા (ડાંગ) માં આવી જવલ્લે જ ઘટનાઓ બને છે?
(A) ઔદ્યોગિક અકસ્માત
(B) [✓] ભૂસ્ખલન
(C) તીડ-પ્રકોપ
(D) સુનામી





















પાઠ 15.ભારતીય બંધારણ




[Q - 1]. ખાલી જગ્યા પૂરો.
(1) બંધારણની શરૂઆત ............ થી થાય છે.
A. આમુખ


(2) બંધારણસભાના અધ્યક્ષ ............ હતા.
A. ડૉ.રાજેન્દ્ર પ્રસાદ


(3) બંધારણસભામાં કુલ સભ્યો ............ હતા.
A. 389


(4) બંધારણમાં ............ શાસન - વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે.
A. સંઘીય




[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક - બે વાક્યોમાં લખો.
(1) બંધારણનો અર્થ જણાવો. 
A. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે.


(2) બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? 
A. બંધારણના ઘડવૈયા તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકરને ઓળખવામાં આવે છે.


(3) લોકશાહી એટલે શું?
A. લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી.


(4) બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
A. બંધારણ 26 જાન્યુઆરી, 1950 ના રોજ અમલમાં આવ્યું હતું.




[Q - 3]. નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર લખો.
(1) બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો.
A. બંધારણની મુખ્ય વિશેષતાઓ નીચે મુંજબ છે.

1. લોકશાહી : ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહીની બહુ જ પ્રચલિત અને સરળ ભાષામાં અપાયેલી વ્યાખ્યા મુજબ, લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. પ્રજાની સત્તા કે ચલણવાળું, પ્રજાના વહીવટવાળું શાસન. ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે. જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે. ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશનો નાગરિક જાતિ, જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્ત્વનું પાસું છે.

2. બિનસાંપ્રદાયિકતા : ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય. દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે. તેના આધારે નાગરિકને પોતપોતાના ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની અને તેનો પ્રચાર - પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

૩. પ્રજાસત્તાક : ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. પ્રજાસત્તાક એટલે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે. રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશપરંપરાગત હોતું નથી પણ તેઓ પરોક્ષ મતદાનથી ચૂંટાય છે. આ વ્યવસ્થામાં પંચાયતથી સંસદ સુધીના તમામ હોદ્દાઓ જાતિ, જ્ઞાતિ કે ધર્મ જેવા કોઈ ભેદભાવ વગર તમામ નાગરિકો માટે ખૂલ્લા હોય છે.

4. સંઘ રાજ્ય : ભારત એક સંઘ રાજય છે એટલે કે જુદાં - જુદાં રાજ્યનો બનેલો એક ‘ સંઘ ’ છે. આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે એટલે આપણા બંધારણમાં સંઘીય શાસન - વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે. સંઘીય શાસન - વ્યવસ્થામાં બે પ્રકારની રચના કરવામાં આવે છે : (1) સંઘ સરકાર અને (2) રાજ્ય સરકાર. આ બંને પ્રકારની સરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. દેશનાં મહત્ત્વનાં કાર્યો અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવ્યાં છે. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.


(2) કોઈ પણ બે મૂળભૂત હકો વિશે વિસ્તારથી લખો.
A. (1) સમાનતાનો હક : કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત કે ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે. 

(2) સ્વતંત્રતાનો હક : દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા - ફરવા, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે 



(3) કોઈ પણ ચાર મૂળભૂત ફરજો જણાવો.
A. (1) બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. 

(2) આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને દયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની. 

(3) ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની. 

(4) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની.




[Q - 4]. વિચારો અને લખો.
(1) જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય?
A. – જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો દેશમાં વ્યક્તિ - વ્યક્તિ વચ્ચે ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે ભેદભાવ સર્જાય છે. 

– વ્યક્તિને પોતાની યોગ્યતા હોવા છતાં સમાન હક મળે નહીં. વ્યક્તિ પોતાના વિચારો રજૂ કરી શકે નહીં. 

– એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં વ્યવસાય કે નોકરી કરવા જઈ શકે નહીં. આખા દેશમાં વ્યક્તિ સ્વતંત્ર રીતે હરી ફરી શકે નહીં. 

