Deo Valsad English Prashnbank 



પ્રસ્તાવના


શિક્ષણ સમાજમાં સમૂળી ક્રાંતિ લાવવાનું કામ કરે છે . આ ક્રાંતિથી સમાજમાં ચિરસ્થાયી મૂલ્યો અને સંસ્કૃતિનું સર્જન થાય છે . સમાજમાં પ્રેરક બળ તરીકે શિક્ષણ મહત્વનું કાર્ય કરે છે . આ જ્ઞાન યુગમાં શિક્ષણ થકી જ માનવ જીવન બહેતર તેમજ ઉન્નત બનાવી શકાય છે . તે ચરિતાર્થ કરવા બાળકના સર્વાગી વિકાસની સંકલ્પના પરિપૂર્ણ કરવા શિક્ષણની ગુણવત્તા અને અસરકારકતા જળવાય તે હેતુથી ધોરણ ૧૦/૧૨ માં નવા ૩૦ % ઘટાડેલ અભ્યાસક્રમ આધારિત પરીક્ષા પદ્ધતિ અનુસાર વિવિધ વિષયના પ્રશ્નપત્રો મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા યોજવામાં આવતી પરીક્ષા પદ્ધતિ અને પરિરૂપમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે . 


અત્રની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી , વલસાડ તથા જિલ્લા શાળાકીય પરીક્ષા સમિતિ , વલસાડના સંયુક્ત ઉપક્રમે અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિમાં આવેલ પરિવર્તનના સોપાનો વિદ્યાર્થીઓ સુપેરે સર કરી શકે તેમજ પ્રગતિના રાજમાર્ગ સુધી પહોંચી શકે અને ભયમુક્ત , ચિંતામુક્ત અને ઉત્સાહ પૂર્વક વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ચિંતન કરી તેના નિષ્કર્ષ રૂપે ધોરણ ૧૦/૧૨ બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ , શિક્ષકો અને આચાર્યશ્રીઓ અને તથા શાળા દ્વારા દરેક વિષયનું પૂર્ણ દઢીકરણ કરી શકે તે માટે હેતુલક્ષી પ્રશ્નોના જવાબો સહીત આદર્શ પ્રશ્નબેંક ’ પુસ્તિકાની રચના કરવામાં આવેલ છે . આ પુસ્તિકામાં વિદ્યાર્થીઓ દરેક વિષયના પ્રશ્નપત્ર પરિરૂપ આધારિત પ્રશ્નોનો મહાવરો સરળતાથી કરી શકે તેવા વિભાગવાર પ્રશ્નો પાઠ્યપુસ્તકના આધારે તૈયાર કરીને સંકલિત કરી , પુસ્તિકા સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવેલ છે . ‘ આદર્શ પ્રશ્નબેંક ' ' પુસ્તિકામાં વિવિધ વિષયના શિક્ષક તજજ્ઞોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ સરળતાથી પ્રશ્નપત્રો સમજી શકે તે પ્રમાણે ગુણભાર મુજબ તૈયાર કરવામાં આવી છે . ધોરણ ૧૦/૧૨ બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરે એ ઉદ્દેશને ધ્યાનમાં રાખી આકલન કરવામાં આવ્યું છે . આશા છે કે આ “ પ્રશ્નબેંક પુસ્તિકા ' ' વિદ્યાર્થીઓને શિક્ષકોને , આચાર્યશ્રીઓને અને વાલીઓને માર્ગદર્શક બની રહેશે .


 જ્ઞાન યુગના નવતર શિક્ષણ તેમજ મૂલ્યાંકનના હેતુઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાનાતમામ વિદ્યાર્થીઓ સફળતાનો અનુભવ અને તેના આનંદની તક મેળવે , દરેક વિષયમાં નૈપુણ્ય પ્રાપ્ત કરી પ્રગતિશીલ બને તે માટે આ આદર્શ પ્રશ્નબેંક પુસ્તિકામાં અમારી ટીમ એજ્યુકેશને જે જહેમત ઉઠાવી તે કાબીલે તારીફ છે . આ “ આદર્શ પ્રશ્નબેંક ” પુસ્તિકાની સંરચના અંગેના ભગીરથ કાર્યમાં વલસાડ જિલ્લાની શાળાકીય પરીક્ષા સમિતિ , વિષય કન્વીનરશ્રીઓ , વિષય તજજ્ઞ શિક્ષકોએ પૂર્ણ પ્રતિબદ્ધતા દાખવી સમગ્ર પુસ્તિકાને આખરી ઓપ આપ્યું છે ; જે સરાહનીય છે .

સમગ્ર એજ્યુકેશન ટીમ વલસાડ , જિલ્લા શાળાકીય પરીક્ષા સમિતિ વલસાડ , વિષય કન્વીનરશ્રીઓ , વિષય તજજ્ઞ શિક્ષકો તથા કાવેરી પ્રેસ ચીખલીનો અભિનંદન સહ આભાર વ્યક્ત કરીએ છીએ . મા - ફાઉન્ડેશન વાપી , શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલ ધરમપુર અને પારુલ યુનિવર્સિટી , વડોદરા તથા અન્ય દાતાઓના સહકાર બદલ આભાર વ્યક્ત કરીએ છીએ . સમગ્ર વલસાડ જિલ્લાની એજ્યુક્શન ટીમની અથાગ મહેનતથી અને ચીવટથી “ આદર્શ પ્રશ્ન બેંક ” પુસ્તિકા નિર્માણ પામી છે , તેથી અમો હર્ષિત છીએ . વિદ્યાર્થી વિષય સાથે અનુબંધ સાધી પરિણામની ગુણવત્તા પ્રાપ્ત કરી શકે તે માટે અમોએ અદ્યતન પ્રયાસો કર્યા છે . તેમ છતાં ક્યાંક કોઈ ત્રુટિ જણાય તો સૂચનો આવકાર્ય છે . શ્રદ્ધા છે કે આ આદર્શ પ્રશ્નબેંક પુસ્તિકા વિદ્યાર્થીઓ , શિક્ષકો , આચાર્યશ્રીઓ તથા વાલીઓને ઉપયોગી નીવડી ભવિષ્યની સફળતાના દ્વાર ઉઘાડી , પ્રગતિના પંથે દોરીસંચાર કરશે અને સાફલ્યતાની મંજિલ વિદ્યાર્થીઓને અચૂક સાંપડશે . એવી અંતઃકરણથી શુભેચ્છા સહ .



કિશન એફ . વસાવા 
જિલ્લા શિક્ષણાધિકારી વલસાડ , 
જિ . વલસાડ







































SAMPLE

Click The Image For Bigger View