– એક વ્યક્તિ બીજી વ્યક્તિનું કોઈને કોઈ પ્રકારે શોષણ કરવા લાગે. ચૌદ વર્ષથી નીચેના બાળકોનું મજૂરી કરાવી શોષણ કરવામાં આવે. 

– વ્યક્તિ પોતાની મરજી મુજબનો ધર્મ પાળી શકે નહીં કે તેનો પ્રચાર - પ્રસાર કરી શકે નહીં. 
વ્યક્તિ પોતાની સ્થાનિક ભાષા, બોલી, પ્રણાલિકાઓ, મૂલ્યો પ્રમાણે જીવી શકે નહીં. 

– કોઈ વ્યક્તિ પોતાને થયેલ અન્યાય સામે અદાલતમાં જઈ શકે નહીં. આમ વ્યક્તિને મૂળભૂત હકો આપવામાં ન આવે તો દેશમાં ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.


(2) તમામ મૂળભૂત ફરજો - વિદ્યાર્થીનાં જીવનમાં કેવી રીતે બજાવી શકાય?
A. તમામ મૂળભૂત ફરજો - વિદ્યાર્થીનાં જીવનમાં નીચે મુજબની રીતે બજાવી શકાય.

– વિદ્યાર્થીઓને નાનપણથી આપણી મૂળભૂત ફરજોથી વાકેફ કરવા જોઈએ.

– બાળક નાનપણથી જ રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને આપણા ક્રાંતિકારીઓનો આદર કરતો થાય તે જોવું જોઈએ. 

– 'આ દેશ મારો છે મારા દેશની રક્ષા કાજે હું ગમે તે કરીશ' એ ભાવના વિદ્યાર્થીઓમાં દ્રઢ થવી જોઈએ.

– શાળામાં ભણતાં બાળકો ગમે તે જાતિ, જ્ઞાતિ અને ધર્મના હોય છતાં તેઓ ભાઈચારાથી રહે તે ખાસ જોવું જોઈએ.

– સ્ત્રીઓને માન અને સન્માન આપવું, પછી તે ગમે તે હોય : મા, બહેન કે પત્ની. તેનો ગુણ વિકસાવવો જોઈએ. 

– વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ કેળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. 

– આપણને અણમોલ સંસ્કૃતિનો વારસો મળ્યો છે. જેનું આપણે જતન કરવું જોઈએ એ બાળક શાળા કક્ષાએથી જ સમજતો થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. 

– આ દેશની મિલકત મારી મિલકત છે. તેનું નુકસાન એ પણ મારું જ નુકસાન છે એવો ભાવ પેદા કરી તે દેશની મિલકતનું રક્ષણ કરતો થાય તેવા ગુણનું સિંચન કરવું જોઈએ. 

– જંગલો, તળાવો, નદીઓ, સરોવરો વગેરેનું જતન કરવાની વાત વિદ્યાર્થીઓને શીખવવી જોઈએ. 

– વિદ્યાર્થીઓમાં પોતે આગળ વધી અને દેશના વિકાસમાં ફાળો આપે તેવા ગુણોનું સિંચન કરવું જોઈએ. 

આમ, તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં આ રીતે બજાવી શકાય છે.


(3) 26 નવેમ્બરને બંધારણ-દિવસ તરીકે શા માટે ઊજવવામાં આવે છે?
A. બંધારણની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946 ના રોજ મળી હતી. બંધારણસભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા - જુદા દેશોના બંધારણની મહત્ત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારતની આઝાદી બાદ 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણસભાએ સ્વીકાર્યું. 

આમ 26 નવેમ્બરે બંધારણ તૈયાર થયું અને તે જ દિવસે તેનો સ્વીકાર થયો હોવાથી 26 નવેમ્બરને બંધારણ - દિવસ તરીકે ઊજવવામાં આવે છે.





















પાઠ 16.સંસદ અને કાયદો




[Q - 1]. ખાલી જગ્યા પૂરો.
(3) આપણા દેશની લોકસભામાં કુલ ............ સભ્યો છે.
A. 545


(4) ભારતની સંસદના ઉપલા ગૃહને ............ કહેવાય છે.
A. રાજ્યસભા


(5) આપણા દેશના બંધારણીય વડા ............ છે.
A. રાષ્ટ્રપતિ


(1) આપણા દેશની સંસદમાં ............ ગૃહ છે.
A. બે


(2) આપણા દેશનો સમગ્ર વહીવટ ............ ના નામે ચાલે છે.
A. રાષ્ટ્રપતિ




[Q - 2]. એક - બે વાક્યમાં ઉત્તર આપો.
(1) આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે?
A. આપણા દેશની સંસદ દિલ્લીમાં આવેલી છે.


(2) સંસદસભ્ય બનવા માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
A. સંસદસભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે.


(3) રાજ્યસભાના સભ્યની મુદત જણાવો.
A. રાજ્યસભાના સભ્યની મુદ્દત 6 વર્ષની હોય છે.



[Q - 3]. ટૂંક નોંધ લખો.
(1) પ્રધાનમંત્રીનાં કાર્યો
A. – પ્રધાનમંત્રી જુદા - જુદાં ખાતાઓની ફાળવણી, તેની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે તેમજ નીતિવિષયક નિર્ણયો લે છે. 

– મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. 

– કોઈ પણ મંત્રીને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે. 

– મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સંભાળે છે. 

– દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે. આ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે.


(2) સંસદ
A. આપણા દેશનું સંસદભવન દિલ્લીમાં આવેલું છે. ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. આપણા દેશની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે. જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવાય છે. આ બંને ગૃહના સભ્યને સામાન્ય રીતે સંસદસભ્ય અથવા એમ. પી. તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાના સભ્યોને પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. જ્યારે રાજ્યસભાના સભ્યો રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે. દેશના મતદારો સીધા મતદાન કરી શકતા નથી. આથી રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. 

જેમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો રહે છે. આવી વિવિધતા વચ્ચે દેશનું સંકલન અને વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના બંધારણમાં સંસદને સૌથી મોટી લોકશાહી સંસ્થા કહેવામાં આવે છે. સંસદ વર્તમાન કાયદા સુધાર કરવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના કાયદાઓને રદ કરવાનું મહત્વનું કાર્ય કરે છે. 

સંસદ અંદાજપત્રના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે. સંસદમાં સરકારની નીતિઓની થતી ચર્ચા પરથી સરકાર પોતાની ભૂલો તથા ખામીઓ પ્રત્યે સભાન રહે છે અને સમગ્ર રાષ્ટ્ર સરકારી નીતિઓથી માહિતગાર રહી શકે છે.


(3) કાયદો અને તેનું મહત્ત્વ
A. – ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિઓ બ્રિટનની સંસદના મોડેલ આધારે વિકસેલી છે. 

– સંસદમાં કાયદા ઘડવામાં અને જરૂર જણાય ત્યાં સુધારા કરવામાં આવે છે. 

– સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી કાયદા ઘડવામાં આવે છે. 

– કાયદાઓનો યોગ્ય અમલ થાય તે માટે કારોબારી કાર્યરત હોય છે. 

– આપણા દેશના કાયદા દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે. 

– જો કાયદા મુજબ કામ ન થાય કે કોઈને અન્યાય થાય ત્યારે દેશનો નાગરિક ન્યાયતંત્ર પાસે જાય છે. 

– કાયદાનું અર્થઘટન કરી ન્યાયતંત્ર યોગ્ય ન્યાય આપે છે. બંધારણ મુજબ દેશનું ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. 

– આપણા દેશનો કાયદો ' સૌ સમાન સૌને સન્માન ' ની નીતિને આધારે કાર્ય કરે છે. 

– દેશમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે લોકવ્યવસ્થા તેમજ સુચારું તંત્ર માટે કાયદો જરૂરી છે. 

– કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણનાં મૂલ્યોને નજર સામે રાખવામાં આવે છે. 

– ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે, તો ભારતીય ન્યાયપાલિકા તે કાયદાને રદ કરે છે




[Q - 4]. વિચારો અને લખો.
(1) તમારા વિસ્તારના કયા - કયા પ્રશ્નો અંગે તમે જાણો છો?
A. મારા વિસ્તારના નીચેના પ્રશ્નો અંગે હું જાણું છું. 

(1) મારા વિસ્તારમાં પીવાના અને ખેતી માટે સિંચાઈના પાણીની ખૂબ સમસ્યા છે. 

(2) રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે.

(૩) વરસાદના પાણીના નિકાલ માટે કોઈ ગટરની વ્યવસ્થા નથી. પાણીનો ભરાવો થતાં ગંદકીનો ખૂબ જ પ્રશ્ન ઊભો થાય છે. 

(4) બાળકોને રમવા માટે કોઈ સારો બગીચો નથી. 

(5) ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મારા વિસ્તારમાં દારૂ વેચાય છે.

(6) મારા વિસ્તારમાં રખડતાં ઢોરોનો પણ ખૂબ જ ત્રાસ છે.



(2) જો તમે પ્રધાનમંત્રી બનો તો દેશને ગૌરવ અપાવવા કેવાં કાર્યો કરશો?
A. જો હું પ્રધાનમંત્રી બનું તો દેશને ગૌરવ અપાવવા નીચે મુજબના કાર્યો કરીશ.

(1) શિક્ષણ અને સ્વાથ્યની સેવા બિલકુલ મફત કરી દઈશ.

(2) તમામ સગવડતા ધરાવતી શાળાઓ અને હોસ્પિટલોની સ્થાપના કરીશ. 

(૩) બાળકોને રમવા માટે બગીચાની સ્થાપના કરીશ. 

(4) એક ગામથી બીજા ગામને જોડતા તમામ રસ્તાઓ પાકા બનાવીશ. 

(5) વિધવા અને વૃદ્ધો માટે નવી નવી યોજનાઓ અમલમાં લાવી તેમને મદદરૂપ બનીશ. 

(6) ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે અને તેમના પાકોને સારા ભાવ મળે તેની ખાસ વ્યવસ્થા કરીશ. 

(7) નાગરિકો માટે હેલ્પલાઈન નંબર શરૂ કરીશ. જેથી કોઈપણ વ્યક્તિ પોતાની મુશ્કેલી અંગે જાણ કરી શકે. 

(8) જે - તે કચેરીમાં ખૂટતાં કર્મચારીઓની તાત્કાલિક ધોરણે ભરતી કરીશ. જેથી લોકોને મુશ્કેલી અનુભવવી ના પડે. 

(9) દેશમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો કરીશ. 

(10) ગરીબી અને બેરોજગારી દૂર થાય તે માટે સખત પ્રયત્નો કરીશ.





















પાઠ 17.ન્યાયતંત્ર




[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો.
(1) ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય?
A. ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ ફોજદારી દાવા
 (Criminal Matter) કહેવાય છે.


(2) સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય?
A. જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે.


(3) આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે?
A. આપણા દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે.




[Q - 2]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(2) લોકઅદાલતના ફાયદા જણાવો.
A. – દરેક જિલ્લામાં કાયમી લોકઅદાલતોની સ્થાપના કરવામાં આવેલ છે.

– આ કાયમી લોકઅદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. 

– ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા લોકઅદાલતો કાર્યરત છે. 

– આ લોકઅદાલતનો મુખ્ય ઉદેશ કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો હોય છે.

– લોકઅદાલતના માધ્યમથી અનેક કેસોના ઝડપી અને સુખદ સમાધાન આવ્યા છે. 

– નાગરિક અને કોર્ટના સમયે અને નાણાં બચે છે. 

– લોકોને કાયદાકીય આંટીઘૂંટીમાંથી બચાવી શકાય છે. 

– લોકઅદાલતનો સૌપ્રથમ પ્રયોગ ગુજરાતથી શરૂ થયો હતો.


(1) વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો.
A. વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં નીચે મુજબ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.

– મૂળ અધિકાર ક્ષેત્ર 
– વિવાદી અધિકાર ક્ષેત્ર
– વહીવટી અધિકાર 

વડી અદાલતની સત્તા અને કાર્યો : –

– દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સાંભળી ન્યાય આપે છે. 

– બંધારણની કલમ -226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો - હુકમો જારી કરવાની સત્તા છે.

– તેના અંકુશ હેઠળની અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલ સાંભળે છે.

– તેના તાબા હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી રિપોર્ટ મંગાવી શકે છે.

– તેના અંકુશ હેઠળની અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી અથવા સુધારી શકે છે. 

– વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.




[Q - 3]. ખાલી જગ્યા પૂરો.
(1) ન્યાયની દેવીએ પોતાના હાથમાં ............ અને ............ ધારણ કરેલ છે.
A. ત્રાજવું, તલવાર


(2) વડી અદાલતના ચુકાદા સામે ............ અદાલતમાં અપીલ કરી શકાય છે.
A. સર્વોચ્ચ


(3) ગુજરાત રાજ્યની વડી અદાલત ............ શહેરમાં છે.
A. અમદાવાદ


(4) આપણા દેશની સર્વોચ્ચ અદાલત ............ શહેરમાં છે.
A. દિલ્લી
























પાઠ 18.સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા




[Q - 1]. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) સામાજિક ન્યાય એટલે શું?
A. સામાજિક ન્યાય માટે જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના તમામ લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ તેને સામાજિક ન્યાય કહે છે.


(2) સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું?
A. સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ સાથે સંકળાયેલ છે. આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે જેવી બાબતોમાં સામાજિક અસમાનતા જોવા મળે છે. અગાઉ લિંગના આધારે સ્ત્રી - પુરુષને તેનાં સમાન કામના આધારે ચુકવવામાં આવતા વેતનમાં ભેદભાવ કરવામાં આવતો હતો. આ ઉપરાંત સમાજમાં મોટા ભાગે દીકરા - દીકરીઓના ઉછેર અને શિક્ષણ આપવામાં પણ ભેદભાવ રાખવામાં આવતો હતો આવી વિવિધ પરિસ્થિતિ એટલે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહે છે.


(3) વ્યક્તિને માનવ - અધિકારો કઈ રીતે ઉપયોગી છે?
A. વ્યક્તિને માનવ-અધિકારો નીચે મુજબ ઉપયોગી થાય છે.

– વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી મૂળભૂત અધિકારો માટે માનવ-અધિકાર જરૂરી છે, 

– જે માનવોના જન્મજાત અધિકારો છે. 

– દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના સન્માન સાથે જીવન જીવવા માટે માનવ અધિકારો હોય છે.

– સંયુક્ત રાષ્ટ્રો (U.N.) દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી હતી.




[Q - 2]. નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર આપો.
(1) સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસરો થાય છે?
A. સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર નીચે મુજબ વિવિધ અસરો થાય છે.

– માનવસ્વભાવ અનુસાર કોઈને ઊંચું અને નીચું સમજવાનો પ્રયત્ન થતો હોય છે. એ સ્થિતિ ધીમે-ધીમે દૃઢ થતી જાય ત્યારે સમાજમાં ભેદભાવ ઊભો થતો જોવા મળે છે.

–  જેના પરિણામે કોઈ એક વર્ગમાં સમાવિષ્ટ લોકો જ એકબીજાને સહાયભૂત થતા હોય છે તેમજ અન્ય વર્ગ પ્રત્યે અણગમો પણ ધરાવે છે. 

– આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે વર્ગવિગ્રહ સુધીની સ્થિતિ પણ ઊભી થાય છે, જેની ગંભીર અસર સમાજ ઉપર થતી હોય છે. 

– સમાજનો કોઈ એકાદ વર્ગ ઘણી વાર આર્થિક અને સામાજિક રીતે અપ્રગત અવસ્થામાં આવી જાય છે. 
આવા અપ્રગત વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી તેમજ અન્યાયની સામે અવાજ કરવાની ક્ષમતા પણ લુપ્ત થઈ જાય છે. 

– આવો વર્ગ શોષિત અને વંચિત રહે છે અને મોટા ભાગે વંશપરંપરાગત ગરીબીનો પણ ભોગ બને છે. 
વર્તમાન સમયમાં આવેલી જાગૃતિના કારણે આવા વર્ગોના ઉત્થાનની જવાબદારી સમગ્ર સમાજની ગણવામાં આવે છે. અને તેના માટે સામાજિક પરિવર્તનના પ્રયત્નો કરવાની જરૂર પડે છે. 

– સરકાર દ્વારા પણ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે આ વર્ગોને ન્યાય આપવામાં સહાયભૂત થાય છે.



(2) બાળ અધિકાર એટલે શું? બાળકોને કયા-કયા બાળ અધિકારો મળે છે?
A. કોઈ પણ દેશના વિકાસનો આધાર તેનાં બાળકોના સર્વાગી વિકાસ પર રહેલો છે.બાળકોની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ સંયુક્ત રાષ્ટ્રો (U.N.) દ્વારા બાળકોના જીવનવિકાસ અને કલ્યાણ સંબંધી અધિકારીની ઘોષણા કરવામાં આવી છે જેને બાળ અધિકાર કહે છે.

• બાળ અધિકાર નીચે મુજબ છે.

– જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર 

– માતાપિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે બાળ અધિકાર પાલનપોષણનો અધિકાર 

– પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર 

– પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર 

– પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર 

– શારીરિક કે માનસિક હિંસા, શોષણ, યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર 

– સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવનસ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર





[Q - 3]. વિચારો અને લખો.
(1) સામાજિક કુરિવાજોથી સમાજમાં કઈ રીતે અસમાનતા ઊભી થાય, કોઈ એક ઉદાહરણ આપી સમજાવો.
A. સમાજની કેટલીક જ્ઞાતિઓમાં કુટુંબમાં સ્વજનના મૃત્યુ પાછળ બારમા દિવસે જમણવાર રાખવાનો કુરિવાજ પ્રવર્તે છે. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, કુટુંબની વ્યક્તિઓ ગામના શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લાવીને જ્ઞાતિના રિવાજ મુજબ મોટો જમણવાર કરીને પૈસાનો દુર્બ કરતા હોય છે. આ કુરિવાજ પાછળ દેવાદાર બનેલાં કુટુંબો કાયમી ગરીબી ભોગવતાં હોય છે. પરિણામે તેઓ પોતાના વારસદારોને પણ ગરીબીની ભેટ આપતા જતા હોય છે. આમ, વંશપરંપરાગત ગરીબીનો ભોગ બનેલી જ્ઞાતિઓ આર્થિક અસમાનતાનું એક દષ્ટાંત બને છે.


(2) ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય? શા માટે?
A. ચૌદ (14) વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય નહિ. ભારતના બંધારણમાં બાળકોના રક્ષણ અને વિકાસ માટે કરેલી જોગવાઈ અનુસાર 14 કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહિ. આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે.

ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામે રાખવાથી તેનું શોષણ થયું ગણાય. 14 વર્ષની ઉંમર સુધીનાં બધાં જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે, તેથી 14 વર્ષના બાળકને નોકરીએ–કામે રાખીને તેને શિક્ષણના અધિકારથી વંચિત રાખી શકાય નહિ.


(3) શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી-કેવી સમસ્યાઓ નડતી હશે?
A. શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને નીચે મુજબ વિવિધ સમસ્યાઓ નડતી હશે.

– નિરક્ષર વ્યક્તિને સારા પગારવાળી નોકરી મળતી નથી. તેને આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમનું–મજૂરીનું કામ કરવું પડે છે. તેથી તેને જીવનભર પૈસાના અભાવની સ્થિતિમાં, સુખ-સગવડો વિનાનું જીવન જીવવું પડે છે. 

– નિરક્ષર વ્યક્તિઓ સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે.

– સામાન્ય નાગરિકોની જેમ જીવન જીવી શકતો નથી.

– છેતરપિંડીના ભોગ બનવું પડે છે.

– મુસાફરી કરવામાં મુશ્કેલીઓ અનુભવવી પડે છે.

– રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ-નિયમોની જાણકારીના અભાવે જો તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી.

– રોજીરોટી મેળવવામાં તકલીફ થાય છે. 

– સામાજિક કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે 

– વાંચવા –લખવામાં તકલીફ થાય છે.























પાઠ 19.સામાજિક - આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા




[Q - 1]. ટૂંકમાં ઉત્તર આપો.



(1) કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી?
A. નીચેના સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી કે જયારે સ્વતંત્રતા અગાઉ બહુ લાંબા સમય સુધી ભારતીય પ્રજા રાજકીય રીતે પરતંત્ર રહી અંગ્રેજો અને તે અગાઉના શાસકોએ ઘણા પ્રમાણમાં સમાજના માનસને પણ સંકુચિત કરવાનો પ્રયત્ન કર્યો.પરિણામ સ્વરૂપ સ્વતંત્રતા બાદ ભારતીય સમાજ ક્યાંક કુરૂઢિઓમાં સંકળાયેલો હતો અને ક્યાંક આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ સ્થિતિમાં હતો. સમાજના આર્થિક તેમજ માનસિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતા અર્થહીન બની રહે તેવી પૂર્ણ સંભાવના છે. જેના કારણે ભારતની સરકારને બહુ જ પરિશ્રમ કરવાની અને લાંબા ગાળાનાં પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ હતી.


(2) માનવની મૂળભૂત જરૂરિયાતો કઈ-કઈ છે?
A. માનવની મૂળભૂત જરૂરિયાતો આ મુજબ છે.

– 'અન્ન, વસ્ત્ર અને ઓટલો' દરેક માનવ માટે મૂળભૂત જરૂરિયાતો છે.

– દરેક વ્યક્તિને પોષક આહાર મળે, તન ઢાંકવાં વસ્ત્રો મળે અને રહેઠાણ મળે તે પાયાની જરૂરિયાત છે.

– શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર તેમજ આનંદ પ્રમોદ જેવાં ક્ષેત્રો મૂળભૂત જરૂરિયાતો છે.



(3) દેશમાં શ્વેતક્રાંતિથી કયો લાભ થયો છે?
A. દેશમાં શ્વેત ક્રાંતિથી દૂધ-ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા અને દુધાળા પશુઓનું પાલન કરતા ખેડૂતોને સૌથી મોટો લાભ થયો છે શ્વેત ક્રાંતિથી પશુપાલન કરતા ખેડૂતો સ્વાવલંબી, આત્મનિર્ભર બન્યા છે તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ ઉપરાંત, ગામડાંમાં સહકારી મંડળીઓ દૂધ એકઠું કરીને જિલ્લાની મોટી સહકારી ડેરીને પહોંચાડે છે. એ ડેરીઓ શહેરોને દૂધ મોકલે છે, જેથી શહેરીજનોની દૂધની જરૂરિયાત સંતોષાય છે.દા.ત.અમૂલ, દૂધસાગર વગેરે.

(4) સરકારની આવકના સ્રોત કયા છે? કોઈ બે સ્રોત અંગે લખો.
   Answer :-
     1) આવકવેરો (Income Tax) : પગારદાર વ્યક્તિઓની આવક પર સરકાર કર ઉઘરાવે છે. આ ઉપરાંત, વેપારી પેઢીઓ અને કંપનીઓના નફા પર તથા તેમના હિસ્સેદારોની આવક પર સરકાર કર ઉઘરાવે છે. શૈરોના વેચાણથી થતા નફા પર પણ સરકાર કર લે છે. 

    2) જી.એસ.ટી. (Goods and service Tax) : દેશના વેપાર-ધંધાઓમાં વેપારીઓ દ્વારા માલ-સામાનની ખરીદી અને તેના વેચાણની સેવાઓ પર સરકાર વેપારીઓ પાસેથી કરરૂપે જી.એસ.ટી. ઉઘરાવે છે, જે સરકારની આવકનો એક મોટો સ્ત્રોત છે.


[Q - 2]. ટૂંક નોંધ લખો.
(1) શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા
A. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા નીચે ઉજબ છે.

– સ્વતંત્રતા અગાઉ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો ઓછા જાગૃત હતા તેમ કહેવું કેટલેક અંશે સાચું છે. 

– અનેક ગામડાં ભારતના જનજીવનની તાસીર સમાં હતાં. તેમાં પ્રાથમિક શિક્ષણ તેમજ આરોગ્યની ખાસ સુવિધાઓ ન હતી. 

– લોકશાહીને સફળ બનાવવા પણ શિક્ષણના પ્રસારની જરૂરિયાત હતી. 

– સરકાર દ્વારા તેમજ કેટલાક અંશે જાહેર સંસ્થાઓ મંડળો દ્વારા તે ક્ષેત્રમાં ખૂબ જ સારા પ્રયત્નો થયા છે. 

– દરેક ગામમાં શાળાનું સ્વપ્ન મહદંશે સિદ્ધ થયું છે. તેની સામે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવી એટલી જ જરૂરી હતી. 

– આ ક્ષેત્રમાં ખૂબ જ કામ કરવા છતાં હજુ સારવારના અભાવે બાળકો તેમજ પ્રસૂતાઓનાં મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે. 

– ગ્રામ્ય કક્ષા સુધી આરોગ્ય કાર્યકર્તાઓ હોવા છતાં કેટલીક ગેરમાન્યતાઓના કારણે લોકો સુવિધાનો લાભ ન લેતા હોય તેવા પ્રસંગો પણ બને છે. 

– આમ છતાં આ ક્ષેત્રમાં ખૂબ જ સારા પ્રયત્નો થયા છે.


(2) કૃષિના ક્ષેત્રે આવેલ પરિવર્તન
A. કૃષિના ક્ષેત્રે આવેલ પરિવર્તન નીચે મુજબ છે.

– ખેતીની સ્થિતિ સુધરતાં ખેડૂતોનું આર્થિક અને સામાજિક સ્તર ઊંચું આવ્યું તેવું આપણે અનુભવીએ છીએ.

– ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે સહકારી પ્રવૃત્તિનો ફાળો પણ ઘણો મોટો જોવા મળે છે.

– ખેત ઉત્પાદનોને વિશાળ બજાર મળી રહે તે માટે પણ ઘણા સારા પ્રયત્ન થઈ રહ્યા છે. 

– ખેતીની સાથે સહકારી ક્ષેત્રે પશુપાલન અને દૂધ-ઉત્પાદનને પણ કેન્દ્રમાં રાખ્યું. જેણે ‘શેતક્રાંતિ’નાં મંડાણ કર્યા અને તેમાં સફળતા પણ મળી છે.

– નવા નવા બીયારણો, જંતુનાશક દવાની શોધથી ખેતીમાં ઉત્પાદન વધી શક્યું છે.

– પ્રયાપ્ત પીવા માટે અને ખેતી પાણી મળી રહે તે માટે ચેક ડેમ,સિંચાઈ યોજનાઓનો પણ અગત્યનો ફાળો રહ્યો છે.





[Q - 3]. સમજાવો.
(1) ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલ વિકાસ અને તેની ખેડૂતોનાં જીવનધોરણ ઉપર થયેલી અસર
A. ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલ વિકાસ અને તેની ખેડૂતોનાં જીવનધોરણ ઉપર થયેલી અસર નીચે મુજબ છે.

– ખેતીક્ષેત્રે થયેલ 'હરિયાળી ક્રાંતિ' અને પશુપાલન ક્ષેત્રના દૂધ ઉત્પાદનમાં થયેલ 'શ્વેત ક્રાંતિ'ને લીધે ખેતી અને પશુપાલન કરતા ખેડૂતોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.

– તે ખેડૂતોનાં બાળકોને સારું શિક્ષણ મળવા લાગ્યું છે. 

– તેમના ખોરાક, પોશાક, રહેણીકરણી, રહેઠાણ વગેરેમાં ઘણા સુધારા થયા છે. 

– તેમનાં ઘરોમાં આધુનિકતાનાં સાધનો વસાવા લાગ્યાં છે. વગેરે..


(2) કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટૅક્સ નાખવાની જરૂરિયાત
A. કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટૅક્સ નાખવાની જરૂરિયાતના કારણો નીચે ઉજબ છે.

– રાજ્યને સાંકળતી એવી રોડપરિવહન ખર્ચાળ હોવા છતાં સરકાર લોકોને સુવિધા આપવા માટે ખર્ચ કરે છે. 

– સરકાર ઓછી આવક ધરાવતાં કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વપરાશી જીવનજરૂરિયાતો જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ‘ વાજબી ભાવની દુકાનો ' દ્વારા ઉત્પાદન-ખર્ચ કરતાંય ઓછા ભાવે પૂરી પાડે છે. 

– આ પ્રકારનાં બધાં કાર્યો સરકાર નાગરિકોને પાયાની સુવિધાઓ આપવાના હેતુથી જ કરે છે. 

– આ સુવિધાઓ આપવા માટે કેટલીક વસ્તુઓ પર વધારાનો ટૅક્સ (કર) નાખવાની જરૂર પડે છે.


(3) સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભો
A. સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી ઉદ્યોગ શરૂ કરનારને નીચેના લાભો મળે છે : 

– ઉદ્યોગના પ્રકાર મુજબ સબસિડી આપવામાં આવે છે. 

– ઉદ્યોગ માટે જમીન (પ્લૉટ) બજારભાવ કરતાં ઓછી. કિંમતે આપવામાં આવે છે. 

– બૅન્કમાંથી ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે.

– ઝોનમાં રોડ, ગટર જેવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. 

– કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી પણ મુક્તિ આપવામાં આવે છે.

– ઉદ્યોગ માટે જરૂરી પાણી અને વીજળી જેવી સુવિધાઓ વાજબી કિંમતે આપવામાં આવે છે.